તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 4 Km Long Lava Viewing Line: This Is Called 'Salwana'; The Boat Felt Like Swimming On The Highway

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:નવી મહામારીનો ખતરો ટાળવા પ્રયાસઃ લાવા જોવાની લ્હાયમાં 4 કિમી લાંબી લાઈન; આને કહેવાય ‘સલવાણા’, બોટ ગઈ હાઈવે પર તરવા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
જેના પર કોરોના મહામારી ફેલાવાનો આરોપ છે એવા જીવ ચામાચિડિયા પર સંશોધન કરી રહેલા ફિલીપ અલ્વાયોલાના હાથમાં એક ચામાચિડિયું દેખાય છે. - Divya Bhaskar
જેના પર કોરોના મહામારી ફેલાવાનો આરોપ છે એવા જીવ ચામાચિડિયા પર સંશોધન કરી રહેલા ફિલીપ અલ્વાયોલાના હાથમાં એક ચામાચિડિયું દેખાય છે.
  • યુરોપિયન દેશ આઈસલેન્ડમાં 800 વર્ષ પછી ફાટેલા જ્વાળામુખીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે

જેના પર કોરોના મહામારી ફેલાવાનો આરોપ છે એવા જીવ ચામાચિડિયા પર સંશોધન કરી રહેલા ફિલીપ અલ્વાયોલાના હાથમાં એક ચામાચિડિયું દેખાય છે જે ફિલિપાઈન્સના લાગુના પ્રાંતમાં સ્થિત લોસ બેનોસના માઉન્ટ મેકિલિંગ પર વસવાટ કરે છે. ફિલિપ આલ્વાયોલા ખુદને ‘વાયરસ હન્ટર્સ’ ગણાવતા સંશોધકોનાં એક ગ્રૂપમાં સામેલ છે. આ ગ્રૂપનો ઉદ્દેશ કોરોના પછીની સંભવિત મહામારીને અટકાવવાનો છે. તેઓ કહે છે કે અમે આ પ્રયાસ એટલે કરી રહ્યા છીએ કે ભવિષ્યમાં માનવજાત સામે ગંભીર મહામારીનો ખતરો ટાળી શકાય. તેમને કહેવા પ્રમાણે તેઓ અને તેમના સહયોગીઓ વાયરસ વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે અને જો આપણને એ ખ્યાલ આવશે કે વાયરસ ક્યાંથી આવ્યો તો તેને જિયોગ્રાફિકલી કેવી રીતે આઈસોલેટ કરી શકાય એ પણ જાણી શકાશે.

લાવા જોવાની લ્હાયમાં 4 કિમી લાંબી લાઈન

યુરોપિયન દેશ આઈસલેન્ડમાં 800 વર્ષ પછી ફાટેલા જ્વાળામુખીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. લોકો વાહન લઈને જ્વાળામુખીના મુખ સુધી પહોંચી રહ્યા છે. લોકો 1150 ડિગ્રી સેલ્સિયસ પર ધગધગતા લાવા પાસે ફોટોશૂટ પણ કરાવી રહ્યા છે. સાઈક્લિંગ અને સ્ટંટ કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે જ્વાળામુખી 19 માર્ચે ફાટ્યો હતો, ત્યારથી તેને જોવા 50 હજારથી વધુ લોકો પહોંચી ચૂક્યા છે. સ્થિતિ એવી છે કે જ્વાળામુખી સુધી જનારા રોડ પર 4-4 કિ.મી. લાંબી લાઇન લાગી રહી છે. લોકોની વધતી સંખ્યાને જોતા સુરક્ષાકર્મીઓ પણ તહેનાત કરાયા છે.

આને કહેવાય ‘સલવાણા’!

સુએઝ કેનાલમાં એક કન્ટેનર જહાજને આડા ફાટવાની જબરી સજા મળી છે અને હવે કેનાલમાં આડું થઈને ‘સલવાઈ’ ગયું છે. આ કન્ટેનરના વાંકે અન્ય અનેક જહાજોને ‘ડામ’ જેવી સ્થિતિ છે. કેમકે એવરગ્રીન નામનું વિશાળ કન્ટેનર જહાજ કેનાલમાં ફસાયા પછી અન્ય તમામ જહાજોને આ કેનાલમાં પ્રવેશવાથી રોકી દેવાયા છે અને ફસાયેલા જહાજને ખસેડાવામાં સપ્તાહો લાગી શકે છે.

બોટ નીકળી હાઈવે પર તરવા

અમેરિકાના ફ્લોરિડામાં 40 ફૂટ લાંબી બોટ હાઇવે પર ‘પાર્ક’ થતાં રસ્તો 8 કલાક સુધી બંધ રહ્યો. બોટ દરિયામાં 50 નોટિકલ માઇલ (અંદાજે 90 કિ.મી.)ની ઝડપે દોડી રહી હતી ત્યારે જ પાઇલટે કાબૂ ગુમાવતાં બોટ બીચ કૂદીને હાઇવે પર પહોંચી ગઇ. દુર્ઘટના સમયે બોટ પર 5 લોકો સવાર હતા પણ કોઇને ઇજા નથી પહોંચી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો