• Gujarati News
  • National
  • People Who Were Standing In Line Since Night For Darshan, Ran Away As Soon As The Road Opened On Ekadashi

રાજસ્થાનના ખાટુશ્યામમાં ભાગદોડ, 3 મહિલાનાં મોત:દર્શન માટે રાતથી લાઇનમાં ઊભા હતા લોકો, એકાદશી પર પટ ખૂલતાં જ ભાગદોડ થઈ

સીકર2 મહિનો પહેલા

રાજસ્થાનના સિકરમાં સોમવારે સવારે ખાટુશ્યામ મંદિરમાં ભાગદોડ થઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સવારે 5.00 વાગ્યે થઈ હતી અને એકાદશીને કારણે દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ અચાનક જ વધી ગઈ હતી. મોડી રાતથી શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા હતા. જેવું સવારમાં મંદિર ખૂલ્યું એવી તરત જ ભાગદોડ મચી ગઈ હતી.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલી એક મહિલાનું નામ શાંતિ દેવી છે, જ્યારે બેની ઓળખ હજી થઈ શકી નથી. શરીરને ખાટુશ્યામજી હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું છે, જ્યાં એનું પોસ્ટમોર્ટમ થશે.

તસવીર ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોની છે, તેમાં એક મહિલા સામેલ છે.
તસવીર ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોની છે, તેમાં એક મહિલા સામેલ છે.
ખાટુશ્યામજી મંદિર પરિસરમાં ભાગદોડ પછી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.
ખાટુશ્યામજી મંદિર પરિસરમાં ભાગદોડ પછી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.
દુર્ઘટના પછી ખાટુશ્યામજીનાં દર્શન બીજી વખત શરૂ થઈ ગયાં છે. તસવીરમાં તમે ભક્તોની લાંબી લાઈન જોઈ શકો છો.
દુર્ઘટના પછી ખાટુશ્યામજીનાં દર્શન બીજી વખત શરૂ થઈ ગયાં છે. તસવીરમાં તમે ભક્તોની લાંબી લાઈન જોઈ શકો છો.
ખાટુશ્યામજી મંદિર ખાતે યોજાતા મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
ખાટુશ્યામજી મંદિર ખાતે યોજાતા મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

સ્થિતિ કાબૂમાં, દર્શન ફરીથી શરૂ- પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે મંદિરની બહાર ભારે ભીડ જમા હતી. જેવો મંદિરનો ગેટ ખૂલ્યો કે તરત જ લોકો એકબીજાને ધક્કો મારીને આગળ વધવા લાગ્યા હતા. કેટલાક લોકોએ ઘટના અંગે જણાવ્યું હતું કે ધક્કા-મુક્કીને કારણે એક મહિલા બેભાન થઈને પડી હતી. એને પગલે પાછળ આવતા લોકો પણ પડવા લાગ્યા હતા. ભાગદોડના સમાચાર મળતાં જ પોલીસની ટીમ મંદિરમાં પહોંચી અને સ્થિતિને સંભાળી હતી.

PM અને CMએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખાટુશ્યામજીમાં ભાગદોડમાં શ્રદ્ધાળુઓનાં થયેલાં મૃત્યુથી તેઓ દુઃખી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઘાયલો ઝડપી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

મંદિરમાં ઘણા કિલોમીટર લાંબી લાઈન લાગે છે
ભાગદોડમાં શિવ ચરણ(50), મનોહર(40), કરનાલના ઈંદરાદેવી(55), અલવરની અનોજી(40) ઘાયલ થયા છે. મનોહરની સ્થિતિ ગંભીર છે. તેમને જયપુર રિફર કરાયા છે. ખાટુશ્યામજીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પટ બંધ થવાને કારણે શ્રદ્ધાળુઓની કિલોમીટરો સુધીની લાઈનો લાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...