આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી ગુવાહાટીના વિદ્યાર્થીઓને વર્ષ 2022-23 દરમિયાન બમ્પર પ્રિ-પ્લેસમેન્ટ ઓફર (પીપીઓ) મળી છે. ગયા વર્ષે 2021-22માં આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓને આખા વર્ષમાં કુલ 231 ઓફ મળી હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધી 333 ઓફર મળી ચૂકી છે. આ રીતે આઈઆઈટી ગુવાહાટીના વિદ્યાર્થીઓને વર્ષ 2021-22માં કુલ 179 પ્લેસમેન્ટ ઓફર મળી હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધી 218 ઓફર મળી ચૂકી છે. આ બંને આઈઆઈટીમાં કેમ્પસ પ્લેસમેન્ટનો પહેલો તબક્કો પહેલી ડિસેમ્બરે શરૂ થવાનો છે.
આ બંને આઈઆઈટીના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ઓફર કોર એન્જિનિયરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્ટરમાંથી મળી છે. ગુવાહાટીમાં તો પીપીઓમાં સૌથી વધુ સીટીસી ઓફર ગયા વર્ષની ઓફરની તુલનામાં બમણી છે. 2021-22માં અહીં સૌથી વધુ સીટીસી ઓફર રૂ. 56 લાખ હતી, જ્યારે આ વર્ષે સૌથી વધુ રૂ. 1.20 કરોડ છે.
આઈઆઈટી મદ્રાસના સલાહકાર (પ્લેસમેન્ટ) પ્રો. સત્યને કહ્યું છે કે, પીપીઓમાં ભારે વધારાનો શ્રેય સંસ્થાના દમદામ ઈન્ટર્નશિપ પ્રોગ્રામને જાય છે. અમે વધુમાં વધુ કંપનીઓને ઈન્ટર્નશિપ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ કારણ કે, તેમાં વિદ્યાર્થીઓનો લાંબા ઈન્ટરવ્યૂ લઈને તેમનું મૂલ્યાંકન કરવું સરળ થઈ જાય છે અને તેમને પીપીઓ આપવામાં પણ સરળતા રહે છે. વિદ્યાર્થીઓના પીપીઓ સ્વીકારવાના કારણે ના ફક્ત વિદ્યાર્થી અને કંપનીના સંબંધ મજબૂત થાય છે, તે સંસ્થાની છબિને પણ મજબૂત બનાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.