• Gujarati News
  • National
  • 35 Dismembered Bodies With Not One But Many Weapons; Delhi Police Seized 5 Knives Of 5 To 6 Inches Length

શ્રદ્ધા મર્ડર કેસ:અનેક હથિયાર વડે કર્યા બોડીના 35 ટુકડા; પોલીસે 6 ઈંચ લાંબા 5 ચાકુ જપ્ત કર્યા, મહારાષ્ટ્રમાં મોબાઈલની શોધખોળ

12 દિવસ પહેલા

શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસે શ્રદ્ધાની બોડીના ટુકડા કરવા માટે વાપરેલા હથિયારને કબ્જે કર્યા છે. આરોપી આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે કરવતની સાથે એક મોટી છરીનો ઉપયોગ કર્યો હતો. પોલીસે શ્રદ્ધાના શરીરને કાપવા માટે વપરાતી 5 મોટી છરી કબજે કરી છે, જે ઘરના કિચનમાં વપરાતી છરીથી અલગ છે. આ છરી ખૂબ જ તીક્ષ્ણ છે જેની લંબાઈ લગભગ 5-6 ઈંચ છે. આ પાંચેય છરીને જપ્ત કરી તપાસ માટે મોકલી દેવામાં આવી છે. જો કે હજુ સુધી પોલીસ મોટી કરવત રિકવર કરી શકી નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેના શરીરના ટુકડા કરવા માટે એકથી વધુ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આફતાબની બોડી લેંગ્વેજ ખૂબ જ સામાન્ય છે અને તેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેણે કોઈની આટલી ક્રૂરતાથી હત્યા કરી છે. આફતાબ પોલીસ પૂછપરછમાં નહીં પણ કોઈ સંબંધી સાથે વાત કરી રહ્યો હોય તેવું નિવેદન આપી રહ્યો છે. તે ખૂબ જ સરસ અને સામાન્ય છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આફતાબ પોલીસને જે કંઈ પણ કહી રહ્યો છે તે પોલીસ તેને સત્ય માની રહી નથી.

ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીથી થયો ખુલાસો
પોલીસને આફતાબના મોબાઈલ અને લેપટોપ પરથી જાણવા મળ્યું છે કે તે હત્યા પહેલા અને પછી ઇન્ટરનેટ પર સર્ચ કરતો હતો. તેની ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીમાં સામે આવ્યું કે તે દરરોજ રાત્રે 'કટ બોડી ફાઉંડ, હાઉ ટુ કટ હ્યુમન બોડી કટ' વગેરે સર્ચ કરતો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે આફતાબે ઇન્ટરનેટ પર સૌથી વધુ કટ બોડી ફાઉંડ સર્ચ કરતો હતો. આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસને આફતાબ વિરૂદ્ધ કરેલા શ્રદ્ધાના ફરિયાદ પત્રમાં મહારાષ્ટ્ર પોલીસને આફતાબ વિરુદ્ધ આપેલા ફરિયાદ પત્ર અનુસાર આફતાબ શ્રદ્ધાને મારી નાખવાની અને તેના ટુકડા કરવાની ધમકી આપતો હતો.

ભાયંદર ખાડીમાં આફતાબનો મોબાઈલ ફોન ટ્રેસ કર્યો

શ્રદ્ધા મર્ડર કેસમાં મહારાષ્ટ્ર અને દિલ્હીની પોલીસે મહારાષ્ટ્રના ભાયંદર ખાડીમાં આફતાબનો મોબાઈલ ફોન ટ્રેસ કર્યો હતો. અંધારા બાદ શોધખોળ બંધ કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે આફતાબને ગયા મહિને વસઈની માણિકપુર પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો, ત્યારબાદ તેણે તેના બે મોબાઈલમાંથી એક અહીં ફેંકી દીધો હતો.

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ
ગુરુવારે આફતાબ અમીન પૂનાવાલાની પોલીગ્રાફ ટેસ્ટનો બીજો તબક્કો થયો હતો. આ ટેસ્ટ દિલ્હીના રોહિણી વિસ્તારની ફોરેન્સિક લેબમાં લગભગ 8 કલાક સુધી ચાલ્યો હતો. શરદી અને તાવના કારણે બુધવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ શક્યો ન હતો. પોલીગ્રાફ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નાર્કો કરવામાં આવશે.

પીટીઆઈના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હું સમગ્ર મામલે નજર રાખી રહ્યો છું. જેણે પણ શ્રધ્ધાની હત્યા કરી છે તેને ટૂંક સમયમાં સખત સજા કરવામાં આવશે. દિલ્હી પોલીસ આ માટે સતત કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...