દેશમા રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે હળવો વરસાદ પડ્યો છે. પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણ રમણીય બન્યું છે. આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે રવિવારે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહીત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શુક્રવારે કરા સાથે વરસાદ પડ્યો હતો.
રાજઘાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી કેટલાક દિવસો સુધી પણ આવું જ વાતાવરણ રહેશે. હરિયાણાના કૈથલ, નરવાનામાં વીજળીના કડાકા- ભડાકા સાથે વરસાદ અને દિલ્હીમા અલીપુર, કરાવલ નગર વિસ્તારમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.
બિહારનાં 26 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશનાં 33 જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાનું એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ મધ્યપ્રદેશમાં પણ 20 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાનું અને અનેક સ્થળોએ કરા પડવાનું પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં વરસાદની તસવીરો...
ઉત્તરપ્રદેશનાં 33 જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાનું એલર્ટ
ઉત્તરપ્રદેશમાં હવામાન સતત ત્રીજા દિવસે પણ બદલાયેલું રહ્યું છે. શનિવારે 33 જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે મોડી સાંજે લલિતપુર અને ઝાંસીમાં કરા પડ્યા હતા. લલિતપુર કરા પડતા જમીન પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી. અહીં કરા સાથે વરસાદ પડતા ખેતરમાં કાન કરી રહેલા 5 ખેડૂતો ઘાયલ થયા હતા. જ્યારે, ખેડૂતોના પાકના પણ ભારે નુકશાન થયું છે.
બિહારના 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
બિહારમાં પણ વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વિજળીના કડાકા અને કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. પટના હવામાન વિભાગે શનિવારે બિહારના 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, આ તરફ 12 જિલ્લામાં હળવો વરસાદ અને વિજળી પડવા અંગેનું પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
MPમાં 20 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અડધાથી વધુ મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદ પડશે. કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. અનેક શહેરમાં પવનની ગતિ 75Km પ્રતિ કલાકની રહી શકે છે. શનિવારે પણ ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન અને ચંબલમાં વરસાદ પડશે. હવામાન વૈજ્ઞાનિકોએ પણ કરા અને ભારે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજસ્થાનમાં વિજળી પડતા બાળક સહીત ત્રણના મોત
રાજસ્થાનમાં પલટાયેલું હવામાન ખેડૂતોને નુકશાન કરી રહ્યું છે. શુક્રવારે નાગૌર અને પાલીમાં ભારે વરસાદમાં વીજળી પડવાને કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે, ખેતરમાં કામ કરી રહેલા 10 ખેડૂતો ગંભીર રીતે દાઝી ગયા હતા. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જયપુર-જોધપુરમાં બપોર પછી અંધકારભર્યું વાતાવરણ છવાઈ ગયું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.