આજે ગણતંત્ર દિવસ પર હરિદ્વારમાં બાબા રામદેવે કહ્યું હતું કે પાકિસ્તાનના 4 ટુકડાઓ થઈ જશે. તેઓએ કહ્યું હતું કે બલુચિસ્તાન અલગ દેશ બનશે. PoK અને પંજાબનો ભારતમાં વિલય થશે. આવનારા સમયમાં ભારત એક મહાશક્તિના રૂપમાં દેખાશે.
રામદેવ બોલ્યા- પાકિસ્તાન સાવ નાનકડો દેશ બની જશે
હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં ગણતંત્ર દિવસ પર લોકોને સંબોધન કરતી વખતે બાબા રામદેવે આ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે 'દુનિયાની રાજનીતિમાં ઘણું ચાલી રહ્યું છે, યુક્રેન અને રશિયા યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની તરફથી નાપાક હરકતો થઈ રહી છે. તાલીબાનથી પણ અફઘાનિસ્તાન ચાલશે નહીં. પાકિસ્તાનના ત્રણ ટુકડા ભારતમાં ભળવાથી જ અખંડ ભારતનું સપનું પૂરું થઈ જશે.'
સનાતન ધર્મ પર હુમલો સાંખી નહિ લેવાય
'આજકાલ સનાતન ધર્મ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. રામાયણ, ભગવદ ગીતા, વેદ અને ઉપનિષદને કલંકિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ બધું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યું છે. સનાતન વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડાને અમે કોઈપણ રીતે ચલાવી નહી લઈએ.'
'સનાતન ધર્મની નીચે દેખાડવા માટે દેશમાં ધાર્મિક આતંદવાદ ચાલી રહ્યો છે. ક્યારેક સનાતન ધર્મ તો ક્યારેક આપણા મહાપુરુષોના ચરિત્ર પર લાંછન લગાડવામાં આવી રહ્યા છે. જે પણ આવું કરી રહ્યા છે, તેઓ રાષ્ટ્ર વિરોધી છે. આ બધું જ વિદેશી તાકાતની ઇશારાઓ પર કરવામાં આવી રહ્યું છે.'
બાબા રામદેવથી જોડાયેલા સમાચારો વાંચો...
1. રામદેવના વિવાદાસ્પદ બોલ: કહ્યું- મહિલાઓ સાડી અથવા સલવાર-સૂટમાં સારી લાગે છે
2 મહિના પહેલાં બાબા રામદેવે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે મહિલાઓ સાડી અથવા તો સલવાર-સૂટમાં જ સારી લાગે છે. તેઓ મારા જેમ કંઈ ન પહેરે તો પણ સારા લાગશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા પણ રામદેવ સાથે મંચ પર હાજર હતી. બાબા રામદેવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતો. તેના પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે બાબાએ દેશની મહિલાઓની માફી માગવી જોઈએ.
2. મોંઘવારીના સવાલ પર ભડક્યા બાબા રામદેવ, બોલ્યા- કરી લે જે કરવું હોય તે, ચૂપ થઈ જા, આગળ પૂછ્યું તો સારું નહીં રહે
ગત વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં હરિયાણાના કરનાલમાં બાબા રામદેવ મોંઘવારી મુદ્દે ઉશ્કેરાયા હતા. તે દરમિયાન તેમણે મીડિયાને ધમકી આપતા કહ્યું હતું કે 'હવે ચૂપ રહો, નહીં તો ઠીક નહીં થાય.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.