તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર:પુલવામામાં 4 આતંકી ઠાર, સેનાએ તે ઘરને જ બ્લાસ્ટથી ઉડાવી દીધું જેમાં આતંકીઓ છુપાયા હતા

શ્રીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેનાએ કાકાપોરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. -ફોટો-ફાઇલ - Divya Bhaskar
સેનાએ કાકાપોરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. -ફોટો-ફાઇલ
  • ઘટનાસ્થળ પરથી 4 આતંકીઓના મૃતદેહ અને 3 હથિયાર મળી આવ્યા
  • સેનાને કાકાપોરામાં સમબોરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી.

જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના કાકાપોરા વિસ્તારમાં સેનાએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ લગભગ 6 કલાક ચાલી હતી. પહેલા સમાચાર આવ્યા કે એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે બે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે, પરંતુ બાદમાં સુરક્ષાદળોએ તે ઘરને જ IED થી ઉડાવી દીધું હતુ જેમાં આતંકીઓ છુપાયા હતા. સ્થળ પરથી 4 આતંકીઓના મૃતદેહ અને 3 હથિયાર મળી આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ અથડામણ બાદ કેટલાક સ્થાનિક લોકોએ સેનાનો વિરોધ કર્યો હતો. તેમણે નિયંત્રિત કરવા માટે જવાનોએ કાર્યવાહી કરવી પડી હતી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે બપોરે કાકાપોરાના સમબોરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી.

આ સપ્તાહે બે આતંકી હુમલા થયા
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં સોમવારે આતંકીઓએ નગરપાલિકાની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું. હુમલાના સમયે ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક ચાલી રહી હતી. ફાયરિંગમાં કાઉન્સિલર રિયાઝ અહેમદનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ, જ્યારે કાઉન્સિલર શમસુદ્દીન ઘાયલ થયા હતા. હુમલામાં એક પોલીસકર્મી શફાદત અહેમદ પણ ઘાયલ થયા હતા. તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

રવિવારે અનંતનાગમાં પણ આતંકીઓએ સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બાંકર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે રસ્તા પર જઈને પડ્યો હતો, નેમા બે લોકોના મોત થયા હતા. આ ઘટના રવિવારે સાંજે લગભગ 7 વાગે અનંતનાગના સંગમ વિસ્તારમાં બની હતી.

ગત મહીને શ્રીનગરમાં પોલીસ પર જાહેરમાં ફાયરિંગ થયું હતુ
આ પહેલા ગત મહીને શ્રીનગરમાં એક આતંકીએ પોલીસ પર જાહેરમાં ફાયરિંગ કર્યું હતુ. તેમાં 2 જવાન શહીદ થયા હતા. ઘટના બાગત વિસ્તારના બારજુલ્લામાં બની હતી. હુમલો એક દુકાન પર લાગવાયેલા CCTVમાં કેદ થયો હતો.

CCTV ફૂટેજમાં નજરે પડી રહ્યું હતુ કે આતંકી કપડાંની અંદર રાઇફલ છુપાવીને આવ્યો અને એક દુકાન પર ઉભેલા કોન્સ્ટેબલ મોહમ્મદ યૂસુફ અને કોન્સ્ટેબલ સુહૈલ અહેમદ પર ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગ કર્યા બાદ આતંકી ફરાર થઈ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો