• Gujarati News
  • National
  • 4 People Arrested While Promising To Make Governor And Recruit In Government Department

100 કરોડમાં રાજ્યસભાની સીટ અપાવનારી ગેંગ પકડાઈ:રાજ્યપાલ બનાવવા અને સરકારી વિભાગમાં ભરતીનો વાયદો કરતા હતા, 4 લોકોની ધરપકડ

નવી દિલ્હી14 દિવસ પહેલા

100 કરોડમાં રાજ્યસભાની સીટ અપાવવા અને રાજ્યપાલ બનાવવાનો વાયદો કરનાર ગેંગ પકડાઈ છે. CBIએ આ મોટી કાર્યવાહીમાં 4થી વધુ લોકોની ધરપકડ કરી છે. CBI ટીમ છેલ્લાં કેટલાંક દિવસથી આ ગેંગ પર નજર રાખી રહી હતી.

પૈસાની લેવડદેવડ થાય તે પહેલાં CBIએ આરોપીને પકડી લીધા. તેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના બીજા સાથીઓના નામ પણ સામે આવ્યા છે. 4થી વધુ લોકો આરોપી છે. હાલ 100 કરોડ રકમમાં ડીલ થઈ હોવાની સામે આવી રહી છે.

ફોન ટેપ કરવાથી પુરાવાઓ મળ્યા
CBI અધિકારી છેલ્લાં કેટલાંક સપ્તાહથી ફોન ઈન્ટરસેપ્ટ કરીને કોલ સાંભળી રહ્યાં હતા. તો કેટલાંક દિવસોમાંથી આરોપીઓ પર વોચ પણ ગોઠવવામાં આવી હતી. ડીલ જ્યારે ફાઈનલ થવાની હતી ત્યારે આરોપીને દબોચી લેવામાં આવ્યા.

ચાર આરોપીઓની ઓળખ થઈ
CBIએ ચાર આરોપીઓની ઓળખ કરી છે. મહારાષ્ટ્ર નિવાસી કમલાકર પ્રેમકુમાર બાંદગર, કર્ણાટકમાં રહેતા રવિન્દ્ર વિઠ્ઠલ નાઇક, દિલ્હી નિવાસી મહેન્દ્રાપાલ અરોડા અને અભિષેક બૂરા આ ડીલમાં સામેલ હતા.

મહારાષ્ટ્રમાં ધારાસભ્યને 100 કરોડમાં મંત્રી બનાવવાની ઓફર આપી, 4ની ધરપકડ
મુંબઈમાં ભાજપના એક ધારાસભ્યને 100 કરોડ રૂપિયાના બદલામાં કેબિનેટ મંત્રી પદ અપાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસની ક્રાઈમ બ્રાંચના એન્ટી-એક્સટોર્શન સેલ (ACE)એ મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળમાં મંત્રી પદના નામે છેતરપિંડી કરવાના આરોપમાં 4 લોકોની ધરપકડ કરી છે. આ લોકોએ 3થી 4 ધારાસભ્યોની સામે આ પ્રકારની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...