તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 3 year old Father Kidnaps 8 year old Masoom, Commits Murder And Throws His Body Into A Well And Throws A Large Stone At Him

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાનિયતની ઘટના સામે આવી:3 દિકરીના પિતાએ 8 વર્ષની માસૂમનું અપહરણ કર્યું, દુષ્કર્મ આચરી હત્યા કરી અને મૃતદેહને કુવામાં ફેકી તેની ઉપર મોટા પથ્થર નાંખી દીધા

ભરતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નદબઈનો આ વિસ્તાર છે જ્યાં સૂકા કુવામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો. ઈનસેટ તસવીરમાં આરોપી રાજેશ - Divya Bhaskar
નદબઈનો આ વિસ્તાર છે જ્યાં સૂકા કુવામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો. ઈનસેટ તસવીરમાં આરોપી રાજેશ
  • સીસીટીવીના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી, તેની ધરપકડ કરવામાં આવી

રાજસ્થાનમાંથી વ્યથિત કરી દે તેવી એક ઘટના સામે આવી છે.8 વર્ષની એક માસુમ બાળકી જ્યારે દુકાન પર ચીજવસ્તુઓ લેવા જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ તેને ફોસલાવીને લઈ ગયો હતો. જંગલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, ત્યારબાદ ગળુ દબાવીને તેને હત્યા કરી દેવામાં આવી હતી.

હેવાનિયતની હદ તો ત્યારે આવી કે જ્યારે આ હવસખોરે આ માસુમ બાળકીના મૃતદેહને સૂકા કુવામાં ફેકી દીધી અને તેની ઉપર મોટા-મોટા પથ્થર નાખી દીધા. આ ઘટનાના એક દિવસ બાદ પીપરીના જંગલામાંથી બાળકીનો મૃતદહે મળી આવ્યો હતો. આરોપી ત્રણ દિકરીનો પિતા છે.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મેડિકલ બોર્ડ મારફતે કરાવવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ થયાની પુષ્ટી થઈ છે.આ ઉપરાંત બાળકીના હાથ તથા પગના હાડકા પણ તૂટી ગયેલા છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.કેમેરામાં મુલમ પડ્યું છે કે બાળકીને તે લઈ જઈ રહ્યો છે.

પિતાએ કહ્યું- દિકરી પરત નહીં આવી તો તમામ જગ્યાએ શોધતા રહ્યા
સીઓ ગ્રામીણ હરિરામ મીણાએ જણાવ્યું કે હિંડૌનક્ષેત્રની રહેવાસી આ 8 વર્ષિય બાળકીના પિતા નદબઈમાં મજૂરી કરે છે. રિપોર્ટ પ્રમાણે ધોરણ-3માં અભ્યાસ કરતી તેમની દિકરીને તેની માતાએ બપોરના સમયે દુકાન પર સામાન લેવા મોકલી હતી. સાંજ સુધી તે પરત ફરી ન હતી. તેની વ્યાપક શોધખોળ કરી હતી. પણ તેની જાણ નહીં થતા આ અંગે પોલીસને માહિતી આપી હતી.

આ કુવામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો
આ કુવામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો

સીસીટીવીના આધારે હવસખોરની ધરપકડ કરવામાં આવી
માસૂમના પિતાની ફરિયાદને આધારે પોલીસે શ્રમિકોના રહેઠાણ પાસે આવેલી એક ઓઈલ મિલનો સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં ખેડી દેવીસિંહનો રહેવાસી રાજેશ જાટવ બાળકી સાથે દેખાયો હતો. રાજેશની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજેશ ત્રણ દિકરીનો પિતા છે. તે મજૂરીનું કામ કરે છે અને શરાબી છે. સીસીટીવીમાં બાળકી સાથે જોવા મળ્યો હતો. ઘટના સ્થળેથી FSL અને SDRF ટીમ પહોંચીને પુરાવા એકત્રિત કર્યાં છે.

આ ઘટનામાં સ્થાનિક ધારાસભ્ય જોગોંદ્ર સિંહ અવાનાએ ગુનેગારને તાત્કાલિક ફાંસી થાય તે માટે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે ગુનેગારને એવી સજા મળવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ હરકત ન કરે. ગુના પ્રત્યે લોકોમાં ડરનો માહોલ હોવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો