તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 390 People From 9 Societies In Mumbai Caught In Fake Vaccination Scam; Fake Vaccines Were Brought From MP's Satna

વેક્સિનેશનમાં પણ ખોટું:મુંબઈની 9 સોસાયટીના 390 લોકોને ફેક વેક્સિન લગાડવાનું કૌભાંડ ઝડપાયું; MPના સતનામાંથી લાવ્યા હતા નકલી વેક્સિન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જે બાદ તેઓને 25 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા - Divya Bhaskar
ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જે બાદ તેઓને 25 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા

મુંબઈની હીરાનંદાની સોસાયટીમાં નકલી વેક્સિનેશન ડ્રાઈવ ચલાવીને 390 લોકોને ઈન્જેક્શન લગાડનાર 4 આરોપીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક મોટી હોસ્પિટલનો કર્મચારી પણ સામેલ છે. આ નકલી વેક્સિન કૌભાંડનો માસ્ટરમાઈન્ડ એક 10મું ફેઈલ શખ્સ છે. વેક્સિનનો જુગાડ કરવા અને કેમ્પની જવાબદારી સંભાળવાનું કામ તેને જ સંભાળ્યું હતું. જે લોકોને પકડવામાં આવ્યા છે, તેમાંથી એક શખ્સ મધ્યપ્રદેશનો રહેવાસી છે. જેને MPના સતનાથી ફેક વેક્સિનની સપ્લાઈ કરી હતી.

તપાસમાં તે વાત પણ સામે આવી છે કે આરોપીઓએ 9 સોસાયટીમાં આ રીતે નકલી વેક્સિનેશન કેમ્પ લગાવ્યા હતા. વેક્સિન લગાડ્યા બાદ કોઈ પણ વ્યક્તિને તાવ કે થાકના લક્ષણ ન જોવા મળ્યા તો તેઓને શંકા થઈ. જે બાદ સોસાયટીના અધિકારીઓએ પોલીસને ફરિયાદ કરી હતી.

સીલ તૂટેલી વેક્સિન, સર્ટિફિકેટ પણ નકલી
મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે કહ્યું કે આ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન સરકાર કે BMC દ્વારા કરાયું ન હતું. અત્યાર સુધીમાં તેમના દ્વારા અધિકૃત સોર્સથી વેક્સિન ખરીદી હોય તેવા કોઈ પુરાવા પણ નથી મળ્યા. તપાસમાં તે વાત પણ સામે આવી છે કે લોકોને જે વેક્સિન લગાડવામાં આવી તેના સીલ પહેલેથી જ તૂટેલા હતા. જેના મજબૂત પુરાવા મળ્યા છે કે લોકોને જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા, તે પણ ફેક હતા અને તેને હોસ્પિટલની ID ચોરીને તૈયાર કરવામાં આવ્યા હતા.

10મું ફેઈલ છે માસ્ટરમાઈન્ડ
સાવંતે જણાવ્યું કે આ સમગ્ર ગેમનો સૂત્રધાર એક 10મું ફેઈલ શખ્સ છે. તે 17 વર્ષથી મેડિકલ ફીલ્ડમાં કામ કરે છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ કેટલાંક લોકો રડારમાં છે. જે દરમિયાન આ નકલી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાં એક પણ ક્વોલિફાઈડ ડોકટર હાજર ન હતો. એક શખ્સની ધરપકડ મધ્યપ્રદેશના સતનાથી થઈ છે. 9 અન્ય જગ્યાએ પણ પોલીસ તપાસ માટે જશે.

BJP નેતાએ કાર્યવાહીની માગ કરી
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે વેક્સિનેશન કૌભાંડમાં BMCના લોકો સામેલ છે. કાંદિવલી ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોગસ આધાર કાર્ડ બનાવીને 18થી 22 વર્ષ સુધીના લોકોને વેક્સિન લગાડવામાં આવી. આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની પણ તેઓએ માગ કરી છે.

30 મેનાં રોજ હીરાનંદાનીમાં થયો હતો કેમ્પ
આ પહેલાં સોસાયટીમાં રહેતા લોકો હિતેશ પટેલે જણાવ્યું કે 30 મેનાં રોજ હીરાનંદાની હાઉસિંગ સોસાયટી પરિસરમાં 390 લોકોને કોવિશીલ્ડની વેક્સિન લગાડવામાં આવી. દરેક ડોઝ માટે 1260 રૂપિયા વસૂલવામાં આવ્યા. સોસાયટી દ્વારા કુલ 4 લાખ 91 હજાર 400 રૂપિયા ચુકવવામાં આવ્યા. તેઓએ જણાવ્યું કે રાજેશ પાંડે નામની એક વ્યક્તિએ પોતાને કોકિલાબહેન અંબાણી હોસ્પિટલનો પ્રતિનિધિ ગણાવતા સોસાયટી કમિટીના સભ્યો સાથે સંપર્ક કર્યો હતો. આ અભિયાનનું સંચાલન સંજય ગુપ્તાએ કર્યું, જ્યારે મહેન્દ્ર સિંહ નામના વ્યક્તિએ સોસાયટીના સભ્યો પાસેથી પૈસા લીધા હતા.

ન મેસેજ આવ્યો, ન ફોટો લેવા દીધો
પાટિલે જણાવ્યું કે વેક્સિન લગાડવામાં આવ્યા બાદ અમારા મોબાઈલ પર કોઈ પણ પ્રકારનો મેસેજ આવ્યો ન હતો. આ ઉપરાંત વેક્સિન લગાડવામાં આવી ત્યારે અમને સેલ્ફી કે ફોટો પાડવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. સોસાયટીના એક અન્ય સભ્ય રૂષભ કામદારે કહ્યું કે વેક્સિન લગાડવામાં આવ્યા બાદ કોઈને પણ રિસિવ્ડ કે સર્ટિફિકેટ અપાયા ન હતા. 10-15 દિવસ બાદ પ્રમાણપત્ર આવ્યા તો અલગ-અલગ હોસ્પિટલ જેવી કે નાણાંવટી, લાઈફ લાઈન, નેસ્કો BMC વેક્સિનેશન કેન્દ્રના આપવામાં આવ્યા હતા. આ મામલામાં સંબંધિત હોસ્પિટલનો સંપર્ક કર્યો તો તેઓએ કોઈ સોસાયટીને વેક્સિન ઉપલબ્ધ ન કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...