તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ:3 વર્ષનાં બાળકે ઘરે કપ કેક બનાવી તેને વેચીને ચેરિટી માટે 50 હજાર રૂપિયા ભેગા કર્યા

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ પોલીસે કબીરનો વીડિયો શેર કર્યો છે
 • કબીરે ‘મુંબઈ પોલીસ ફાઉન્ડેશન’ને રૂપિયા ડોનેટ કર્યા છે

કોરોના વાઇરસના કપરા કાળમાં લોકો દેશને પોતાનાથી બને એટલી રકમ ડોનેટ કરી રહ્યા છે. મુંબઈ પોલીસે હાલમાં સોશિયલ મીડિયા પર એક 3 વર્ષના કબીરનો વીડિયો શેર કર્યો છે. કબીરે ઘરે કપ કેક બનાવીને તેને વેચીને 50 હજાર રૂપિયા ભેગા કર્યા છે. આ બધા રૂપિયા તેણે ‘મુંબઈ પોલીસ ફાઉન્ડેશન’ને ડોનેટ કર્યા છે. 

3 વર્ષના કબીરે આજથી પહેલાં ક્યારેય કપ કેક બનાવી નહોતી માત્ર ખાધી જ હતી. તેનું આ ડોનેશન અમૂલ્ય છે. કપ કેક બનાવીને કબીરનો ટાર્ગેટ 10 હજાર રૂપિયા ભેગા કરવાનો હતો, પણ તેણે 50 હજાર રૂપિયા ભેગા કરી લીધા. કબીરે પેરેન્ટ્સની સાથે  50 હજાર રૂપિયાનો ચેક પોલીસ કમિશનર પરમ બિર સિંહને આપ્યો છે. 

મુંબઈ પોલીસે કબીરનો વીડિયો શેર કરીને તેના વખાણ કર્યા છે. પોલીસની સાથોસાથ સોશિયલ મીડિયા યુઝર્સ પણ કબીરનાં મન ભરીને વખાણ કરી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો