ભારતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા 4 દિવસથી સતત અહીં કોરોનાના 4 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,489 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 2 જુને દેશમાં 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. 3 જુને 3,945 નવા કેસ અને 4 જુને 4,257 કેસ નોંધાયા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ 1.03% થઈ ગયો છે.
કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘટાડો
સારી વાત એ છે કે કોરોનાની સારવાર લઈ રહેલા 2,776 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દેશમાં હાલમાં કોરોનાનાં એક્ટિવ કેસ 24,397 છે. કોરોનાથી મૃત્યુ પામતાદર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 જૂને દેશમાં 10 દર્દીઓનાં મોત થયા હતા, જ્યારે 3 જૂને 25 અને 4 જૂને 15 લોકોના મોત નોંધાયા હતા. ગઈકાલે દેશમાં કોરોનાના 7 દર્દીઓના મોત થયા હતા. દેશમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 4.31 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 4.26 કરોડ સાજા થયા છે, જ્યારે 5.24 લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેરળમાં પોઝિટિવિટી રેટ ભયભીત કરી રહ્યા છે
જો રાજ્યોમાં કોરોનાના કેસની વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ 1,544 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 9.87% છે. મહારાષ્ટ્રમાં 1,494 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં 343 નવા કેસ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.