તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 3 More Fighter Jets Arrived From France, 24 Arrived So Far; Tehenat Will Take Place In Hasimara, Bengal

રાફેલ જેટનો 7મો જથ્થો ભારત પહોંચ્યો:ફ્રાન્સથી 3 વધુ લડાકુ વિમાન આવ્યા, અત્યાર સુધી 24 પહોંચ્યા; બંગાળના હાસીમારામાં થશે તહેનાત

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • વાયુસેનામાં હવે રાફેલ જેટની સંખ્યા 24 થઈ ગઈ
  • 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ભારતે સોદો કર્યો હતો

રાફેલ લડાકુ વિમાનનો 7મો જથ્થો બુધવારે રાતે 3 વધુ લડાકુ વિમાન ભારત પહોંચી ગયા છે. તેની સાથે જ વાયુસેનામાં હવે લડાકુ વિમાનની સંખ્યા 24 થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિમાન પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝમાં તહેનાત કરવામાં આવશે.

પહેલી રાફેલ સ્ક્વોડ્રન અંબાલા વાયુસેના સ્ટેશન પર તહેનાત છે. એક સ્ક્વાડ્રનમાં 18 વિમાન હોય છે. અંબાલામાં તહેનાત પહેલી રાફેલ સ્ક્વોડ્રને પૂર્વી લદ્દાખમાં ચીન સાથે જોડાયેલા બોર્ડ્સ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે. બીજી સ્કોડ્રનનું ઓપરેશન જુલાઈના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે.

ત્રણ વિમાન ફ્રાન્સથી ઉડીને રોકાયા વગર લગભગ 8 હજાર કિલોમીટર અંતર કાપીને ભારત પહોંચ્યા છે. આ વિમાનોમાં રસ્તામાં સંયુક્ત અમીરાતના એરબેઝ 330 મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા હવામાં રિફ્યુલિંગ કરવામાં આવ્યું છે.

ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું છે, ફ્રાન્સના ઈસ્ત્રેસ એરબેઝથી ઉડાન ભરીને રોકાયા વગર 3 રાફેલ વિમાન ભારત પહોંચ્યા છે. હવાઈમાર્ગની વચ્ચે સહાયતા આપવા માટે વાયુસેનાને ભારતીય વાયુસેના ધન્યવાદ આપે છે.

59 હજાર કરોડ રૂપિયાની ડીલ
રાફેલ લડાકુ વિમાનની નવી સ્ક્વોડ્રનનું ઠેકાણું પશ્ચિમ બંગાળમાં હાસિમારા એરબેઝ પર કરાશે. રાફેલની પહેલી સ્ક્વોડ્રન અંબાલ વાયુસેના સ્ટેશન પર છે. ભારતે 2016માં 59,000 કરોડમાં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદો કર્યો હતો. બાકીના વિમાન 2022 સુધીમાં આવવાની શક્યતા છે.

ભારતે 2016માં 59,000 કરોડમાં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદો કર્યો હતો.
ભારતે 2016માં 59,000 કરોડમાં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદો કર્યો હતો.

અધિકરીઓએ જણાવ્યું છે કે, પહેલુ સ્ક્વોડ્રન પાકિસ્તાન સાથે જોડાયેલી પશ્ચિમિ સીમા અને ઉત્તરી સીમાની દેખરેખ કરશે. બીજી સ્ક્વોડ્રન ભારતના પૂર્વી સીમા વિસ્તારની દેખરેખ કરશે.

કોરોનાના વિમાન ભારત લાવવાની પ્રક્રિયા લેટ થઈ
​​​​​​​નોંધનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ વધ્યા પછી રાફેલ વિમાનોની ભારત લાવવાની પ્રક્રિયામાં મોડુ થયું છે. કારણકે ભારત આવવા ફ્રાન્સથી રવાના થતાં પહેલાં ભારતીય પાઈલટ્સને ક્વોરન્ટિન થવાની સાથે સાથે અન્ય પણ ઘણી સાવધાની રાખવી પડે છે.