આંધ્ર પ્રદેશમાં અમાનવીય ઘટના:પશ્ચિમ ગોદાવરીમાં પંચાયતના આદેશ પર 300 કૂતરાઓને ઝેરી ઈન્જેક્શન આપી મારી નંખાયા, એક સાથે ખાડામાં દાટ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંધ્ર પ્રદેશમાં પ્રાણીઓ પર હિંસાની દિલ હચમચાવીદે તેવી ઘટના સામે આવી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના લિંગાપાલમ ગામની પંચાયતના સભ્યોએ આશરે 300 કૂતરાઓને ઝેરી ઈન્જેકશન આપીને મારી નાખ્યાં હતા. તેના પછી ગામના તળાવ પાસે ખાડો કરીને બધા કૂતરાઓને ત્યાં દાટી દેવામાં આવ્યા હતા.

એનિમલ રાઈ્ટસ એક્ટિવિસ્ટ ચલ્લાપલ્લી શ્રીલતાએ 29 જુલાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ સમગ્ર ઘટના સામે આવી છે. તેમની ફરિયાદ પછી પોલીસે ગામ પંચાયતના સચિવ અને સરપંચ સામે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ કાયદા દ્વારા કેસ રજીસ્ટર કર્યો છે.

કૂતરાઓનો ફાઈલ ફોટો
કૂતરાઓનો ફાઈલ ફોટો

કૂતરાથી હેરાન હતા લોકો, તેથી મારી નાખ્યા
ન્યૂઝ રિપોર્ટસ અનુસાર, લિંગાપાલમ ગામમાં લોકો કૂતરાઓના ત્રાસથી કંટાળી ગયા હતા. ગામ પંચાયતના લોકોને કૂતરાને મારી નાખવા જ યોગ્ય લાગ્યા. ફાઈટ ફોર એનિમલ્સ એક્ટિવિસ્ટ શ્રીલતાએ જણાવ્યુ કે તેમણે ગામની મુલાકાત લીધી ત્યારે તળાવ પાસે કેટલાક કૂતરાના મૃતદેહો સડતા જોયા. ગામવાસીઓ પાસે પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યુ કે પંચાયતના આદેશ પર આ કૃત્ય કરવામાં આવ્યુ છે.

પ્રાણીઓ પર ક્રુરતાની અન્ય ઘટનાઓ પણ છે

1. ગુરુવારે કર્ણાટકમાં 36 વાંદરાઓની હત્યા કરવામાં આવી
કર્ણાટકના હાસન જિલ્લામાં ગુરુવારે આશરે 36 વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા. પોલીસ અનુસાર, તેમને મારીને પછી કોથળામાં ભરીને ત્યા ફેંકવામાં આવ્યા છે. તે દરેક વાંદરા બોનેટ મકાક પ્રજાતિના હતા, જે દક્ષિણ ભારતમાં સામાન્ય રુપે જોવા મળે છે. તે ઘટનાની તપાસ પણ ચાલુ છે.

2. કૂતરાના ત્રણ પગ કુહાડીથી કાપ્યા
એક મહિના પહેલા અલવર જિલ્લાના રાની શહેરમાં એક વ્યક્તિએ કૂતરાને બાંધી દીધો હતો અને તેના ત્રણ પગ કુહાડીથી કાપી નાખ્યા હતા. કૂતરો તડફડી રહ્યો હતો, પરંતુ તે માણસને તેના પર દયા ન આવી. છેવટે, કૂતરો મરી ગયો. આ ઘટના સંદર્ભે પોલીસે એક જ પરિવારના ૪ સભ્યો સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

3. કૂતરાને સ્કૂટી સાથે બાંધીને ઘસેડ્યુ
20 જૂને પંજાબના પટિયાલામાં બે મહિલાઓએ કૂતરાને સ્કૂટી સાથે બાંધીને ઘસ્ડયુ હતું. લોકો દ્વારા રોકવા પર તે માની નહોતી. તે ઘટનામાં કૂતરુ ગંભીર રીતે ઘાયલ થયું છે. તેના સારવાર માટે પ્રાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યુ પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...