• Home
  • National
  • 40 people have come to the village from outside, but there is only a quarantine sticker in front of the house which Rahul Gandhi delivered in the car.

બમ્બઇથી બનારસ 52 કલાકથી Live રિપોર્ટ્સ / ગામમાં 40 લોકો બહારથી આવ્યા છે, પરંતુ માત્ર તે ઘરની આગળ ક્વોરેન્ટીનનું સ્ટિકર લાગેલું છે જેમને રાહુલ ગાંધીએ ગાડીમાં પહોંચાડ્યા

40 people have come to the village from outside, but there is only a quarantine sticker in front of the house which Rahul Gandhi delivered in the car.
X
40 people have come to the village from outside, but there is only a quarantine sticker in front of the house which Rahul Gandhi delivered in the car.

  • રાહુલ ગાંધીએ બે બે લોકોને અમુક ગાડીઓમાં મથુરા સુધી પહોંચાડ્યા અને ત્યાંથી બસમાં તેઓ ઝાંસી તેમના ગામ સુધી ગયા
  • મહોબાના રહેવાસી અજીમની કહાણી જે ગુડગાંવમાં નર્સરી ચલાવે છે અને દિવ્યાંગ પત્નીને સાઇકલ પર બેસાડીને જઇ રહ્યા છે

મનીષા ભલ્લા અને વિનોદ યાદવ

May 20, 2020, 05:44 AM IST

ઝાંસી. ભાસ્કરના પત્રકારો બંબઈથી બનારસની સફરે નિકળ્યા છે. આજ માર્ગો પરથી લાખો લોકો પોત-પોતાના ગામડે જવા નિકળ્યા છે. ઉઘાડા પગે, પગપાળા, સાઈકલ, ટ્રકોમાં અને ગાડીઓ ભરીને લોકો નિકળી પડ્યા છે. કોઈપણ સ્થિતિમાં તેઓ ઘરે જવા માંગે છે, મુશ્કેલીના સમયમાં દરેક ઘરે જવાજ ઈચ્છે છે. અમે આજ માર્ગોની જીવતી કહાનીઓ તમારા સુધી લાવી રહ્યા છીએ. વાંચતા રહો....બારમો રિપોર્ટ, દેવરિયાસિંહ પૂરા ગામથી:
લોકો મહાનગરોથી પલાયન કરી રહ્યા છે પણ તેમના ગામ પહોંચીને શું કરી રહ્યા છે અથવા તો શું કરશે ? તે જાણવા અમે ઝાંસીથી બનારસ વચ્ચે અમુક ગામડાઓમાં ગયા. દેવરિયાસિંહપુરા ગામમાં અમારી મુલાકાત એ પરિવાર સાથે થઇ જેમને રાહુલ ગાંધીએ દિલ્હીથી ઝાંસી મોકલ્યા છે. આખા ગામમાં માત્ર તેમના દરવાજા પર જ ક્વોરેન્ટીનનું સ્ટિકર લાગેલું છે જ્યારે આ ગામમાં 40 લોકો દિલ્હી-મુંબઇ જેવા શહેરોથી પાછા આવ્યા છે. 


દેવરિયાસિંહપુરા ગામના આ ઘરે ક્વોરેન્ટીનનું સ્ટિકર લાગેલું છે. આ ઘરના 14 લોકો 14 મેના હરિયાણાના ખરબોદાથી પગપાળા જ દિલ્હી જવા નિકળ્યા હતા. રાહુલ ગાંધીની મદદથી આ લોકો ઘરે પહોંચી શક્યા. 

જ્યારે આ લોકો દિલ્હી નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચ્યા તો ત્યાં અમુક કેમેરો પકડીને ઉભેલા લોકો મળ્યા જેમણે કહ્યું કે રાહુલ ગાંધીને મળી આવે. પરિવારની સભ્ય રામસખી કહે છે, રાહુલ ગાંધી તેમને મળ્યા, તેમની પીડા વિશે જાણ્યું અને પૂછ્યું કે તેઓ શું કરી શકે છે. તેમણે કહ્યું કે કોઇ રીતે તેમને ઘરે પહોંચાડી દે. રાહુલ ગાંધીએ અમુક લોકોને ગાડીઓમાં મથુરા સુધી પહોંચાડ્યા અને ત્યાંથી તેઓ બસમાં ઝાંસીમાં તેમના ગામડે આવી ગયા. 

રામસખી કહે છે, અમે સામાન પણ સાથે લઇને નથી આવ્યા, બધુ ત્યાં જ છોડી દીધું. 

અત્યારે તેઓ ક્વોરેન્ટીન છે. તેમનું કહેવું છે કે ગામમાં લોકો તેમનાથી ડરી રહ્યા છે. અમારી પાસે કોઇ આવતુ નથી. અમારી તો ટેસ્ટ થઇ ચૂકી છે અને અમને કોરોના નથી. પરંતુ તેમ છતા ગામમાં એક ડરનો માહોલ બની ગયો છે. 

ગામના મુખી નારાયણસિંહ કહે છે, રાહુલ ગાંધીના કારણે આ પરિવાર થોડો લાઇમલાઇટમાં વધુ આવી ગયો. તેથી જ અહીં તેમની જ ચર્ચા છે બાકી ઘણા લોકો આવેલા છે.

રામસખીનો પરિવાર હવે ગામડે આવીને તેમની આઠ વીઘા જમીન પર ખેતી કરશે. રામસખીના દિયર વિનોદ કહે છે કે હરિયાણામાં દરરોજ 200 રૂપિયાની મજૂરી પર કામ કરતા હતા. વિનોદ પ્રમાણે તેમના માતા પિતા ઘરે ખેતી સંભાળતા હતા પણ થોડા વધુ પૈસા મેળવવામાં પરદેશ જતા રહ્યા. પણ હવે ગામડે જ ખેતી કરશે. 

રસ્તામાં મજૂરોના ટોળા સિવાય કંઇ દેખાતું નથી. 

નર્સરી ચલાવનાર વ્યક્તિ દિવ્યાંગ પત્નીને સાઇકલ પર બેસાડીને ઘરે જઇ રહી છે
આ કહાણી મહોબાના રહેવાસી અજીમની છે. તેની જ જુબાનીમાં- પત્નીને ખૂબ પ્રેમ કરું છું. કોરોનાનો સંકટ હોય તો શું થયું. તેને ગુડગાંવ એકલી છોડીને ગામડે ન આવી શકત. લોકડાઉનના લીધે મારો નર્સરીનો ધંધો ઠપ્પ થઇ ગયો. તેથી મેં સાઇકલના કેરિયર પર લાકડાનું પાટિયું ગોઠવ્યું જેથી પત્ની આરામથી તેના પર બેસી શકે અને ઘરનો જરૂરી સામાન પણ બાંધી શકાય.

અજીમ ગુડગાંવથી મહોબા જવા સાઇકલ પર નિકળી પડ્યો છે. સાથે પત્ની પણ છે. 

ગુડગાંવથી સાઇકલ ચલાવીને પલવલ સુધી આવ્યો. અહીં મને અમુક પોલીસવાળા મળી ગયા. તેમણે એક ટ્રક રોકીને મારી સાઇકલ તેના પર ચડાવી દીધી. આ ટ્રકે મને મથુરાથી થોડા પહેલા ઉતારી દીધો. ત્યારબાદ મેં ફરી 15-20 કિમી સાઇકલ ચલાવી. રસ્તામાં એક ટ્રેક્ટર વાળાને દયા આવી. તેણે મને, મારી પત્ની અને સાઇકલને ઝાંસી પહેલા ડબરા સુધી પહોંચાડ્યા. જેમતેમ કરીને ઝાંસી પહોંચ્યો તો પોલીસે મને સાઇકલ ચલાવવા ન દીધી. તેમણે મને એક બસમાં ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશની આ છતરપુર બોર્ડર સુધી પહોંચાડ્યા છે. 

સામાન રાખવા માટે અજીમે સાઇકલ પર પાછળ પાટિયું લગાવ્યું છે. 

હું અને મારી પત્ની બન્ને થાકી ગયા છીએ. અમને મહોબા જવું છે. હવે બસ મળે તેની રાહ જોઉં છું. નહિંતર તડકો ઓછો થશે ત્યારે સાઇકલથી ગામ તરફ નિકળીશ. ગુડગાંવથી છતરપુર પહોંચી ગયો છું તો મહોબા સુધી આજે નહીં તો કાલે તો પહોંચી જઇશ. મને નર્સરી સિવાય મજૂરીનું કામ પણ આવડે છે. તેથી ગામમાં મને મનરેગામાં પણ કામ મળી જશે તો રોજીરોટી ચાલી જશે. કારણ કે પરિવારમાં પત્ની અને હું બન્ને જ છીએ. થોડી ખેતી પણ છે. 
પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

પાંચમો રિપોર્ટઃહજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

છઠ્ઠો રિપોર્ટ: થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે
સાતમો રિપોર્ટઃ60% ઓટો-ટેક્સીવાળા ગામડે જવા નિકળી ગયા છે, અમે હવે છ-આઠ મહિના તો નહીં આવીએ, ક્યારેય ન આવત પણ લોન ભરવાની છે
આઠમો રિપોર્ટઃ MP પછી ચાલીને જતાં મજૂર નજરે પડતા નથી, અહીંથી રોજ 400 બસોમાં લોકોને જિલ્લા સુધી મોકલાઈ રહ્યા છે

નવમો રિપોર્ટ:બસ મમ્મીને કહેવું છે કે અમને કોરોના નથી થયો, મમ્મીને ચહોરો બતાવીને પાછા આવી જશું 

અગિયારમો રિપોર્ટ: પાનીપતથી ઝાંસી પહોંચેલા દામોદર કહે છે- હું ગામડે તો આવ્યો પણ પત્નીની લાશ લઇને, આવવું એટલે સરળ હતું કારણ કે મારી સાથે લાશ હતી 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી