તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 4 Friends Preparing For Army Recruitment Crushed By Cement Truck, Bodies Had To Be Exhumed With The Help Of JCB

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક જ બાઈક પર જઈ રહેલા 4 મિત્રોના મોત:સેનામાં ભરતી માટે તૈયારી કરી રહેલા 4 મિત્રને સિમેન્ટના ટ્રકે કચડ્યા,JCBની મદદથી મૃતદેહો કાઢવા પડ્યા

નાગોર (રાજસ્થાન)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક રાહુલ, સાંવરા રામ, સોનુ અને અરવિંદ (ડાબેથી જમણી બાજુ) - Divya Bhaskar
મૃતક રાહુલ, સાંવરા રામ, સોનુ અને અરવિંદ (ડાબેથી જમણી બાજુ)

રાજસ્થાનના નાગોરમાં એક માર્ગ અકસ્માતમાં 4 મિત્રોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. ચારેય મિત્ર એકજ બાઈક પર સવારી કરી જઈ રહ્યા હતા. હાઈવે પર સિમેન્ટની બેગથી ભરેલી ખૂબ જ ઝડપથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી દીધી હતી. ટક્કર વાગતા બાઈક અને ચારેય મિત્રો નીચે પડી ગયા હતા,જેમની ઉપર ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. આ ઘટનામાં ચારેય મિત્રના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ઘટના કેટલી ભયાનક હતી તે એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલાક કલાકો બાદ મૃતદેહોને બહાર કાઢી શકાયા હતા. ઘટના બાદ ટ્રાઈવર ટ્રક છોડીને ભાગી ગયો હતો.

આ ઘટના બુધવારે સાંજે લગભગ 8 વાગે નાગોરના ડેગાના-ખાટૂ હાઈવે પર લંગોડ પાસે આ ઘટના થઈ હતી. દુર્ઘટનામાં રાહુલ(17), સાંવરારામ (23), સોનુ (22) અને અરવિંદ (21)ના મોત નિપજ્યા હતા. આ ચારેય મિત્રો એક બાઈક પર જઈ રહ્યા હતા. આ મિત્રો કોઈના લગ્ન પ્રસંગમાં ભાગ લઈ પરત ફરી રહ્યા હતા.

દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મોડી રાત્રે જેસીબીની મદદથી ટ્રક વચ્ચે ફસાયેલા મૃતદેહોને કાઢ્યાં. આજે સવારે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવા માટે પરિવારોને સોંપી દેવામાં આવ્યો છે.

ઘટના સ્થળે ટક્કર વાગેલુ બાઈક
ઘટના સ્થળે ટક્કર વાગેલુ બાઈક

અરવિંદ ત્રણેયને છોડી પોતાના ગામ જવાનો હતો
જાણકારી પ્રમાણે અરવિંદ લગ્નમાં ભાગ લીધા બાદ તેના બાઈકમાં તેના ગામ રાવલિયાવાસ છોડવા જઈ રહ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ગામ જવાનો હતો. પણ માર્ગમાં તેના બાઈકની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ. માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે આવી ગયા હતા. ત્રણ મૃતક એક જ ગામ રાવલિયાવાસના રહેવાસી હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો