• Gujarati News
  • National
  • 3 Killed In Building Collapse In Mumbai, 5 Killed In Landslide In Raigad; 30 Missing

મહારાષ્ટ્રમાં જીવલેણ વરસાદ:ચિપલૂણમાં પૂરનું પાણી કોવિડ હોસ્પિટલમાં ઘુસ્યું, 8 દર્દીઓનાં મોત; રાયગઢ અને સતારામાં લેન્ડસ્લાઈડથી 44 લોકોએ જીવ ગુમાવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
રાયગઢના તલઈ ગામમાં 35થી વધારે ઘર પર પહાડ ધસી પડ્યો હતો.
  • ભીમાશંકર જ્યોર્તિલિંગના ગર્ભગૃહ અને એની બહાર પાણી ભરાયાં
  • રાયગઢ, રત્નાગિરિ, પાલઘર, થાણેના કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી, પાલઘર, થાણે અને નાગપુરના કેટલાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદ પછી શુક્રવારે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત નિપજ્યા છે.

રત્નાગિરી જિલ્લાના ચિપલૂણમાં એક હોસ્પિટલમાં વરસાદ દરમિયાન લાઈટ જતી રહેતા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામનારા તમામ લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા. પૂરનું પાણી હોસ્પિટલમાં ઘુસી જતા પાવર સપ્લાઈ ઠપ થઈ ગઈ છે, જેને પગલે આ ઘટના ઘટી છે.

રાયગઢમાં તલઈ ગામમાં પહાડનો કેટલોક ભાગ રહેણાંક વિસ્તાર પર પડતા 35 ઘર દબાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ થયા છે, 70થી વધુ લોકો ગુમ છે. 32ના શબને બહાર કાઢવામાં આવ્યા છે. સતારાના અંબેઘર ગામમાં પણ લેન્ડ સ્લાઈડિંગ થયું. અહીં 8 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળની નીચે લગભગ 20 લોકો દબાયેલા છે.

શુક્રવારે મુંબઈની નજીક આવેલા ગોવંડીમાં એક ઈમારત પડવાથી 4 લોકોના મૃત્યુ થયા છે. તમામ મૃતક એક જ પરિવારના છે. દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ છે. ઘાયલોને મુંબઈની રાજવાડી અને સાયન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ગોવંડીમાં ઈમારતનો કાટમાળ હટાવતા BMCના કર્મચારી. અહીં બે માળની ઈમારત પડી ગઈ છે.
ગોવંડીમાં ઈમારતનો કાટમાળ હટાવતા BMCના કર્મચારી. અહીં બે માળની ઈમારત પડી ગઈ છે.

જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે કલઈ ગામમાં ભૂસ્ખલન થયું છે. NDRFની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે પાણીમાં ડૂબેલા રસ્તાઓ પર હોળીઓ ચલાવવામાં આવી રહી છે.

મહાડમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરતા NDRFના જવાનો.
મહાડમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરતા NDRFના જવાનો.

વરસાદી નદીઓનું પાણી શહેરો, તાલુકાઓ અને ગામડાંમાં ઘૂસી ગયાં છે. મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઈ અને એની આસપાસના જિલ્લાઓ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. થાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે લાઈન વિસ્તાર 24 કલાક પાણીમાં ડૂબ્યો છે. કોંકણ ડિવિઝનમાં અત્યારસુધી વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ 700 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ તસવીર અંબોલી ઘાટ પર થયેલા ભૂસ્ખલનની છે.
આ તસવીર અંબોલી ઘાટ પર થયેલા ભૂસ્ખલનની છે.

રાયગઢમાં 4 જગ્યાએ ભૂસ્ખલન થવાથી ઘણા લોકો ફસાઈ ગયા છે, 25 લોકોને કાઢવામાં આવ્યા છે અને 20 લોકો હાલ પણ ફસાયેલા છે. તલાઈ ગામને કનેક્ટ કરનારો રસ્તો પણ પાણીમાં વહી ગયો છે, આ કારણે ગામની અંદર લોકો ફસાયેલા છે. કોલ્હાપુરમાં ચીખલીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFએ બે ટીમ સતત પ્રયત્ન કરી રહી છે.

ચીખલીમાં ગુરુવારે થયેલા ભારે વરસાદ પછી મકાનો ડૂબી ગયાં.
ચીખલીમાં ગુરુવારે થયેલા ભારે વરસાદ પછી મકાનો ડૂબી ગયાં.

ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે નદીઓ
રત્નાગિરિ જિલ્લામાં જગબુડી નદી ખતરાના નિશાનથી 2 મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે. કજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નંદીઓએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધું છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી અને ઉલ્હાસ નદીઓ પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે.

કોંકણ રેલસેવા પર અસર પડી
વરસાદને કારણે કોંકણ રેલ રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રત્નાગિરિ જિલ્લામાં વરસાદને કારણે રેલ સર્વિસ બંધ થઈ ગઈ હતી. એનાથી અલગ-અલગ જગ્યાએ લગભગ 6 હજાર મુસાફરો ફસાયા છે. એને કાઢવા માટે NDRFની ટીમોને લગાવવામાં આવી છે.

આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના ચિપલૂણ, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાળ, હિગોલી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ચીખલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. દોરડાઓ અને હોડી દ્વારા લોકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. થાણે, પાલઘરમાં આજે પણ વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે.

ભીમાશંકર જયોર્તિલિંગનો અડધો હિસ્સો પાણીમાં ડૂબી ગયો છે.
ભીમાશંકર જયોર્તિલિંગનો અડધો હિસ્સો પાણીમાં ડૂબી ગયો છે.

ભીમાશંકરનો અડધો હિસ્સો પાણીમાં
12 જ્યોર્તિલિંગમાંથી એક ભીમાશંકર જ્યોર્તિલિંગના ગર્ભગૃહ અને એની બહાર પૂર જેવી સ્થિતિ છે. મંદિરમાં પૂજારીઓએ શુક્રવારે પાણીમાં અડધા ડૂબીને ભોલેનાથની આરતી કરી છે. આ જ્યોર્તિલિંગ પુણે જિલ્લાના ખેડમાં આવેલું છે.

રાયગઢમાં આખી રાત NDRFના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા હતા.
રાયગઢમાં આખી રાત NDRFના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા હતા.

24 કલાકથી પાણીમાં ડૂબ્યું છે ચિપલૂણ
ચિપલૂણ તાલુકો પાણીમાં ડૂબી ગયો છે. નગર નિગમ, તટ રક્ષક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવા માટે હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. લાંજા, રાજાપુર, સંગમેશ્વર તાલુકા અને આસપાસના વિસ્તાર પણ વરસાદથી પ્રભાવિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...