• Gujarati News
  • National
  • 3 People, Including The Driver conductor, Committed Gangrape By Stopping The Bus At Susam, The Condition Of The Victim Is Serious.

બસમાં બળાત્કાર:સુમસામ સ્થળે બસ રોકીને ડ્રાઈવર-કંડક્ટર સહિત 3 લોકોએ આચર્યો ગેંગરેપ, પીડિતાની હાલત ગંભીર

બેતિયા20 દિવસ પહેલા
  • શંકાના આધારે પોલીસે બસની તપાસ કરતા પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી.

બિહારનાં બેતિયામાં બસમાં 16 વર્ષની પીડિતા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. ડ્રાઈવર-કંડક્ટર સહિત ત્રણ લોકોએ મળીને તેના પર ગેંગરેપ કર્યો હતો. પીડિતાની હાલત ગંભીર છે. તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બેતિયા બસ સ્ટેન્ડથી 100 મીટર દૂર બની હતી.

મંગળવારે પીડિતા મોતીહારીથી બેતિયા (ચનપટિયા) પરત ફરી રહી હતી. આ દરમિયાન બસ કંડક્ટરે તેને નશો કરાવીને બેભાન કરી દીધી હતી. પીડિતાએ જણાવ્યું કે મોડી સાંજે બેતિયા બસ સ્ટેન્ડ પર આવ્યા બાદ તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. ડ્રાઈવર બસ લઈને સ્ટેન્ડથી લગભગ 100 મીટર દૂર ગયો અને સુમસામ સ્થળે બસ ઊભી રાખી દીધી હતી.

આ બસમાં પીડિતા પર સામૂહિક બળાત્કાર થયો હતો.
આ બસમાં પીડિતા પર સામૂહિક બળાત્કાર થયો હતો.

આ પછી ડ્રાઈવર, કંડક્ટર સહિત 3 લોકોએ પીડિતાની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતા. પીડિતા બેભાન થઈ જતાં ત્રણેય બસ છોડીને ભાગી ગયા હતા. આ પછી એક પોલીસની જીપ પેટ્રોલિંગ કરતા રોડ પરથી પસાર થઈ રહી હતી. શંકાના આધારે પોલીસે બસની તપાસ કરતા પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી.

ત્યારપછી પોલીસકર્મીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. ભાનમાં આવ્યા પછી, પીડિતાએ તેની સાથે થયેલી આપવીતી જણાવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને બસમાં જ નશો આપીને ડ્રાઈવર, કંડક્ટર સહીત અન્ય લોકોએ બળાત્કાર કર્યો હતો.

આ મામલે બેતિયાના SDPO મુકુલ પરિમલ પાંડેએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પીડિતાની સારવાર ચાલી રહી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે જો કે, પોલીસે રાત્રે દરોડો પાડીને આરોપી ડ્રાઈવર અને કંડક્ટરને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ ત્રીજા આરોપીની શોધખોળ કરી રહી છે. પોલીસે બસ કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...