• Gujarati News
  • National
  • 300 Acres Of Land Deserted Due To Rampant Stone Mining, But Villagers Struggled To Bring Back Greenery

જમીનને શ્વાસ પાછા આપવાની જીદ:પથ્થરોના બેફામ ખનનથી 300 એકર જમીન વેરાન થઈ ગઈ, પરંતુ ગ્રામજનો સંઘર્ષ કરીને હરિયાળી પાછી લાવ્યા

ભીલવાડા (રાજસ્થાન)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

લહેરાતા ખેતરોની આ તસવીર રાજસ્થાનના ભીલવાડાના બિજૌલિયાની છે. આ બ્લોકમાં સૌથી વધુ સેન્ડ સ્ટોન નીકળે છે. ખનન માફિયાઓએ અહીં બેફામ ખોદકામ કરતા દૂર દૂર સુધી 80-100 ફૂટ ઊંડા ખાડા દેખાય છે. પૈસા માટે ખેડૂતોએ પણ તેમની ઉપજાઉ જમીનો વેચી દીધી હતી, જેથી અહીંની ઈકો સિસ્ટમ ખોરવાઈ ગઈ છે.

ખેતીલાયક જમીન તૈયાર કરતા 3 દશકા લાગ્યાં
1991માં ઉપરમાલ પર્યાવરણ સમિતિએ ગ્રામજનો સાથે મળીને જમીનની હરિયાળી પાછી લાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. સૌથી પહેલા તેમણે ખાડામાં ગુણવત્તાયુક્ત માટી ભરી, પછી છોડ વાવ્યા, જેથી ચરાણની જમીન બનવા લાગી. ધીમે ધીમે જમીન અને પર્યાવરણ અનુકુળ થવા લાગ્યા. છેવટે ત્રણ દસકામાં જનસહયોગથી અહીંની 300 એકર જમીન ફરી ખેતી માટે તૈયાર થઈ ચૂકી છે. અહીં આશરે દોઢ લાખ છોડ હતા, જે હવે વૃક્ષોમાં પરિવર્તિત થઈ રહ્યા છે. હવે અહીં વરસાદી પાણી પણ ભરાય છે, જેથી ભૂજળનું સ્તર પણ સુધરી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...