• Gujarati News
  • National
  • Police Released Photos Of 40 Riot Elements; Said Still Many Faces Will Come In Front

કાનપુર હિંસાના શંકાસ્પદોની તસવીરો:પોલીસે 40 તોફાની તત્વોની તસવીરો જાહેર કરી; કહ્યું- વધુ ચહેરા સામે આવશે, માહિતી આપવા જાહેર જનતાને અપીલ કરાઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનપુરમાં 3 જૂનના રોજ હિંસા ફેલાવનાર શંકાસ્પદ તોફાની તત્વોનું પ્રથમ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં 40 આરોપીની તસવીરો જાહેર કરવામાં આવી છે. પોલીસની માહિતી પ્રમાણે આ તમામ વ્યક્તિ નવી સડક વિસ્તારમાં તોફાન કરવાના આરોપી છે. પોલીસે આ પોસ્ટરને સોશિયલ મીડિયા મારફતે વાઈરલ કરી તેમની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે અને જાહેર જનતાને આ અંગે માહિતી આપવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમના વિશે માહિતી આપનારના નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

પોલીસે કહ્યું છે કે આ લોકો અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ટૂંક સમયમાં અન્ય આરોપીઓના પોસ્ટર પણ જાહેર કરવામાં આવશે. માર્ગો પર લાગેલા CCTV ફૂટેજની તપાસ કરતા હિંસા ફેલાવનારની ઓળખ કરવામાં આવી છે અને તેમના નામ-સરનામા અંગે માહિતી આપવા માટે પોસ્ટરના સ્વરૂપમાં તે જાહેર કરવામાં આવ્યા છે.

3 જૂનના રોજ શું થયું હતું?
કાનપુરમાં 3 જૂનના રોજ સવારે બેકનગંજમાં બેચેની સર્જે તેવો સન્નાટો છવાયેલો હતો. વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ સમૂદાયોના લોકોની હતી. જે બંધ રાખવામાં આવી હતી. પણ યતીમખાના નજીક બજારમાં કેટલાક હિંદુ દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી.

બપોરે 1:45 વાગે યતીમખાના નજીક મસ્જિદમાં જુમ્માની નમાજ થઈ. 2.30 વાગે મસ્જિદમાંથી મોટુ ટોળુ નિકળ્યું હતું અને સીધુ જ બજારમાં ખુલ્લી દુકાનોને બળજબરીપૂર્વક બંધ કરાવવા લાગ્યા હતા. જ્યારે હિંદુ દુકાનદારોએ દુકાનો બંધ કરવાનો ઈન્કાર કર્યો તો ટોળામાં રહેલા કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બની ગયો. દરમિયાન ભીડમાંથી ફાયરિંગ પણ થવા લાગ્યુ હતુ.

પયગંબર મોહમ્મદ સાહેબ અંગે નિવેદનને પગલે વિરોધ થય હતો
ભાજપ પ્રવક્તા નુપૂર શર્માએ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ સાહેબ અંગે ટિપ્પણી કરી હતી, જેથી મુસ્લિમ સમુદાયના લોકો નારાજ હતા. મુસ્લિમ સમુદાયના લોકોએ આ નિવેદનના વિરોધમાં બજારોમાં બંધનું આહવાન કર્યું હતું. તે સમયે બન્ને સમુદાયના લોકો એકબીજાની સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.