તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 3.10 Lakh New Cases In 24 Hours, The Lowest In The Last 25 Days; 4,075 People Died And 3.62 Lakh Were Cured

આવી ગઈ આશાની દવા:DRDOએ બનાવેલી કોરોના ડ્રગ 2DGનો પહેલો જથ્થો કાલે લોન્ચ થશે, દર્દીઓ માટે 10 હજાર પેકેટ મળશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • રાહતની વાત છે કે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે
  • દિલ્હી-હરિયાણામાં 24 મે સુધી પ્રતિબંધો યથાવત રહેશે

DRDOની એન્ટી કોરોના ડ્રગ 2DGના 10,000 પેકેટ ઈમરજન્સી યુઝ માટે રિલીઝ કરવામાં આવ્યા છે. જેને સોમવારથી દર્દીઓને આપવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાણકારી આપવામાં આવી કે 10ઃ30 વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી દવાની પહેલી બેંચ રિલીઝ કરશે.

આ દવાને DRDOના ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સેસ (INMAS)એ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝની સાથે મળીને બનાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્વાસ્થ્ય મંત્રી પણ દર્દીઓની નવી દવા આપવાના પ્રસંગે હાજર રહી શકે છે.

બે રાજ્યમાં લોકડાઉન એક સપ્તાહ વધ્યું
દિલ્હી અને હરિયાણામાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. બન્ને રાજ્યોમાં હવે 24 મે સુધી નિયંત્રણો જારી રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટરે રવિવારે આ અંગે જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું કે કોરોનાને કાબૂમાં લેવા માટે 17 મેના રોજ પૂરા થનારા લોકડાઉનને 24 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અમે વેક્સિનની અછત અંગે કેન્દ્રને પત્ર લખ્યો છે. જ્યારે ખટ્ટરે કહ્યું કે આ વખતે લોકડાઉમાં વધારે કડકાઈ રાખવામાં આવશે.

લોકડાઉનની સફળતા અંગે જણાવતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદથી નવા કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા બે-ત્રણ દિવસમાં સંક્રમણનો દર પણ ઘટતો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આ અમારા માટે સારા સંકેત છે.

​​​​​​​ગઇકાલે 3.10 લાખ કેસ
દેશમાં હવે કોરોનાની બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે. ગઇકાલે દેશમાં 3 લાખ 10 હજાર 580 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. છેલ્લા 25 દિવસમાં આ આંકડો સૌથી ઓછા છે. આ પહેલા 20 એપ્રિલે 2 લાખ 94 હજાર 378 નવા કેસ નોંધાયા હતા.

જો કે, મોતનો આંકડો હજી પણ ચિંતાનો વિષય છે. દેશમાં શનિવારે કોરોનાને કારણે 4,075 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મે મહિનામાં આ છઠ્ઠી વખત છે, જ્યારે એક દિવસમાં ચાર હજારથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

રાહતની વાત એ પણ છે કે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગઇકાલે કુલ 3 લાખ 62 હજાર 367 લોકોએ કોરોનાને માટ આપી હતી. આ રીતે, એક્ટિવ કેસ એટલે કે સારવાર આપવામાં આવતા દર્દીઓની સંખ્યામાં 55,931 નો ઘટાડો થયો છે. આ વર્ષે એક્ટિવ કેસોમાં આ સૌથી મોટો ઘટાડો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.10 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,075
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.62 લાખ
  • અત્યાર સુધીમાં કુલ કેસ: 2.46 કરોડ
  • અત્યાર સુધી સાજા થયા: 2.07 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.70 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 36.13 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 19 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. આમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા અને પુડુચેરી સામેલ છે. અહીં પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે.

13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશમાં 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોના અપડેટ્સ

  • એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે મ્યુકોરમાઈકોસિસ બીમારીમાં ચહેરા, આંખ અથવા મગજને અસર કરી શકે છે. આનાથી આંખની રોશની પણ જઈ શકે છે. મ્યુકોરમાઈકોસિસના કણો માટી, હવા અને ખોરાકમાં પણ હોઈ શકે છે. કોરોના પહેલાં મ્યુકોરમાઈકોસિસના કેસો ભાગ્યે જ જોવા મળતા હતા, પરંતુ કોરોનાને કારણે વધ્યા છે.
  • આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 15 મે સુધીમાં 45 કે તેથી વધુ વયના 13.74 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 11.11 કરોડને પ્રથમ ડોઝ મળ્યો અને 2.63 કરોડ લોકોને બંને ડોઝ મળ્યા છે. જ્યારે, 18 થી 44 વર્ષના 42.59 લાખ લોકોને પહેલો ડોઝ પહેલેથી મળી ચૂક્યો છે.
  • યુપીની યોગી સરકારે 5 મી વખત લોકડાઉન વધાર્યું છે. રાજ્યમાં હવે 24 મે સુધી લોકડાઉન રહેશે. શનિવારે સાંજે યોગી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ યુપીમાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં શનિવારે 34,848 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 59,073 લોકો સ્વસ્થ થયા અને 960 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 53.44 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાં 47.67 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 80,512 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 4.94 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
શનિવારે 12,513 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 28,404 લોકો સાજા થયા અને 281 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.09 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 14.14 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 17,238 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં, 1.77 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં શનિવારે 6,430 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 11,592 લોકો સ્વસ્થ થયા અને 337 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 13.87 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી, 12.99 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 21,244 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 66,295 ની સારવાર કરવામાં આવી રહી છે.

4. છત્તીસગઢ
શનિવારે 7,664 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 13,098 લોકો સ્વસ્થ થયા અને 129 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.07 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.85 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 11,590 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.10 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
શનિવારે રાજ્યમાં 9,061 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 15,076 લોકો સ્વસ્થ થયા અને 95 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.44 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.24 લાખ લોકો સાજા થયા છે, 9,039 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં, 1.11 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ
શનિવારે રાજ્યમાં 7,571 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 11,973 લોકો સ્વસ્થ થયા અને 72 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.24 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.24 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,913 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 99.970 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.