• Gujarati News
  • National
  • 38696 New Patients Were Found And 40020 Were Cured, After 3 Consecutive Days Increase In Active Cases Decreased By 1951

દક્ષિણ ભારતને ભીંસમાં લેતો કોરોના:કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સતત વધી રહ્યા છે કેસ, ગુજરાતમાં હજી રાહત; નિષ્ણાતો કહે છે, આ ત્રીજી લહેર નથી

એક વર્ષ પહેલા
  • કેરળમાં રોજ 22 હજાર દર્દી કર્ણાટકમાં 1800 જેટલા દર્દીઓ નોંધાય છે

દક્ષિણ ભારતમાં કેરળ પછી હવે એનાં પાડોશી રાજ્ય કર્ણાટક અને તામિલનાડુમાં દરરોજના કેસોમાં વધારો નોંધાયો છે. એની અસર તામિલનાડુના પાડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં જોવા મળી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં મે મહિનાથી દરરોજના કેસોમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય રાજ્યમાં સંક્રમણની વૃદ્ધિ એકસાથે શરૂ થઈ છે.

બીજી તરફ, કેરળમાં હજી પણ દરરોજના અંદાજે 22 હજારથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. નવા સંક્રમિતોમાં કેરળ પછી મહારાષ્ટ્ર બીજા નંબરનું રાજ્ય છે. ત્યાં પણ 20 જુલાઈ પછી 5 ઓગસ્ટે ફરી 9 હજારથી વધુ દર્દી મળ્યા હતા. દેશના 70% નવા કેસો કેરળ-મહારાષ્ટ્રમાં મળી રહ્યા છે.

એક્સપર્ટ વ્યુ: નવા કેસો જરૂર વધ્યા, પરંતુ એને ત્રીજી લહેરના કહી શકાય
નેશનલ કોવિડ ટેક્નિકલ ટાસ્કફોર્સના સભ્ય પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડી પ્રમાણે તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભલે કેસોની સંખ્યા વધી રહી છે, પરંતુ એને ત્રીજી લહેરની શરુઆત કહેવું યોગ્ય નથી. દર્દીઓની વધતી સંખ્યામાં ગતિ ધીમી છે.

રેડ્ડીએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થાય ત્યારે જ કહી શકાય, જેમ કે કોઈ રાજ્યમાં એક જ સપ્તાહમાં કેસોની સંખ્યા બમણી થઈ જાય. પરંતુ દક્ષિણનાં આ રાજ્યોમાં હજી એ પ્રમાણે કેસોમાં વધારો નોંધાયેલો નથી

કર્ણાટકમાં શુક્રવારે દેશમાં ત્રીજા ક્રમના સૌથી વધુ નવા દર્દીઓ મળ્યા
કર્ણાટકમાં શુક્રવારે 1,805 નવા કોરોના દર્દીઓ નોંધવામાં આવ્યા હતા. 1,854 લોકોએ કોરોનાને હરાવ્યો હતો, જ્યારે 36 દર્દીનાં મોત થયાં હતાં. 24,328 સક્રિય કેસ છે.

રાજ્યમાં પોઝિટિવિટી રેટ 31 જુલાઈથી 6 ઓગસ્ટ વચ્ચે 1.2 ટકા રહ્યો છે, એટલે કે એક સપ્તાહમાં પરીક્ષણ કરાયેલા દર 100 સેમ્પલમાંથી 1.2 સેમ્પલ પોઝિટિવ મળ્યાં હતાં. દર એક લાખ વસતિમાં લગભગ 60,111 હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દર 1 લાખ વસતિમાંથી 4,431 લોકોને કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

તામિલનાડુમાં 20 હજાર એક્ટિવ કેસો
તામિલનાડુમાં શુક્રવારે 1,985 નવા સંક્રમિતો નોંધાયા. 1,908 લોકોએ કોરોનાને હરાવ્યો, જ્યારે 30 દર્દીઓનાં મોત થયાં. અહીં 20,185 એક્ટિવ કેસો છે.

રાજ્યમાં પોઝિટિવિટી રેટ 31 જુલાઈથી 6 ઓગસ્ટ વચ્ચે 1.3 ટકા રહ્યો છે. સપ્તાહમાં પરીક્ષણ કરાયેલાં દર 100 સેમ્પલમાંથી 1.3 સેમ્પલ પોઝિટિવ મળ્યાં હતાં. દર એક લાખ વસતિમાં લગભગ 50,692 હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દર 1 લાખ વસતિમાંથી 3,397 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

આંધ્રપ્રદેશમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 2.6%
આંધ્રપ્રદેશમાં શનિવારે 2,209 નવા સંક્રમિતો નોંધાયા. 1,896 લોકોએ કોરોનાને હરાવ્યો, જ્યારે 22 દર્દીઓનાં મોત થયાં. અહીં 20,593 એક્ટિવ કેસો છે.

રાજ્યમાં પોઝિટિવિટી રેટ 31 જુલાઈથી 6 ઓગસ્ટ વચ્ચે 2.6 ટકા રહ્યો છે. સપ્તાહમાં પરીક્ષણ કરાયેલાં દર 100 સેમ્પલમાંથી 2.6 સેમ્પલ પોઝિટિવ મળ્યાં હતાં. કેરળમાં પોઝિટિવિટી રેટ 12.2 ટકા અને મહારાષ્ટ્રમાં 3.2 ટકા છે. દર એક લાખ વસતિમાં લગભગ 47,927 હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દર 1 લાખ વસતિમાંથી 3,788 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

દેશમાં કોરોના
દેશમાં કોરોનાના કેસોમાં શુક્રવારે સંક્રમિતોની સંખ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 38,696 નવા સંક્રમિતો અને 616 વ્યક્તિનાં મોત નોંધાયાં છે. આ જ રીતે એક્ટિવ કેસોમાં 1,951નો ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં સતત 3 દિવસથી એક્ટિવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હતો.

રોજના કેસોમાં સૌથી વધુ કેસ ધરાવતા કેરળમાં પણ શુક્રવારે નજીવો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યાં 19,948 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, 19,480 દર્દી સાજા થયા અને 187 સંક્રમિતે મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેરળમાં બમણા કેસો આવવાની સંભાવના
કેરળનાં સ્વાસ્થ્યમંત્રી વીણા જોર્જે કહ્યું હતું કે આવનારા કેટલાક દિવસોમાં કોરોના કેસો બમણા થઈ જવાની સંભાવના છે. ત્યાં કેટલાક જિલ્લાઓમાં R- વેલ્યુ 1થી વધુ હોવાથી આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં પહેલેથી જ દરરોજ 20,000 કેસો નોંધાઈ રહ્યા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ: 38,696

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 40,020

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 616

અત્યારસુધીમાં કુલ કેસ: 3.19 કરોડ

અત્યારસુધી સાજા થયા: 3.10 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 4.27 લાખ

સારવાર હેઠળ દર્દીઓ: 4.06 લાખ

8 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 8 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે, જેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં લોકડાઉનની જેમ જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

23 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે. એમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

પ્રમુખ રાજ્યોની સ્થિતિ

1. કેરળ
શુક્રવારે અહીં 19,948 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. 19,480 લોકો સાજા થયા અને 187 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 35.13 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 33.17 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 17,115 લોકોનાં મોત થયાં છે. હાલમાં 1.78 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. મહારાષ્ટ્ર
શુક્રવારે અહીં 5,539 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 5,859 લોકો સાજા થયા અને 187 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 63.41 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 61.30 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.33 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 74,483 દર્દી સારવાર હેઠળ છે.

3. દિલ્હી
શુક્રવારે દિલ્હીમાં 44 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 41 લોકો સાજા થયા અને 5 દર્દીઓનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 14.36 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 14.11 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 25,060 દર્દીનાં મોત થયાં છે. અહીં 516 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

4. ઉત્તરપ્રદેશ
શુક્રવારે 40 લોકો પોઝિટિવ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન 79 લોકો સજા થયા અને 1 વ્યક્તિનું મોત થયું હતું. અત્યારસુધીમાં રાજ્યમાં 17.08 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.85 લાખ સાજા થયા છે, જ્યારે 22,771 દર્દીનાં મોત થયાં છે. અહીં 619 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

5. ગુજરાત
શુક્રવારે રાજ્યમાં 23 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 24 લોકો સાજા પણ થયા અને 1 વ્યક્તિનું મૃત્યુ નોંધાયુ છે. અત્યારસુધીમાં લગભગ 8.25 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 8.14 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,077 દર્દીનાં મોત થયાં છે. અહીં 204 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ
અહીં શુક્રવારે 18 નવા કેસ નોંધાયા હતા અને 12 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં રાજ્યમાં 7.91 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 10,514 લોકો મૃત્યુ પામ્યા છે, 158 દર્દી સારવાર હેઠળ છે.

7. રાજસ્થાન
અહીં શુક્રવારે 20 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. આ દરમિયાન 18 લોકો સાજા થયા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.53 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 9.44 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,954 દર્દીનાં મોત થયાં છે. હાલમાં 233 દર્દીની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...