તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 300 Kashmiri Doctors Living Abroad Are Treating Patients Of The Country For Free 24 Hours A Day, 20 Thousand People Have Benefited

મુશ્કેલીમાં પોતાનાઓની મદદ:વિદેશમાં રહેતા 300 કાશ્મીરી ડોક્ટર 24 કલાક દેશના દર્દીઓની મફત સારવાર કરી રહ્યા છે, 20 હજાર લોકો ઉઠાવી ચૂક્યા ફાયદો

શ્રીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરમાં રમઝાન મહિનામાં નમાઝ અદા કરતો એક શિકારાવાળો. - Divya Bhaskar
શ્રીનગરમાં રમઝાન મહિનામાં નમાઝ અદા કરતો એક શિકારાવાળો.
  • આ ડોક્ટર સાઉદી અરબ, દુબઈ, અમેરિકા, બ્રિટન, કનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રહે છે અને જુલાઈથી અત્યારસુધી 20 હજારથી વધુ દર્દીઓને ફ્રીમાં ઓનલાઈન કન્સલ્ટન્સી આપી ચૂક્યા છે

કોરોના મહામારીને કારણે દેશમાં લોકો સારવાર માટે પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલોના ચક્કર કાપી રહ્યા છે. આ દરમિયાન વિદેશોમાં બેઠેલા ભારતીય ડોક્ટરોએ મદદ માટે હાથ લંબાવ્યા છે. વિદેશમાં રહી રહેલા 300 કાશ્મીરી ડોક્ટર 24 કલાક લોકોને મફ્ત સારવાર આપી રહ્યા છે.

આ ડોક્ટર સાઉદી અરબ, દુબઈ, અમેરિકા, બ્રિટન, કનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રહે છે અને જુલાઈથી અત્યારસુધી 20 હજારથી વધુ દર્દીઓને ફ્રીમાં ઓનલાઈન કન્સલ્ટન્સી આપી ચૂક્યા છે. કોવિડની બીજી લહેરમાં રોજ 500 લોકો એનો લાભ ઉઠાવી રહ્યા છે. આ ડોક્ટર એહસાસ ઈન્ટરનેશનલ NGOની સાથે જોડાઈને કાશ્મીર હેલ્થકેર સપોર્ટ ગ્રુપ નામથી દિવસ-રાત લોકોની મદદ કરી રહ્યા છે.

આ રીતે એક્સપર્ટ કરી રહ્યા છે સારવાર
એમાં હાર્ટ રોગ એક્સપર્ટ, હાડકાંના રોગના એક્સપર્ટથી લઈને દરેક પ્રકારના એક્સપર્ટ ડોક્ટર છે. ખાડીમાં સેવા આપી રહેલા વરિષ્ઠ કાર્ડિએક એનેસ્થેસિયોલોજિસ્ટ ડો.અલ્તાફ કહે છે કે શરૂઆતમાં થોડા ડોક્ટર જોડાયા હતા. પછીથી ખાડીમાં સેવા આપતા ડોક્ટર તેમાં જોડાતા ગયા. તેઓ કહે છે કે મહામારી દરમિયાન હોસ્પિટલોમાં દર્દીઓનું જવાનું શક્ય નથી. એવામાં અમે ચિકિત્સા સલાહ આપીએ છીએ, રોગીઓમાં જાગૃતિ પેદા કરીએ છીએ અને ઈ-પ્રિસ્ક્રિપ્શન આપીએ છીએ. ગંભીર દર્દીઓને તાત્કાલિક મદદ મળે એના માટે પણ સિસ્ટમ બનાવી છે. અમે પ્રત્યેક દર્દીઓનો રેકોર્ડ રાખીએ છીએ, જેથી આગામી વખતે પણ તેને તે જ ડોક્ટર પાસેથી સલાહ મળે, જેણે તે દર્દીને અગાઉ જોયો હતો. વધુ મામલા કોવિડ, કિડની, ડાયાબિટિસ, બ્લડપ્રેશર સાથે સંબંધિત આવે છે.

સાઉદીના ડોક્ટરે 10 દિવસમાં સાજા કર્યા
આ સુવિધાનો લાભ ઉઠાવનારા 27 વર્ષની ફરાહ કહે છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ખાસી અને તાવ આવ્યો. પછી કોવિડ ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો. ઘરડાં માતા-પિતાને મારે હોસ્પિટલ લઈ જવા શક્ય ન હતાં. મેં એહસાસ ઈન્ટરનેશનલના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો, જ્યાં સાઉદીના ડોક્ટર સાથે મને જોડવામાં આવ્યો. ડોક્ટરોએ મને બે સપ્તાહ ઓનલાઈન સલાહ આપી, દવાઓ આપી. મારું મનોબળ વધ્યું. 10 દિવસ પછી હું સાજો થઈ ગયો અને મારો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો. એહસાસ ઈન્ટરનેશનલના પ્રતિનિધિ હકીમ મો.ઈલિયાસ જણાવે છે કે તેમણે ડોક્ટરોના રોસ્ટર બનાવ્યા છે, જે 24 કલાક ઉપલબ્ધ રહે છે.

વેલનેસ સેન્ટરમાં એન્ટરટેઇન્મેન્ટ અને સ્પોર્ટ્સની પણ સુવિધા
સંસ્થાએ શ્રીનગર નિગમના સહયોગી સાથે કોવિડ-19ના રોગીઓ માટે 50-50 બેડવાળા ત્રણ વેલનેસ સેન્ટર બનાવ્યાં છે. તેમાં ઓક્સિજન-સિલિન્ડર, ઈન્ટરનેટ સુવિધા, એલસીડી પ્રોજેક્ટર સિવાય દર્દીઓના મનોરંજન માટે ઈન્ડોર ખેલ સુવિધાઓ હશે. અહીં હજી હાઉસને પણ કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું છે.