તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અથડામણ:પુલવામામાં અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયા, મોડી રાત્રે બીજું એન્કાઉન્ટર શરૂ થયું

શ્રીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લેલહર કકપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે અથડામણ શરૂ થઇ હતી. આ વિસ્તારમાં 2-3 આતંકી છુપાયા હોવાનું કહેવાય છે. પુલવામામાં આ દિવસનું બીજું એનકાઉન્ટર છે. દિવસ દરમિયાન અગાઉ પુલવામાના ત્રાલ વિસ્તારના મંડૂરામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના 3 આતંકી માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ મંડૂરામાં આતંકીઓ છુપાયા હોવાની જાણ થતાં ત્યાં નાકાબંધી અને શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું.

કાશ્મીરના આઇજીએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક પાકિસ્તાનના ટોચના આતંકી કમાન્ડરના સંપર્કમાં હતો. મોબાઇલ ફોનના ડેટાની તપાસથી જાણવા મળ્યું કે આઇપી એડ્રેસ પાકિસ્તાનનું છે. કોલ ડિટેલ્સ સહિત તમામ ડેટાનું એનાલિસિસ કરાઇ રહ્યું છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી 1 આતંકી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જોડાયો હતો. જ્યારે બાકીની 2 આંતકી ચાલુ વર્ષે 1 જાન્યુઆરીએ આતંકવાદમાં જોડાયા હતા. આ આતંકીઓ પાસેથી AK-47 તથા 2 પિસ્તોલ અને 4 ગ્રેનેડ પણ મળી આવ્યા હતા. મોડી રાત સુધી એન્કાઉન્ટર ચાલુ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...