• Gujarati News
  • National
  • A B.sc Student Was Beaten To Death In The General Rakshak, And Water Was Also Given To Prevent Him From Dying Quickly

હરિયાણામાં બદમાશોની ક્રૂરતા:સામાન્ય રકઝકમાં Bscના વિદ્યાર્થીની માર મારીને હત્યા કરાઈ, ઝડપથી મૃત્યુ ન પામે એ માટે તેને વચ્ચે વચ્ચે પાણી પણ આપ્યું હતું

મહેન્દ્રગઢ9 દિવસ પહેલા
  • આ મામલામાં મહેન્દ્રગઢ પોલીસે 6 વ્યક્તિ પર હત્યાનો કેસ નોંધ્યો છે
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ ખૂબ માર મારવાને કારણે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું

હરિયાણાના મહેન્દ્રગઢમાં એક પછાત જાતિના વિદ્યાર્થી પર લાકડીથી હુમલો કરવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. હુમલા દરમિયાન ઘાયલ થયેલો વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે. વાઈરલ વીડિયોમાં બદમાશો હુમલો કરવાની સાથે-સાથે વિદ્યાર્થીને વચ્ચે-વચ્ચે પાણી પિવડાવતા દેખાઈ રહ્યા છે.

ઘટના 9 ઓક્ટોબરની છે. જોકે વીડિયો હવે પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં મહેન્દ્રગઢ પોલીસે 6 વ્યક્તિ પર હત્યાનો કેસ નોંધ્યો છે. એક આરોપી વિક્કી ઉર્ફે ફૂકરાની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૌરવનું મૃત્યુ ખૂબ માર મારવાને કારણે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

માર મારવા દરમિયાન આરોપીઓ ગૌરવને વચ્ચે-વચ્ચે પાણી પીવડાવતા રહ્યાં, જેથી તે ઝડપથી મૃત્યુ ન પામે.
માર મારવા દરમિયાન આરોપીઓ ગૌરવને વચ્ચે-વચ્ચે પાણી પીવડાવતા રહ્યાં, જેથી તે ઝડપથી મૃત્યુ ન પામે.

એક આરોપી વીડિયો બનાવી રહ્યો હતો, બાકીના મારતા હતા
મહેન્દ્રગઢ જિલ્લાના ગામ બવાનાનો રહેવાસી 18 વર્ષીય ગૌરવ યાદવ 9 ઓક્ટોબરની બપોરે મહેન્દ્રગઢથી બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં જ ગામ માલડામાં નહેરની પાસે રવિ કેપ્ટન, અજય અને મોહન સહિત 10થી વધુ લોકોએ અટકાવ્યો હતો. ગૌરવ કોઈ વાત સમજે એ પહેલાં જ બદમાશોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો.

હુમલામાં ઘાયલ ગૌરવે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.
હુમલામાં ઘાયલ ગૌરવે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.

હાથ જોડીને દયા કરવા વિનંતી કરી રહ્યો હતૌ ગૌરવ
ગૌરવ હાથ જોડીને ન મારવા માટે વિનંતી કરી રહ્યો હતો, જોકે આરોપીઓ સતત તેને મારી રહ્યા હતા. આરોપીઓએ થોડીવાર રોકાયા પછી ગૌરવને પાણી પીવડાવ્યું અને ફરી મારવાનું શરૂ કર્યું હતું. એમ કહેવાઈ રહ્યું છે કે તે પછી બદમાશો તેને એક હોટલની પાછળ લઈને ગયા. અહીં ગૌરવને ખરાબ રીતે માર મારવામાં આવ્યો. પછીથી આરોપીઓ તેને છોડીને ફરાર થઈ ગયા હતા. ગૌરવના પરિવારના સભ્ય તેને હોસ્પિટલ લઈને ગયા, જ્યાં તેનુ તે જ દિવસે મૃત્યુ થયું.

આરોપીઓ અટકી-અટકીને ગૌરવ પર હુમલો કરી રહ્યા હતા.
આરોપીઓ અટકી-અટકીને ગૌરવ પર હુમલો કરી રહ્યા હતા.

રવિ સાથે થયો હતો ગૌરવનો ઝધડો
સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરે વિસ્તારમાં દેવી જાગરણ થઈ રહ્યું હતું. અહીં ગૌરવ અને રવિ ઉર્ફે લંગડાની વચ્ચે કોઈ વાત પર બોલાચાલી થઈ હતી. વાઈરલ વીડિયોમાં રવિની ખરાબ રીતે મારપીટ અને ગાળા-ગાળા કરાઈ એ દેખાઈ રહ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે 3 અલગ-અલગ ટીમની રચના કરી છે.
થોડા દિવસ પહેલાં આવો જ એક વીડિયો રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પીલીબંગામાં પ્રેમપુરામાં પ્રકાશમાં આવ્યો હતો. આ વાઈરલ વીડિયોમાં પણ હુમલાખોર આ પ્રકારે જ પીડિતને વચ્ચે-વચ્ચે પાણી પીવડાવીને મારતા દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...