દિલ્હીમાં ઓટોરિક્ષા ચલાવીને ઓફિસ જાય છે અમેરિકન ડિપ્લોમેટ:4 મહિલા રાજનાયકોએ બુલેટપ્રૂફ ગાડી છોડીને ઓટોરિક્ષા ખરીદી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતની રાજધાની દિલ્હીમાં આવેલી અમેરિકન એમ્બેસીની 4 મહિલા અધિકારી ઓટોરિક્ષા ચલાવીને ઓફિસ જાય છે. ખાસ વાત તો એ છે કે આ ઓટોરિક્ષા તેમનું પર્સનલ વાહન છે. આનાથી તેઓ ઓફિસ જાય છે.

એન એલ મેસન, રુથ હોલ્મ્બર્ગ, શરીન જે કિટરમેન અને જેનિફર બાયવાટર્સનું કહેવું છે કે ઓટોરિક્ષા ચલાવવી માત્ર મજેદાર જ નથી, બલકે આ એક ઉદાહરણ છે કે અમેરિકન અધિકારી પણ આમ જનતાની જેવા જ છે.

ઓટોરિક્ષાને આપ્યો પર્સનલ ટચ, બ્લૂ ટૂથ ડિવાઇસ લગાવ્યું
ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા આ અમેરિકન ડિપ્લોમેટ એન એલ મેસને કહ્યું- મેં ક્યારેય ક્લચવાળી ગાડીઓ નથી ચલાવી. હું હંમેશાં ઓટોમેટિક કાર જ ચલાવું છું. પરંતુ ભારત આવીને ઓટોરિક્ષા ચલાવવાનો એક નવો અનુભવ હતો. જ્યારે હું પાકિસ્તાનમાં હતી ત્યારે મોટી શાનદાર બુલેટપ્રૂફ કારમાં ફરતી હતી. તેનાથી ઓફિસ જતી હતી, પરંતુ જ્યારે હું બહાર ઓટોરિક્ષા જોતી હતી તો લાગતું હતું કે એક વાર આને ચલાવવી છે. એટલા માટે જેવી ભારત આવી તો એક ઓટોરિક્ષા ખરીદી લીધી. મારી સાથે રૂથ, શરીન અને જેનિફરે પણ ઓટોરિક્ષા ખરીદી.

મેસને કહ્યું- મને માતા પાસેથી ઇન્સ્પિરેશન મળ્યું. તે હંમેશાં કંઇક નવું કરતી રહેતી હતી. તેમણે મને હંમેશાં ચાન્સ લેવાનું શિખવાડ્યું. મારી દીકરી પણ ઓટોરિક્ષા ચલાવવાનું શીખી રહી છે. મેં ઓટોરિક્ષાને પર્સનલાઇઝ કરી છે. એમાં બ્લૂ ટૂથ ડિવાઇસ લગાવ્યું છે. એમાં ટાઇગર પ્રિન્ટવાળા પડદા પણ લાગેલા છે.

મેક્સિકન એમ્બેસેડરની પાસે પણ હતી ઓટોરિક્ષા
ભારતવંશી અમેરિકન ડિપ્સોમેટ શરીન જે કિટરમેનની પાસે પિંક કલરની ઓટોરિક્ષા છે. તેના રિવર-વ્યૂ મિરરમાં અમેરિકા અને ભારતનાં ધ્વજ લાગેલા છે. તેમનો જન્મ કર્ણાટકમાં થયો હતો. પાછળતી તે અમેરિકામાં વસી ગઇ. તેમની પાસે US સિટિજનશિપ છે.

તેમણે કહ્યું- મને ઇન્સ્પિરેશન એક મેક્સિકન એમ્બેસેડર મેલ્બા પ્રિઆથી મળ્યું હતું. 10 વર્ષ પહેલાં તેમની પાસે એક સફેદ રંગની ઓટોરિક્ષા હતી. તેમનો ડ્રાઇવર પણ હતો. જ્યારે હું ભારત આવી તો જોયું મેસનની પાસે ઓટોરિક્ષા છે. ત્યારે મેં એક ઓટોરિક્ષા ખરીદી લીધી.

લોકો સાથે મળવું તે એક પ્રકારની ડિપ્લોમેસીઃ રુથ હોલ્મ્બર્ગ
અમેરિકન અધિકારી રુથ હોલ્મ્બર્ગે કહ્યું- મને ઓટોરિક્ષા ચલાવવાનું પસંદ છે. હું માર્કેટ પણ આનાથી જઉં છું. અહીં લોકોને મળું છું. મહિલાઓ મને જોઇને મોટિવેટ પણ થાય છે. મારા માટે ડિપ્લોમેસી હાઇ લેવલ પર નથી. ડિપ્લોમેસીનો મતલબ છે લોકો સાથે મુલાકાત કરવી, તેમને જાણવા અને તેમની સાથે એક રિલેશનશિપ બિલ્ડ કરવી. આ બધું હું ઓટોરિક્ષા ચલાવતાં કરી શકું છું. હું રોજ લોકો સાથે મુલાકાત કરું છું. આ ડિપ્લોમેસી માટે જરૂરી છે.

નવી ચીજ શીખવી મુશ્કેલ નથીઃ જેનિફર બાયવાટર્સ
ઓટોરિક્ષા ચલાવાનો પોતાનો અનુભવ જણાવતાં જેનિફરે કહ્યું- મૈં લોકોની સારી વસ્તુ જોઇ છે. કેટલીક વાર લોકોને જાણવા માટે તમારે આઉટ ઓફ બોક્સ વિચારવું પડે છે. જ્યારે હું દિલ્હી આવી તો હું મેસનની સાથે ઓટોરિક્ષામાં જતી હતી. ત્યાર બાદ મેં મારી પોતાની ઓટોરિક્ષા ખરીદી લીધી. તેને ચલાવવી મુશ્કેલ હતી, પરંતુ મેં શીખી લીધી.

શીખવું એટલું મુશ્કેલ નથી પર સૌથી વધુ મુશ્કેલ આજુબાજુ ચાલતી ગાડીઓનું ધ્યાન રાખી ડ્રાઇવિંગ કરવામાં થાય છે. અહીં કોઇ પણ ક્યાંયથી પણ અચાનક આવી જાય છે. . એ ક્યારેક-ક્યારેક ડરામણું લાગે છે, પરંતુ એમાં ઘણી મજા આવે છે.

અન્ય સમાચારો પણ છે...