મુબઇમાં બુધવારે 25 માળેથી લિફ્ટ તૂટી ગઇ. આ દુર્ઘટનામાં 20 વર્ષીય યુવકનું મૃત્યુ થઇ ગયું, તેમજ ત્રણ લોકો ઘાયલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટના વિક્રોલી સ્થિત સિદ્ધિવિનાયક સોસાયટીમાં બપોરના ઘટી. લિફ્ટમાં ચાર લોકો હતા., જેવી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પડી ત્યાં હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી.
ફાયર બ્રિગેડની ટીમે આશરે એક કલાકની જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલ્યો. તેમાંથી ત્રણ લોકો ઘાયલ સ્થિતિમાં લિફ્ટમાંથી બહાર આવ્યા, પરંતુ 20 વર્ષીય યુવક લિફ્ટમાં જ ફસાયેલો રહ્યો. ટીમે તેને બહાર કાઢ્યો. યુવકની હાલત ખૂબ જ ગંભીર હતી, ટીમે તરત તેને રાજાવાડી હોસ્પિટલ પહોંચાડ્યો, ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
લિફ્ટમાં કામ ચાલી રહ્યું હતું, કોઇ એન્જિનિયર હાજર નહોતા
સોસાયટીમાં રહેનાર ફિરોઝખાને બતાવ્યું કે આ ઇમારતને ઝૂંપડપટ્ટી પુનર્વાસ પ્રાધિકરણ (SRA)ની પહેલ હેઠળ બનાવવામાં આવી છે. અમે એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. બિલ્ડર 23મા માળે એલિવેટેડ પાર્કિંગ બનાવી રહ્યા છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે કોઇ પણ એન્જિનિયર સાઇટ પર હાજર નહોતા. આ મામલે SRAએ કારવાઇ કરવી જોઇએ. અમે સખ્ત કારવાઇની માંગ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનને લેટર લખ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.