તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4 Years Ago, Ravi Shankar Prasad Had Paid Tribute To The Martyrs On The Occasion Of Vijay Diwas, Now After 4 Years, Twitter Has Taken Action On This Post.

આ કારણોસર IT મંત્રીનું અકાઉન્ટ બ્લોક થયું:રવિશંકર પ્રસાદે 42 મહિના પહેલાં ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, 2017ની આ પોસ્ટને કંપનીએ કૉપીરાઇટનો ભંગ કરતી માની

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ડિજિટલ મિલેનિયન કૉપીરાઇટ એક્ટ 1998થી અમેરિકામાં લાગૂ છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ટ્વિસ્ટ જોવા મળ્યો. ટ્વિટરે IT મંત્રી રવિશંકર પ્રસાદના અકાઉન્ટને શુક્રવારે સવારે એક કલાક માટે બંધ કરી દીધું હતું. આ કાર્યવાહીનું કારણ ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ એક્ટ (DMCA)નું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે. જોકે એક કલાક પછી અકાઉન્ટને ફરીથી શરૂ કરી દેવાયું હતું.

જે ટ્વીટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, એ 16 ડિસેમ્બર 2017ની છે. અત્યારે આ કન્ટેન્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હટાવી લેવાયું છે. ટ્વિટરની કાર્યવાહી પછી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ ભારતીય IT કાયદાનું ઉલ્લંઘન છે. કંપનીને દેશના કાયદાનું પાલન કરવું જોઇએ.

42 મહિના પહેલા વિજય દિવસના અવસરે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
જે ટ્વીટ સામે કાર્યવાહી કરાઈ છે, તેનું આર્કાઇવ મળ્યુ. જેમાં IT મંત્રીએ 16 ડિસેમ્બર 2017 વિજય દિવસના અવસરે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પોસ્ટની આર્કાઈવમાં એક તસવીર પણ ટાંકવામાં આવી હતી. આ તસવીર વિરૂદ્ધ કોઇકે કૉપીરાઇટની ફરિયાદ દાખલ કરી, ત્યારપછી ટ્વિટરે પોસ્ટ હટાવી અને એક કલાક માટે IT મંત્રીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.

એક્શન અંગે ટ્વિટરનો જવાબ
DMCA નોટિસના કારણે મિનિસ્ટર (રવિશંકર પ્રસાદ)ના અકાઉન્ટ સુધીના એક્સેસને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરાયું હતું. સંબંધિત ટ્વીટ સામે પણ રોક લાદવામાં આવી હતી. અમારી કોપિરાઇટ પોલિસી અનુસાર, અમે કોપીરાઇટ ઑનર અથવા એમના ઓથોરાઇઝ્ડ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા સેન્ડ કરવામાં આવેલી ફરિયાદો સામે કાર્યવાહી કરે છે.

ડિજિટલ મિલેનિયન કૉપીરાઇટ એક્ટ 1998થી અમેરિકામાં લાગૂ છે
ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટ (DMCA) અમેરિકાનો કોપીરાઇટ એક્ટ છે. ઓક્ટોબર 1998માં તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને આ કાયદાને અમલમાં મૂક્યો હતો. ક્લિંટને કહ્યું હતું કે આ કાયદાને લાગૂ કરવાનું કારણ કન્ટેન્ટની ચોરીને અટકાવવાનો છે અને ચોરી થાય તો આરોપી વિરૂદ્ધ કાર્યવાહીમાં સહાયતા રહેશે. જેમાં ડિજિટલ પ્રોડક્ટ જેવાકે ઓડિયો, વીડિયો, ટેક્સ્ટ, કંન્ટેન્ટનો સમાવેશ થાય છે.
મોટાભાગે બ્લોગ લખતા લોકો અને કન્ટેન્ટ ક્રિએટર પોતાના કન્ટેન્ટને પ્રોટેક્ટ કરવા માટે આ કાયદાની સહાયતા લે છે. કોઈપણ વ્યક્તિ જો અનુમતિ વિના કન્ટેન્ટ કોપી કરે છે તો DMCA અંતર્ગત આની ફરિયાદ કરી શકાય છે.

નવા IT નિયમો અંગે ટ્વિટર અને સરકાર સામ-સામે
કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમો અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ કેસમાં છેલ્લા સપ્તાહે IT મિનિસ્ટ્રી સાથે સંલગ્ન સંસદીય કમિટિ સામે ટ્વિટરના પ્રતિનિધિઓને રજૂ કરાઈ હતી. કમિટિએ કંપનીના અધિકારિઓને પૂછવામાં આવ્યું હતું કે શું તમે દેશના કાયદાઓને અનુસરો છો?
આ અંગે ટ્વિટરના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે અમે અમારી પોલિસીને અનુસરિએ છીએ, જે દેશના કાયદા પ્રમાણે છે. આ દલીલ અંગે કમિટિએ આપત્તિ જણાવી હતી. કંપનીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે આમારા દેશમાં કાયદાને સૌથી પહેલા પ્રધાન્ય આપવામાં આવે છે, તમારી પોલિસીને નહીં.

અન્ય સમાચારો પણ છે...