તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 4 Patients Admitted To Covid Ward, One In Critical Condition; 80 Patients Were Shifted To Another Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજ્જૈનની ખાનગી હોસ્પિટલમાં આગ:કોવિડ વોર્ડમાં દાખલ 4 દર્દી ભડથું, એકની હાલત ગંભીર; 80 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા

ઉજ્જૈન7 દિવસ પહેલા
ફાયર બ્રિગેડની 4 ગાડીઓએ અડધો કલાકમાં આગને કાબૂમાં લીધી હતી.
  • આગ લાગી ત્યારે પણ ન વાગ્યો ફાયર એલાર્મ, ધુમાડો થતાં વોર્ડ બોય પહોંચ્યો
  • બે માળની હોસ્પિટલની ચારેય તરફ ધુમાડો ફેલાયો, ઘણા મશીનો અને ફર્નિચર સળગી ગયા

ઉજ્જૈનના ફ્રીગંજની ખાનગી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યે આગ લાગી હતી. આગમાં 4 દર્દીઓ ભડથું થઈ ગયા હતા. એકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઘટના સમયે હોસ્પિટલમાં 80 દર્દીઓ દાખલ હતા. તેમાં 24 કોવિડના દર્દીઓ હતા. તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.

ફ્રીગંજમાં પાટીદાર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નામથી ઉમાશંકર પાટીદારની હોસ્પિટલ છે. આ બે માળની ખાનગી હોસ્પિટલમાં જિલ્લાભરના દર્દીઓને આવે છે. રવિવારે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે હોસ્પિટલમાં બીજા માળે કોવિડ વોર્ડમાં સ્થિત વોર્ડ બોયે ધુમાડો વધતો જોઇને મેનેજમેન્ટને આ અંગેની જાણ કરી. જોત-જોતામાં જ હોસ્પિટલમાં ધુમાડો ફેલાઇ ગયો હતો. બારી તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂચના મળતાં ફાયર બ્રિગેડની 4 ગાડીઓએ અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

80 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા
હોસ્પિટલમાં દાખલ તમામ 80 દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં મહિલાઓ અને બાળકો સમેલ હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારો પણ હાજર હતા. લગભગ એક કલાકની જહેમત બાદ દર્દીઓને 20 એમ્બ્યુલન્સની મદદથી શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓમાંથી કેટલાકને આર.ડી.ગાર્ડી અને ગુરુનાનક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોવિડ વોર્ડના તમામ મશીનો અને ફર્નિચર આગમાં સળગી ગયું હતુ.

અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ હતી.
અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ હતી.

વાગ્યો નહીં અલાર્મ, ફાયર સેફ્ટી પર સવાલ
હોસ્પિટલમાં ફાયર અલાર્મની વ્યવસ્થા હતી, પરંતુ ઘટના સમયે ફાયર એલાર્મ વાગ્યો ન હતો. આ હોસ્પિટલની સલામતી અંગે સવાલ ઉભા કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે અગ્નિશામક સાધનો પણ સારા ન હતા. જો કે, હોસ્પિટલ મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો