તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રામલલ્લાના ભવ્ય મંદિર માટે શ્રદ્ધાળુઓ દ્વારા ભેટ, દાનનો ધોધ વહી રહ્યો છે, જેમાં ચાંદીની ઈંટનો પણ સમાવેશ થઈ રહ્યો છે. રામભક્તો મોટી સંખ્યામાં ચાંદીની ઈંટ દાન કરી રહ્યા છે, જેને પગલે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પાસે ચાંદીની ઈંટોનો અંબાર જોવા મળી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, અત્યારસુધીમાં 400 કિલો ચાંદીની ઈંટ દાનમાં આવી ગઈ છે. ત્યારે ટ્રસ્ટે હવે ચાંદીની ઈંટ દાન ન કરવાની શ્રદ્ધાળુઓને અપીલ કરી છે, કેમ કે બેંક-લોકર્સમાં એને રાખવા માટે જગ્યા જ નથી બચી.
ચાંદીની ઈંટ સાચવવા વધુપડતો ખર્ચ થઈ રહ્યો છે
ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું કે રામમંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો ચાંદીની ઈંટ મોકલી રહ્યા છે. ટ્રસ્ટ પાસે ચાંદીની ઈંટ એટલી થઈ ગઈ છે કે એને સુરક્ષિત રાખવાની સમસ્યા જોવા મળી રહી છે. આ ઉપરાંત ચાંદીની ઈંટ સાચવવા માટે ઘણો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ચાંદીની ઈંટ ન મોકલવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું હતું કે જ્યારે ચાંદીની ઈંટની જરૂરિયાત હશે ત્યારે શ્રદ્ધાળુઓને ફરીથી તેને દાન કરવાની અપીલ કરવામાં આવશે.
1600 કરોડથી વધુનું ફંડ
રામમંદિર ટ્રસ્ટ સૂત્રોના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે દેશભરમાંથી અત્યાર સુધીમાં 1600 કરોડ રૂપિયાથી વધુનું ફંડ આવી ગયું છે. ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા અનેક ગ્રુપનું અભિયાન ચલાવીને દરેક ઘરમાંથી ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે. લોકો પાસેથી ચેક અને ઓનલાઈન માધ્યમથી પણ દાન લેવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે હાલમાં જ કહ્યું હતું કે ફાળો અભિયામાં લગભગ 1 લાખ 50 હજાર ટીમ લાગેલી છે. 39 મહિનામાં રામમંદિરનું નિર્માણ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.