• Gujarati News
  • National
  • 3 Terrorists Shot Dead In Pahalgam So Far, Security Forces Capture One; Search Operation Still Intact

અમરનાથ યાત્રા રુટ પર એન્કાઉન્ટર:પહેલગામમાં અત્યાર સુધીમાં 3 આતંકી ઠાર, સિક્યોરિટી ફોર્સે એકને પકડ્યો; સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત

શ્રીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલગામના શ્રીચંદ ટોપ પર આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું (ફાઈલ) - Divya Bhaskar
પહેલગામના શ્રીચંદ ટોપ પર આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું (ફાઈલ)

જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના ઉપલા વિસ્તારમાં શુક્રવારે સુરક્ષા દળોએ અથડામણમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસે જણાવ્યું કે પહેલગામના શ્રીચંદ ટોપ પર આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું. જેમાંથી એક આતંકી અશરફ મૌલવી હતો, જે કાશ્મીરમાં ઘણાં લાંબા સમયથી સક્રિય હતો. તેને 2013માં હિઝબુલનું સભ્યપદ લીધું અને ટૂંક સમયમાં જ વોન્ટેડ આતંકી બની ગયો હતો. તે તેંગપાવા કોપરનાગનો રહેવાસી હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જેવા જ સિક્યોરિટી ફોર્સે ટીમની આતંકીઓ છુપાયા હતા ત્યાં પહોંચી, કે આતંકીઓ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળે જવાબી કાર્યવાહી કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા. પોલીસે જણાવ્યું કે ત્રણેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હતા. તેમાંથી એક આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો, જે વર્ષ 2016થી સક્રિય હતો.

અમરનાથ યાત્રા રુટ પર થઈ અથડામણ
આ અથડામણ એવા સમયે થઈરહી છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીઅમરનાથ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. અમરનાથ યાત્રા કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી સ્થગિત રહી હતી જે બાદ આ વખતે ફરી શરૂ થઈ રહી છે. આવતા મહિને એટલે કે જૂનથી અમરનાથ યાત્રા શરૂ થશે. યાત્રા 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. પહેલા પણ આ યાત્રા અનેક વખત આતંકીઓના નિશાને રહી હતી. આ વર્ષે યાત્રાને સુરક્ષિત બનાવવા માટે BSF અને અન્ય સુરક્ષા દળ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કરી રહી છે.

આતંકી પ્રવૃતિ પછી સિક્યોરિટી ફોર્સે અનંતનાગના પહેલગામમાં સુરક્ષા સઘન બનાવી દીધી છે (ફાઈલ ફોટો)
આતંકી પ્રવૃતિ પછી સિક્યોરિટી ફોર્સે અનંતનાગના પહેલગામમાં સુરક્ષા સઘન બનાવી દીધી છે (ફાઈલ ફોટો)

કોકરનાગથી એક આતંકી ઝડપાયો
આ પહેલા સિક્યોરિટી ફોર્સે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારથી હિઝબુલના એક આંતકીની ધરપકડ કરી. પકડાયેલા આતંકીની ઓળખ નૌગામ નિવાસી મોહમ્મદ ઈશફાક શેરગોઝરી તરીકે થઈ છે. ઈશફાક સપ્ટેમ્બર 2017થી એક્ટિવ અને સી શ્રેણીનો આતંકવાદી હતો જે અનેક આતંકી ઘટનામાં સામેલ હતો.

બડગામ પોલીસે આતંકી સંગઠન અંસાર ગજવત-ઉલ-હિન્દ (AGuH)ના 2 આતંકીના સાથીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક વિસ્ફોટક અને 25 AK-47 સહિત અનેક આપત્તિજનક સામગ્રી મળી આવી છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરી મામલાની તપાસ કરી છે.

એક દિવસ પહેલા સાંબામાં BSFએ શોધી હતી સુરંગ
ગત ગુરુવારે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના ચક ફકીરામાં BSFના અધિકારીઓએ એક સુરંગ જોઈ હતી. આ સુરંગ ઈન્ટરનેશનલ બોર્ડરથી માત્ર 100 મીટર જ દૂર હતી. આ પાકિસ્તાની પોસ્ટ ચમન ખુર્દથી પણ માત્ર 900 મીટરના અંતરે હતી. મામલાની જાણકારી મળતા જ BSFના અધિકારી એલર્ટ મોડમાં આવી ગયા.

BSF IG ડી કે વોરાએ જણાવ્યું કે આ સુરંગથી 21 રેતીના કોથળા મળ્યા છે. જેના પર કોઈ પણ પ્રકારનું માર્કિંગ નથી. સુરંગ હાલમાં જ ખોદવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા મળેલી સુરંગથી જે કોથળા મળ્યા હતા તેના પર કરાચી લખેલું હતું. તેમને કહ્યું કે 2012થી અત્યાર સુધીમાં પાકિસ્તાનની સરહદ પર 11 સુરંગ મળી છે.

અન્ય સમાચારો પણ છે...