તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસદનું ચોમાસું સત્ર LIVE:મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા ઉભા થયા તો વિપક્ષે નારેબાજી કરી, હોબાળાના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • સંસદનું આ ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે

આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા માટે ઊભા થયા હતા, ત્યારે વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થયાના 8 મિનિટ પછી પણ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતો હતો. આ વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિરોધ વ્યક્ત કર્યો તો વિપક્ષના સાંસદોએ વધારે હોબાળો અને નારેબાજી કરી હતી. સંસદમાં વિપક્ષનો ભારે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

હોબાળા અને વિરોધ વિશે મોદીએ કહ્યું કે, મને લાગતું હતું કે, આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે. કારણકે બહુ મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈઓ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદનો મોકો મળ્યો છે. તેમનો પરિચય કરાવવાનો આનંદ થથો, પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતના દીકરા મંત્રી બને તે અમુક લોકોને ગમ્યુ નથી. તેથી તેમનો પરિચય પણ કરાવવા નથી દેતા.

સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ પહેલાં સંસદ પરિસરમાં મીડિયા સાથે ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, 'હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે તેઓ સતત પ્રશ્નો પૂછે, વારંવાર સવાલો પૂછે, પરંતુ શાંત વાતાવરણ જાળવી રાખે. સરકારને પણ જવાબ આપવા માટે પૂરતી તક આપે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સરકાર દેશના લોકો જે જવાબ ઇચ્છે છે એનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અંદરની વ્યવસ્થા પહેલાંની જેવી નથી. દરેક જણ સાથે મળીને બેસીને કામ કરશે, કેમ કે લગભગ દરેકનું વેક્સિનેશન થઈ ગયું છે. સંસદના ચોમાસુ સત્રમાં 2 નાણાકીય સહિત કુલ 31 બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

મોદીએ કહ્યું- વિપક્ષ તીખામાં તીખા સવાલ પૂછે, પણ સરકારને જવાબ આપવા માટે તક પણ આપે
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિપક્ષ તીખામાં તીખા સવાલ પૂછે, પરંતુ સરકારને જવાબ આપવા માટેની તક પણ આપે, જેથી દેશની જનતા સુધી સરકારનો અવાજ પહોંચે.

40 કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલી બની ગયા
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે હું આશા કરું છું કે દરેકે વેક્સિનનો એક ડોઝ લઈ લીધો હશે, તમામ સાંસદો અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે. વેક્સિન લાગ્યા પછી તમે બાહુબલી બની જાઓ છો. અત્યારસુધીમાં 40 કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલી બની ગયા છે.

સંસદમાં ગુંજશે Pegasus હેકિંગ વિવાદ, રાહુલે સરકારને ઘેરી
સંસદના ચોમાસા સત્રમાં આ વખતે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર લડાઇ થવાની સંભાવના છે. સત્રની શરૂઆત પહેલાં જ એક એવો મુદ્દો સામે આવ્યો છે, જેને બધાને હચમચાવી નાખ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે Pegasus સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતમાં ઘણા પત્રકારો, રાજકારણીઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. આ ઘટસ્ફોટ અંગે સોમવારે સંસદમાં હંગામો થવાની સંભાવના છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સરકાર પર કટાક્ષ કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે 'તેઓ' શું વાંચે છે, જે પણ તમારા ફોનમાં છે. વિપક્ષના આકરા વલણથી સ્પષ્ટ છે કે સરકારને આ મુદ્દે સંસદમાં પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે.

સરકારનો પ્રયાસ છે કે સત્રમાં હંગામો ન થાય, કેમ કે વિપક્ષ ખેડૂતોના આંદોલન અને કોરોના બહાને સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહ્યો છે. રવિવારે મળેલી સર્વપક્ષીયની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર સંસદમાં સાર્થક ચર્ચા માટે તૈયાર છે.

વડાપ્રધાન 20 જુલાઈએ કોરોના પર વાત કરશે
બેઠકમાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી 20 જુલાઇએ સંસદ ભવનના એનિક્સમાં બંને ગૃહોના સાંસદોને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ કોરોના પર વાત કરશે. વિરોધ પક્ષોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે તેને સંસદનાં ધોરણોને બાયપાસ કરવાનો પ્રયાસ ગણાવ્યો. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે, તેથી વડાપ્રધાને ગૃહમાં બોલવું જોઈએ.

વિપક્ષ ખેડૂતોના આંદોલન અને કોરોના બહાને સરકારને ઘેરી લેવાની તૈયારીમાં છે.
વિપક્ષ ખેડૂતોના આંદોલન અને કોરોના બહાને સરકારને ઘેરી લેવાની તૈયારીમાં છે.

વિપક્ષી પાર્ટીઓનાં સૂત્રોનું કહેવું છે કે નેતાઓએ જોશીના પ્રસ્તાવને નકારી દીધો છે. કેટલાક લોકોએ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સૂચન પણ કર્યું હતું. CPI(M)ના જનરલ સેક્રેટરી મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે તે હંમેશાંથી પાર્ટીની તે સ્થિતિ રહી છે કે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે સરકારે જે કાંઈ કહેવાનું હોય એ ગૃહમાં કહી શકે છે.

વિપક્ષની માગ - વડાપ્રધાને ગૃહમાં બોલવું જોઈએ
યેચુરીએ કહ્યું હતું કે સરકારે તેમ કરવું યોગ્ય નથી. જો સંસદનું અધિવેશન હોય તો સરકાર જે કંઇપણ રાખવા માગે છે એ સંસદની અંદર જ કરવું પડે છે. જ્યારે ઓ બ્રાયને દાવો કર્યો હતો કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, બસપાના સતીષ મિશ્રા સહિત બેઠકમાં હાજર તમામ વિપક્ષી નેતાઓએ સંસદની બહાર સંબોધન કરવાના સૂચનને નકારી દીધું હતું. આ બેઠકમાં 33 પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.

લોકસભા અધ્યક્ષ સત્રના એક દિવસ પહેલાં સાંસદોને મળ્યા હતા
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ચોમાસુ સત્ર પૂર્વે રવિવારે લોકસભામાં પાર્ટીઓના નેતાઓને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે સત્ર કોવિડ પ્રોટોકોલ મુજબ ચાલશે. આ સમય દરમિયાન નાના પક્ષોને પણ પુષ્કળ સમય આપવામાં આવશે. છેલ્લી વખતે તમામ પક્ષોની મદદથી 122% કામ કરવામાં આવ્યું હતું.

13 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં કુલ 31 બિલ રજૂ કરવામાં આવી શકે છે.
13 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં કુલ 31 બિલ રજૂ કરવામાં આવી શકે છે.

ખેડૂત આંદોલનનો મુદ્દો છવાયેલો રહેશે
નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 22 જુલાઈથી સંસદની બહાર વિરોધ કરવાની ચેતવણી આપી છે. રવિવારે તેમણે આ મુદ્દે દિલ્હી પોલીસ સાથે બેઠક કરી હતી. એના પછી ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું હતું કે અમે પોલીસને કહ્યું છે કે 22 જુલાઈએ 200 લોકો સંસદ જશે અને ત્યાં ખેડૂત સંસદ ચલાવશે. અમે ક્યારેય સંસદને ઘેરાવ કરવાની વાત કરી નથી. આશા છે કે અમને મંજૂરી આપવામાં આવશે.

બીજી તરફ અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે તમામ પક્ષોએ કહ્યું છે કે ખેડૂત આંદોલન મોટો મુદ્દો છે. એનો ઉકેલ લાવવામાં આવે. લોકોના પ્રશ્નો ઉકેલાય ત્યારે જ ગૃહ ચાલશે.

પ્રદર્શનકારીઓ માટે પોલીસ તૈયાર છે
દિલ્હી પોલીસે ચોમાસુ સત્ર દરમિયાન ખેડૂત સંસદ ઘેરાવને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોનાં 7 મેટ્રો સ્ટેશન (જનપથ, લોક કલ્યાણ માર્ગ, પટેલ ચોક, રાજીવ ચોક, સેન્ટ્રલ સચિવાલય, મંડી હાઉસ, ઉદ્યોગ ભવન) પર નજર રાખવા અને જો જરૂરી લાગ્યું હોય તો તેમને બંધ કરવા માટે પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...