• Gujarati News
  • National
  • 3 Year Old Alije's Song 'Dil Pahadon Mein Kho Gaya' Was Watched By 100 Million People, Bollywood Stars Made A Reel

છોકરીના તોતડા અવાજના કરોડો ફેન્સ:3 વર્ષની અલિજેનું ગીત 'દિલ પહાડોં મેં ખો ગયા' 10 કરોડ લોકોએ જોયું, બોલિવૂડ સ્ટાર્સે રીલ બનાવી

કોટા4 મહિનો પહેલા
  • 6 મહિના પહેલાં આ ગીતને તેના મામાએ યુટ્યુબ ચેનલ અરિજ મ્યુઝિક એન્ડ ફિલ્મ પર અપલોડ કર્યું હતું

રાજસ્થાનના કોટાની 3 વર્ષની બાળકી અલિજેના તોતડા અવાજના કરોડો લોકો ફેન છે. તેના પહેલા જ સોન્ગને 10 કરોડથી વધુ લોકોએ જોયું અને બોલિવૂડના મોટા સ્ટાર તેની પર રીલ પણ બનાવી ચુક્યા છે. અલિજેના મામા આદિલ રિજવીનો કોટામાં જ સ્ટુડિયો છે. મામા સલમાન ઈલાહીએ 'મેરા દિલ પહાડોં મેં ખો ગયા હૈ...'નું ગીત લખ્યું હતું. આદિલે આ ગીતને પોતાના સ્ટુડિયોમાં અલિજેના અવાજમાં શૂટ કરાવીને રેકોર્ડિંગ કર્યું હતું.

અલિજેએ બોલવાની સાથે ગાવાનું પણ શરૂ કર્યું
6 મહિના પહેલા આ સોન્ગને આદિલે તેની યુટ્યુબ ચેનલ અ-રિઝ મ્યુઝિક એન્ડ ફિલ્મ પર અપલોડ કર્યું હતું. તેમણે આ ગીતને અલિજેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પણ શેર કર્યું હતું. તે પછી તોતડા અવાજનું આ સોન્ગ એટલું ટ્રેન્ડ થયું કે અત્યાર સુધીમાં ઈન્સ્ટા પર 10 કરોડથી વધુ લોકો તેને જોઈ ચુક્યા છે. આદિલે જણાવ્યું કે અલિજાનો મોટાભાગનો સમય રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ વીત્યો હતો. બોલવાની સાથે જ તેણે ગાવાનું પણ શરૂ કર્યું હતું.

હની સિંહ અને કોમેડિયન ભારતી સિંહ બનાવી ચૂક્યા છે રીલ
અલિજેનો આ અવાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ' મેરા દિલ પહાડોં મેં ખો ગયા હૈ...' સોન્ગ પર 5 લાખથી વધુ લોકો રીલ બનાવી ચૂક્યા છે. બોલિવૂડના પોપ્યુલર રેપર હની સિંહ, કોમેડિયન ભારતી સિંહ અને હિના ખાન પણ અલિજેના સોન્ગ પર રીલ બનાવીને પોતાના એકાઉન્ટ પર શેર કરી ચૂક્યા છે.

મામાની પાસે રહીને શીખી સિંગિંગ
અલિજેના પિતા ઈરફાન મોહમ્મદ બેન્કમાં નોકરી કરે છે અને માતા અફરોઝ રિઝવી શિક્ષક છે. પેરેન્ટ્સે જણાવ્યું કે એક વર્ષ પહેલા તેણે ગાવાનું શરૂ કર્યું હતું અને હાલ તે નર્સરીમાં ભણી રહી છે. અભ્યાસની સાથે સંગીત શીખવાનું તે ચાલુ રાખશે અને ઝડપથી અલિજેના બીજા પણ ગીતો આવવાના છે. સોન્ગ હિટ થયા પછી ઘણી એડ એજન્સીઓની પણ ઓફર આવી રહી છે. અલિજે શરૂઆતથી જ મામાની પાસે રહી છે. એવામાં સ્ટુડિયોમાં તેણે ગાવાનું શીખ્યું છે.

અલિજે તેની માતા અફરોઝાની સાથે. જે એક શિક્ષક છે.
અલિજે તેની માતા અફરોઝાની સાથે. જે એક શિક્ષક છે.
અન્ય સમાચારો પણ છે...