• Gujarati News
  • National
  • 4 Thugs Wearing Masks Broke Into Jewelers Shop, Shot In Chest Without Giving Locker Key

બિહારમાં લૂંટ અને હત્યાનો LIVE વીડિયો:માસ્ક પહેરીને 4 બદમાશો જ્વેલર્સની શોપમાં ઘૂસ્યા, લોકરની ચાવી ન આપતાં છાતીમાં ગોળી મારી દીધી

2 મહિનો પહેલા

બિહારના હાજીપુરમાં આવેલી નિલમ જ્વેલર્સના સંચાલક સુનિલકુમાર પ્રિયદર્શીની હત્યા 4 લૂંટારૂઓએ કરી હતી. ગુરૂવારે થયેલ લૂંટ વિથ મર્ડરની આ ઘટનામાં હવે સીસીટીવી પણ સામે આવ્યા છે. લૂંટ અને હત્યાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જો કે, ચાર દિવસ બાદ પણ પોલીસ હજુ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ત્રણ બાઈક સાથે 7 અપરાધીઓ બજારમાં પહોંચે છે. જેમાંથી ત્રણ આરોપીઓ નિલમ જ્વેલર્સની બહાર રેકી કરવા લાગે છે તો અન્ય 4 બદમાશો માસ્ક લગાવીને સીધા જ અંદર ધસી જાય છે. ગ્રાહકો કે જ્વેલર્સ માલિક પણ તેમનો ઈરાદો સમજી શક્યા નહોતા.

ગ્રાહકના વેશમાં 4 જણા ઘૂસ્યા હતા
4 બદમાશોએ દુકાનમાં ઘૂસીને પહેલાં તો સોનાની ચેન જોવા માટે માગી હતી. તેમને ત્રણથી ચાર ચેન ટ્રેમાં જોવા માટેપણ આપવામાં આવી હતી. જો કે, થોડી વાર બાદ લૂંટારૂઓએ વધુ વજનવાળી ચેન બતાવવાનું કહેતાં સુનિલે ભારે વજનની ચેઈન ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તરત જ એક બદમાશે અંદર રહેલા ગ્રાહક સાથે મારામારી કરીને તેમને શાંત રહેવાની સૂચના આપી હતી. તો અન્ય શખ્સોએ બંદૂક બહાર નીકળીને માલિક પર લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો. લાતો અને લાફાનો માર મારીને લોકરની ચાવી આરોપીઓએ માગી હતી. જોકે, સુનિલ કુમારે ન આપતાં તેમની છાતીમાં ગોળી મારીને જે સામાન હાથ લાગ્યો તે લૂંટીને બદમાશો ફરાર થઈ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...