કોરોનાથી આજે 6 મોત / ઈંદોરમાં 35 વર્ષના યુવકનું મોત, દેશમાં કોરોનાથી સૌથી નાની ઉંમરમાં મૃત્યુનો આ પ્રથમ કેસ, કુલ 19 મોત

35-year-old youth dies in Indore
X
35-year-old youth dies in Indore

  • કર્ણાટકમાં કોરોના વાઈરસથી 2 લોકોના મોત થયા, પ્રથમ મોત કલબુર્ગીમાં થયુ
  • બુધવારે 3 મોત થયાઃ મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં મૃત્યુની પ્રથમ ઘટના સામે આવી
  • આ અગાઉ મહારાષ્ટ્રમાં 9 દિવસની અંદર કોરોના પોઝિટિવ 4 લોકોના મોત થયા હતા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 09:44 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ 27 રાજ્યમાં પહોંચી ગયું છે. સંક્રમિતોની સંખ્યા પણ 650 પાર થઈ ગઈ છે. 16 દિવસમાં 19 પોઝિટિવ દર્દીના મોત થયા છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 35 વર્ષના દર્દીનું મોત થયું છે. દેશમાં આટલી નાની ઉંમરમાં કોરોનાથી મોતની આ પ્રથમ ઘટના છે. મધ્ય પ્રદેશ ઉપરાંત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષિય દર્દી, મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષિય વૃદ્ધ, ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષિય વૃદ્ધ તથા રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 75 વર્ષની મહિલાનું મોત થયું છે.

9 દર્દીને અગાઉ સુગર કે અન્ય બીમારી હતી

મદુરાઈના દર્દીને લાંબા સમયથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની સમસ્યા હતી. તમિલનાડુમાં કોરોનાથી આ પ્રથમ મોત થયું છે. આ અગાઉ મંગળવારે મહારાષ્ટ્રમાં એક સંક્રમિતનું મોત થયું હતું. તે 63 વર્ષના વૃદ્ધનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા હતી. અત્યાર સુધીમાં જે લોકોના મોત થયા છે. તેમાંથી 9 વ્યક્તિ સુગર, બ્લડપ્રેશર કે અન્ય કોઈ બીમારી ધરાવતા હતા.

તારીખ જગ્યા ઉંમર બીમારી
10 માર્ચ કલબુર્ગી (કર્ણાટક) 75 વર્ષ ડાયાબિટીસ
13 માર્ચ દિલ્હી 68 વર્ષ ડાયાબિટીસ
17 માર્ચ મુંબઈ (મહારાષ્ટ્ર) 64 વર્ષ ડાયાબિટીસ
18 માર્ચ નવાંશહેર (પંજાબ) 70 વર્ષ ડાયાબિટીસ
22 માર્ચ મુંબઈ (મહારાષ્ટ્ર) 63 વર્ષ ડાયાબિટીસ
21 માર્ચ પટના (બિહાર) 38 વર્ષ કિડનીની સમસ્યા
24 માર્ચ મુંબઈ (મહારાષ્ટ્ર) 63 વર્ષ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર
25 માર્ચ મદુરાઈ (તમિલનાડુ) 54 વર્ષ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર
26 માર્ચ મુંબઈ (મહારાષ્ટ) 65 વર્ષ હાઈ બ્લડપ્રેશર

અત્યાર સુધીમાં 50થી ઓછી ઉંમરના ફક્ત બે વ્યક્તિના મોત થયા

સોમવારે બંગાળમાં 57 વર્ષિય આધેડનું અને હિમાચલ પ્રદેશમાં અમેરિકાથી પરત ફરેલા તબ્બતના નાગરિકનું મોત થયુ હતું. ગત રવિવારે મુંબઈમાં 63 વર્ષના દર્દીનું મોત થયુ હતું. તે દિવસે જ પટનામાં 38 વર્ષિય દર્દીનું મોત થયુ હતું. તેઓ ડાયાબિટીસના દર્દી હતા. તેમની કિડની પણ ખરાબ હતી. 50 વર્ષથી ઓછી ઉંમરના મોતનો આ પ્રથમ કેસ હતો. મુંગેરના રહેવાસી સૈફ તાજેતરમાં જ કતારથી પરત આવ્યા હતા. 20 માર્ચના રોજ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 50થી ઓછી ઉંમરના દર્દીના મોતની આ બીજી ઘટના મધ્ય પ્રદેશમાંથી સામે આવી છે. તે 35 વર્ષના યુવક હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી