તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે એક માર્ગ અકસ્માતમાં બાઈક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું જ્યારે બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. નદબઈ વિસ્તારમાં આ ઘટના ગાયને બચાવવા જતા સર્જાઈ હતી. બાઈક પર જઈ રહેલા ત્રણેય વિદ્યાર્થી ગાય સામે આવી જતા બાઈક પરનું નિયંત્રણ ગુમાવી બેઠા હતા. તે સમયે પાછળથી ઝડપભેર આવી રહેલી સ્કૂલ બસની ઝપટમાં તેઓ આવી ગયા હતા. એક વિદ્યાર્થી બસના આગળના વ્હિલમાં ફસાઈ ગયો હતો. બસ એટલી સ્પીડમાં હતી કે વિદ્યાર્થી 35 ફૂટ સુધી ઘસડાયો હતો. તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત અન્ય બે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લગભગ સવારે 8 વાગે ત્રણ વિદ્યાર્થી એક બાઈક પર શાળા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ગાય સામે આવી ગઈ હતી. ગાયથી બચવા માટે તેમણે થોડો યુ ટર્ન લગાવ્યો. તે સમયે પાછળથી આવી રહેલી સ્કૂલ બસે બાઈક સવાર ત્રણેય વિદ્યાર્થીને ટક્કર મારી હતી. બાઈક પર બેઠેલો એક વિદ્યાર્થી બસની નીચે આવી ગયો હતો. બસ તેને 35 ફૂટ સુધી ઘસડીને લઈ ગઈ હતી. આ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.
જે શાળામાં અભ્યાસ કરતો હતો તેની બસે જ ટક્કર મારી
મૃતક વિદ્યાર્થી ટાગોર સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતો હતો. તેને ટાગોર સ્કૂલની બસે જ ટક્કર મારી હતી. બાઈક પર બેઠેલા અન્ય બે વિદ્યાર્થી અન્ય શાળામાં અભ્યાસ કરતા હતા. મૃતક વિદ્યાર્થીનું નામ ભાનુ પ્રતાપ હતું. તે નદબાઈના વેર હાઉસ કોલોનીમાં રહેતો હતો. દિકરાના મૃત્યુના સમાચાર મળતા પરિવારને ભારે આઘાત પહોંચ્યો છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.