તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3 Lakh People Will Collect Labor Money To Build The Temple, 11 Crore People Will Join

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:મંદિર બનાવવા 3 લાખ લોકો શ્રમ-ધન એકત્રિત કરશે, 11 કરોડ લોકો જોડાશે

અયોધ્યા​​​​​​​5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મંદિરમાં ઉપયોગમાં લેવાતા દરેક પથ્થરને નંબર અપાઇ રહ્યો છે - Divya Bhaskar
મંદિરમાં ઉપયોગમાં લેવાતા દરેક પથ્થરને નંબર અપાઇ રહ્યો છે
 • મંદિરના પાયા માટે 280 ફૂટ સુધી સખત જમીન નહીં, શોધ જારી
 • વિક્રમાદિત્યકાળની વાસ્તુકળાથી બની શકે છે રામ મંદિર
 • મંદિરમાં ઉપયોગમાં લેવાતા દરેક પથ્થરને નંબર અપાઇ રહ્યો છે

સૌના મનમાં જિજ્ઞાસા છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાસ્તવિક સ્થિતિ શું છે? અયોધ્યામાં મંદિરના નિર્માણ સાથે જોડાયેલી 3 ખાસ વાત છે. પહેલી, તમે મંદિરનિર્માણમાં મદદ કરી શકો છો. તમે સ્વહસ્તે ઇંટ મૂકી શકો છો, શ્રમદાન કરી શકો છો. તે માટે 15 જાન્યુ.થી 3 લાખ લોકો તમને મળવા તમારા ગામ-ઘર સુધી પહોંચશે. 11 કરોડ લોકોને જોડવાનો પ્રયાસ છે. બીજી, જ્યાં મંદિરનું નિર્માણ થવાનું છે ત્યાં 280 ફૂટ ઊંડે સુધી પથરાળ જમીન હજુ નથી મળી.

એવામાં મજબૂત પાયા માટે આઇઆઇટી, રુરકી તથા અન્ય મોટી સંસ્થાઓના વિજ્ઞાનીઓ ઉપરાંત 40 સંગઠન સાથે જોડાયેલા હજારો એક્સપર્ટ આ મુશ્કેલીનો ઉકેલ શોધી રહ્યા છે. ખાસ કરીને વિક્રમાદિત્યકાળની વાસ્તુકળા અંગે રિસર્ચ કરી રહ્યા છે, કેમ કે આ સ્થળે જ વિક્રમાદિત્યએ બંધાવેલું મંદિર 2,500 વર્ષ સુધી અડીખમ રહ્યું હતું. ત્રીજી વાત, મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાનારા દરેક પથ્થરની ગણતરી થશે. તે માટે કારસેવકપુરમમાં દરેક પથ્થરને નંબર અપાઇ રહ્યા છે. હાલ પાયાના ટેસ્ટિંગ માટે 12 ટ્રકમાં 30 નંબર સુધીના પથ્થર કારસેવકપુરમથી મંદિર સુધી પહોંચી ચૂક્યા છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી કમલેશ્વર ચૌપાલ જણઆવે છે કે કામ ચાલી રહ્યું છે, કેમ કે નીચે પથરાળ જમીન ન હોવાથી મંદિરના બાંધકામને જોખમ રહેશે.

એક ફ્લોરના પથ્થર તૈયાર, રાજસ્થાનમાં કામ ચાલી રહ્યું છે
મંદિરનિર્માણ માટે કારસેવકપુરમમાં પથ્થરોનું સુપરવિઝન સંભાળતા ચંદ્રશેખર સોમપુરા જણાવે છે કે મંદિરના પાયાથી માંડીને એક ફ્લોર બનવા સુધીના 75 હજાર ઘન ફૂટ પથ્થર તૈયાર છે. બીજા બે ફ્લોર માટેના અંદાજે સવા ત્રણ લાખ ઘન ફૂટ પથ્થર પણ જરૂર પડશે ત્યાં સુધીમાં તૈયાર થઇ જશે. રાજસ્થાનના સાગબાડામાં પથ્થરો કાઢવાનું કામ ચાલી રહ્યું છે. એક-એક પથ્થરનો હિસાબ રખાઇ રહ્યો છે. નાના-મોટા દરેક પથ્થરને નંબર અપાઇ રહ્યા છે, જેથી મંદિરના નિર્માણમાં કેટલા પથ્થર ઉપયોગમાં લેવાયા તેની માહિતી રહે. હાલ પિલર માટે જે 12 ટ્રક પથ્થર ગયા છે તે 30 નવેમ્બર સુધીના છે. પિલરના પથ્થર 25 ઘન ફૂટના જ્યારે બીજા 10 અને 5 ઘન ફૂટના છે. મંદિરનિર્માણમાં સિમેન્ટનો ઉપયોગ નથી થઇ રહ્યો.

સંતોનો નિર્ણય, કોઇ પણ શ્રમદાન કરી શકશે
કમલેશ્વર ચૌપાલના જણાવ્યાનુસાર, તાજેતરમાં દિલ્હીમાં મળેલી 2 દિવસની બેઠકમાં મંદિરનિર્માણની લડાઇમાં શરૂથી સાથે રહેલા આરએસએસ, વિહિપ જેવા 40 સંગઠનના માર્ગદર્શક મંડળો વચ્ચે અમે પાયાની સમસ્યાની વાત મૂકી હતી. આ સંગઠનોમાં ઘણાં સંતો પણ છે, જેઓ અમને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. દરેક સ્થિતિમાં અમારી પડખે રહેલા તમામ સંગઠનો અભિયાન શરૂ કરી રહ્યા છે. કોરોનાના કારણે અમે હજુ અભિયાન શરૂ નથી કર્યું પણ 15 જાન્યુ.થી દેશભરમાં અભિયાન શરૂ કરીશું, જેમાં 11 કરોડ લોકોને મંદિરનિર્માણના કાર્ય સાથે જોડાશે. મંદિરનિર્માણ માટે જે લોકો તન, મન કે ધનથી સેવા આપવા માગતા હોય તેઓ મંદિરનિર્માણના કાર્ય સાથે જોડાઇ શકશે. તે માટે 3 લાખ લોકોની ટીમ બનશે, જે દેશના દરેક ગામ સુધી પહોંચશે. શિલાપૂજન વખતે વંચિત રહેલા ગામોને સવિશેષ પ્રાધાન્ય અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો