તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3 Trains Depart From Delhi, Depart From 5 Cities For Delhi, People Reach The Station 10 To 12 Hours Before The Train Departs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દિલ્હીથી 3 ટ્રેન રવાના, 5 શહેરમાંથી દિલ્હી માટે ઉપડી, ટ્રેન ઉપડવાના 10થી 12 કલાક અગાઉ લોકો સ્ટેશને પહોંચ્યા

નવી દિલ્હી9 મહિનો પહેલાલેખક: શરદ પાન્ડેય
 • કૉપી લિંક
દિલ્હી રેલવે સ્ટેશન બહાર પ્રવાસીઓની લાગેલી લાઈન. - Divya Bhaskar
દિલ્હી રેલવે સ્ટેશન બહાર પ્રવાસીઓની લાગેલી લાઈન.
 • 37 ડિગ્રી ગરમીમાં લોકોએ બહાર ઊભા રહીને રાહ જોઇ

લૉકડાઉનમાં 51 દિવસ સુધી બંધ રહેલી પેસેન્જર ટ્રેનો મંગળવારથી આંશિક ધોરણે દોડવા લાગી. દિલ્હીથી સાંજે 4 વાગ્યે 1,177 મુસાફરો સાથે પહેલી ટ્રેન બિલાસપુર રવાના થઇ. ત્યાર બાદ દિબ્રૂગઢ અને બેંગલુરુ માટે પણ 1-1 ટ્રેન ઉપડી. આ 3 ટ્રેનમાં કુલ 3,461 લોકોએ બુકિંગ કરાવ્યું હતું. બીજી તરફ મુંબઇ, અમદાવાદ, પટણા, બેંગલુરુ અને હાવડાથી 1-1 ટ્રેન દિલ્હી રવાના થઇ. 
37 ડિગ્રી ગરમીમાં ઊભા રહીને રાહ જોઇ
પહેલી સ્પેશિયલ ટ્રેન ઉપડવાના 10-12 કલાક અગાઉથી જ લોકો નવી દિલ્હી રેલવે સ્ટેશને પહોંચવા લાગ્યાહતા. તેમણે દિવસભર સ્ટેશનની બહાર 37 ડિગ્રી ગરમીમાં ઊભા રહીને રાહ જોઇ. ટ્રાફિક ન થાય તે માટે કનૉટ પ્લેસ અને પહાડગંજથી સ્ટેશનના એન્ટ્રી પોઇન્ટ પર જ વાહનો રોકી દેવાયા. મુસાફરો ત્યાંથી એકાદ કિ.મી. ચાલીને સ્ટેશને પહોંચ્યો. 
બે સ્થળે થર્મલ સ્ક્રીનિંગ કરાયું
તેમને કેટલાક સંગઠનોએ ભોજન, પાણી અને માસ્કનું વિતરણ કર્યું. સ્ટેશનની અંદર ભીડ ન થાય તે માટે થોડા-થોડા લોકોને પ્રવેશ અપાયો. તે પહેલાં બે સ્થળે થર્મલ સ્ક્રીનિંગ કરાયું. મુસાફરો પ્લેટફોર્મ પર આમ-તેમ ફરે નહીં તે માટે તેમને સીધા કોચમાં મોકલાયા. દરેક કમ્પાર્ટમેન્ટમાં 8-8 મુસાફરનું બુકિંગ કરાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો