દિલ્હી:મોર્નિંગ વૉક પર નીકળેલાં 4 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

એક વર્ષ પહેલા

પરિવાર મોર્નિંગ વોક પર નીકળ્યો અને કાળમુખા ડમ્પરે ચાર લોકોને ચગદી નાખ્યા હતાં. ગમખ્વાર અકસ્માતના આ CCTV ફૂટેજ દિલ્હીથી સામે આવ્યા છે. અહીં નઝફગઢ વિસ્તારમાં વહેલી સવારે ડ્રાઇવરે 4 લોકો પર ડમ્પર ચઢાવી દીધું. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, પતિ-પત્ની બે બાળકો સાથે રોડ પર જઈ રહ્યા છે. આ દરમિયાન સામેથી આવતું ડમ્પર આ ચારેય લોકોને અડફેટે લે છે. ચારેય સભ્યોને કચડી નાખ્યા બાદ ડમ્પર રોડની સાઈડમાં પાર્ક કરેલી કારમાં ટકરાય છે. ડમ્પરની ટક્કરે એક પછી એક એમ ત્રણ કારને દૂર ફગાવી દે છે. આ તરફ ડમ્પરના વ્હીલમાં આવી જતાં ચારેય મૃતદેહ રોડ પર ફંગોળાઈ જાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સ્થળ પર હાજર લોકોએ પોલીસને જાણ કરતાં ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...