તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4 Days After Rumors Of Death, Chhota Raj Was Given Coronation And Shifted From AIIMS To Tihar Jail.

ડોન હજુ જીવે છે:મોતની અફવાના 4 દિવસ બાદ છોટા રાજને આપી કોરોનાને મ્હાત, AIIMSમાંથી તિહાડ જેલ શિફેટ કરવામાં આવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો 2015નો છે, જ્યારે ઈન્ડોનેશિયામાં છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. - Divya Bhaskar
ફોટો 2015નો છે, જ્યારે ઈન્ડોનેશિયામાં છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજને કોરોના સામેની જંગ જીતી લીધી છે. તેને મંગળવારે AIIMSમાંથી ડિસ્ચાર્જ કરી ફરી તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો છે. છોટા રાજનને તિહાડની જેલ નંબર 2માં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. કોરોના થવાને કારણે રાજનની 22 એપ્રિલથી જેલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે તબિયત બગડતા તેને 25 એપ્રિલે AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન 7 મેનાં રોજ છોટા રાજનના મોતની અફવા ઉડી હતી. જે બાદ તે દિવસે જ AIIMS દ્વારા આ સમાચારનું ખંડન કરીને જણાવાયું હતું કે તે ન માત્ર જીવીત છે, પરંતુ રિકવર પણ થઈ રહ્યો છે. મોતની અફવા ઉડ્યાને 4 દિવસ બાદ હવે રાજન કોરોના સામે જંગ જીતીને પરત આવી ગયો છે.

નાયર ગેંગથી શરૂ થઈ ક્રિમિનલ લાઈફ, ઓળખાવવા લાગ્યો છોટા રાજનના નામથી
છોટા રાજનનું સાચું નામ રાજેન્દ્ર સદાશિવ નિખલજે છે. તેનો જન્મ મુંબઈના ચેમ્બુર વિસ્તારના તિલક નગરમાં થયો હતો. સ્કૂલ છોડ્યા બાદ છોટા રાજન મુંબઈમાં ફિલ્મની ટિકિટ બ્લેક કરતો હતો. આ વચ્ચે તે રાજન નાયર ગેંગમાં સામેલ થઈ ગયો. અંડરવર્લ્ડની દુનિયામાં નાયરને 'બડા રાજન'ના નામથી ઓળખવામાં આવતો હતો.

સમયની સાથે રાજેન્દ્ર (છોટા રાજન) બડા રાજનનો નજીકનો માણસ બન્યો અને તેના મોત પછી ગેંગનો ચીફ બની ગયો. છોટા રાજન જ્યારે ફરાર હતો, ત્યારે તેના પર ભારતમાં 65થી વધુ ક્રિમિનલ કેસ દાખલ થઈ ગયા હતા. આ મામલામાં ગેરકાયદે વસૂલી, ધમકી, મારપીટ અને હત્યાના પ્રયાસ જેવા ગુના હતા. તેના પર 20થી વધુ લોકોના મર્ડરનો આરોપ પણ લાગ્યો. તે જર્નાલિસ્ટ જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી સાબિત થયો. આ મામલામાં તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

દાઉદની મિત્રતાથી તાકાત વધી, 1993 બ્લાસ્ટ પછી દુશ્મની થઈ
રાજન નાયર ગેંગમાં કામ કરતા સમયે તેને છોટા રાજનથી લોકો બોલાવવા લાગ્યા. આ દરમિયાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમથી તેની ઓળખાણ થઈ. દાઉદની સાથે આવ્યા બાદ તેનો ક્રાઈમ ગ્રાફ વધી ગયો હતો. બંને સાથે મળીને મુંબઈમાં વસૂલી, હત્યા, સ્મગલિંગ જેવા કામ કરવા લાગ્યા હતા. 1988માં રાજન દુબઈ ચાલ્યો ગયો હતો.

ફોટો છોા રાજનના લગ્ન સમયનો છે. જેમાં તે દાઉદની સાથે જોવા મળી રહ્યો છે. આ તે જ સમય હતો જ્યારે દાઉદ અને છોટા રાજન મળીને ગુનાઓ કરતા હતા.
ફોટો છોા રાજનના લગ્ન સમયનો છે. જેમાં તે દાઉદની સાથે જોવા મળી રહ્યો છે. આ તે જ સમય હતો જ્યારે દાઉદ અને છોટા રાજન મળીને ગુનાઓ કરતા હતા.

જે બાદ દાઉદ અને રાજન દુનિયાભરમાં ગેરકાયદે કામ કરવા લાગ્યા, પરંતુ બાબરી કાંડ પછી 1993માં જ્યારે મુંબઈમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા તો રાજને પોતાનો રસ્તો અલગ કરી લીધો. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે આ કાંડમાં દાઉદનો હાથ છે, તો તે તેનો દુશ્મન બની ગયો. તે પોતે દાઉદથી અલગ થઈને નવી ગેંગ બનાવી. 27 વર્ષ સુધી ફરાર રહ્યાં બાદ છોટા રાજનને નવેમ્બર 2015માં ઈન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો.