• Gujarati News
  • National
  • 3.05 Lakh New Cases, 435 Deaths In Last 24 Hours; IIT Madras Report The Third Wave Will Reach Its Peak In Next 14 Days

કોરોના દેશમાં LIVE:છેલ્લા 24 કલાકમાં 3.06 લાખ નવા કેસ, 439નાં મોત; IIT મદ્રાસનો રિપોર્ટ- આગામી 14 દિવસમાં ત્રીજી લહેર એની પીક પર પહોંચશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • દેશમાં હાલમાં 22.49 લાખ એક્ટિવ કેસ છે

દેશમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. રવિવારે 3 લાખ 6 હજાર 64 કોરોનાના નવા કેસ મળ્યા હતા. આ દરમિયાન 2.43 લાખ લોકો સાજા થયા હતા, જ્યારે 439 લોકોનાં મોત થયાં છે. ગત દિવસની સરખામણીએ નવા સંક્રમિતોમાં લગભગ 28 હજારનો ઘટાડો થયો છે.

શનિવારે 3 લાખ 33 હજાર 533 કોરોનાના નવા દર્દી મળ્યા હતા. આ દરમિયાન 2.59 લાખ લોકો સાજા થયા હતા, જ્યારે 525 લોકોનાં મોત થયાં હતાં. એના એક દિવસ પહેલાં શુક્રવારે 3.37 લાખ સંક્રમિત જોવા મળ્યા અને 488 લોકોનાં મોત થયાં. ગુરુવારે 3.47 લાખ લોકો સંક્રમિત મળ્યા અને 703 લોકોનાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં હાલમાં 22.43 લાખ એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના પર એક નજર

  • કુલ કેસઃ 39542435
  • કુલ સાજા થયા: 36793087
  • કુલ મૃત્યુઃ 489844

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક હજી આવી નથી
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક હજી આવી નથી. જો તમે અમેરિકા અને દક્ષિણ આફ્રિકાની કોરોનાની લહેર પર નજર નાખો તો બંને દેશમાં ઓમિક્રોન વેરિયન્ટવાળી લહેરમાં જ રોજના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આવું જ બીજા ઘણા દેશોમાં પણ છે, જ્યારે ભારતમાં બીજી લહેરની સરખામણીમાં હજુ પણ ઓછા કેસ મળી રહ્યા છે.

IIT મદ્રાસના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક 14 દિવસમાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે કોરોનાના કેસો 6 ફેબ્રુઆરી સુધીમાં એટલે કે એ 2 અઠવાડિયાંમાં એની પીક પર પહોંચી જશે. અભ્યાસ મુજબ, સંક્રમણ દર જણાવતી R વેલ્યુ 14થી 21 જાન્યુઆરીની વચ્ચે 2.2થી ઘટીને 1.57 થઈ ગઈ છે. એવામાં ત્રીજી લહેર આગામી 14 દિવસમાં એની પીક પર પહોંચવાની ધારણા છે.

IIT મદ્રાસના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક આગામી 14 દિવસમાં આવશેં
IIT મદ્રાસના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક આગામી 14 દિવસમાં આવશેં

કોરોના અપડેટ્સ...

  • ઉત્તરાખંડમાં રવિવારે કોરોનાના 3,727 નવા કેસ નોંધાયા છે. 5 લોકો મૃત્યુ પામ્યા, 1,270 સાજા થયા. કુલ એક્ટિવ કેસ 31,310 છે.
  • આસામમાં રવિવારે કોરોનાના 2,277 નવા કેસ અને 13 મૃત્યુ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન પોઝિટિવિટી દર 12.57% હતો.
  • જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે 6,253 કોવિડના નવા કેસ નોંધાયા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 42,866 છે.
  • હિમાચલ પ્રદેશમાં રવિવારે કોવિડના 755 નવા કેસ નોંધાયા, 1,227 રિકવરી અને 2 મૃત્યુ નોંધાયા. એક્ટિવ કેસની સંખ્યા 16,821 છે.
  • આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,440 નવા કેસ જોવા મળ્યા છે. 3,969 સાજા થયા અને 4 મૃત્યુ નોંધાયા હતા. એક્ટિવ કેસ 83,610 છે.
  • સંસદભવન સંકુલમાં અત્યારસુધીમાં કુલ 875 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યસભા સચિવાલયમાં અત્યારસુધીમાં 271 લોકો સંક્રમિત જોવા મળ્યા છે.
અન્ય સમાચારો પણ છે...