અમરનાથમાં પવિત્ર ગુફા નજીક આવેલા પહાડો ઉપર મંગળવારે ભારે વરસાદ થયો છે. તેને લીધે બપોરના લગભગ 3 વાગે અમરનાથ ગુફા નજીક બનેલા તલાવો અને ઝરણાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 8 જુલાઈના રોજ થયેલા ભારે વરસાદથી જે પૂર આવેલું તેવી સ્થિતિ ન સર્જાય તે માટે ચાર હજારથી વધારે તીર્થયાત્રીઓને તાત્કાલિક ત્યાથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ તીર્થયાત્રીઓને પંચતરણી મોકલવામાં આવ્યા છે.
મંગળવારે યાત્રીઓના 26મા જથ્થામાં 2100 યાત્રી રવાના થયેલા
ભગવતી નગર બેઝ કેમ્પથી મંગળવારે 2100 તીર્થયાત્રીઓ સાથે 26મા જથ્થાને પવિત્ર ગુફા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધી જેટલા પણ જથ્થામાં યાત્રીઓ મોકલવામાં આવ્યા છે, તે પૈકી આ જથ્થામાં સૌથી ઓછા હતા. CRPFની સુરક્ષામાં 73 ગાડીનો કાફલો રવાના થયો હતો. તેમા 23 ગાડીમાં 815 તીર્થયાત્રી બાલટાલ માટે અને 49 ગાડીમાં 1 હજાર 374 તીર્થયાત્રી પહલગામ જવા રવાના થયા હતા.
8 જુલાઈના રોજ વાદળ ફાટવાથી પૂર આવેલું
અમરનાથ ગુફા પાસે 8 જુલાઈના રોજ વાદળ ફાટવાથી ઓચિંતા જ જે પૂર આવ્યું હતું તેમાં 15 તીર્થયાત્રીના મોત થયા હતા. સત્તાવાર માહિતી પ્રમાણે 29 જૂનથી અત્યાર સુધીમાં 1 લાખ 37 હજાર 774 તીર્થયાત્રી ભગવતી નગર બેઝ કેમ્પથી પવિત્ર ગુફાના દર્શન માટે મોકલવામાં આવેલ છે.
ગુફાના એક-બે દિમી ઘેરાવામાં વાદળ ફાડ્યું હતું
અમરનાથ ગુફા નજીક શુક્રવારે 8 જુલાઈના રોજ સાંજે 5:30 વાગે વાદળ ફાટ્યું હતું. જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફાની નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુ ઉપસ્થિત હતા. પહાડોમાંથી પાણીનો ભારે પ્રવાહ આવતા શ્રદ્ધાળુઓના આશરે 25 ટેન્ટ તણાઈ ગયા હતા. વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ખૂબ ઝડપથી ભરાવા લાગ્યું હતું અને અનેક લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. ITBPએ 15 હજાર લોકોનું રેસ્ક્યૂ કરાવ્યું હતું.
રક્ષાબંધન સુધી અમરનાથ યાત્રા ચાલે છે
પરંપરા પ્રમાણે અમરનાથ યાત્રા રક્ષાબંધન સુધી યોજાય છે. આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ છે. આ દિવસ સુધી શ્રદ્ધાળુઓને પવિત્ર ગુફા સુધી લઈ જવાની મંજૂરી હોય છે. ત્યારબાદ ભારે બરફ વર્ષાને લીધે ત્યારપછીના વર્ષ સુધી આ યાત્રાને બંધ રાખવામાં આવે છે. પ્રત્યેક વર્ષે યાત્રા શરૂ થાય તે અગાઉ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સમગ્ર માર્ગને સેનિટાઈઝ કરે છે અને શ્રદ્ધાળુઓ માટે આવશ્યક વ્યવસ્થા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.