તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3 Crore Donation To Padmanabha Temple Earlier Month, Now 25 Thousand; Report Of The Five Highest Earning Temples In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:પદ્મનાભ મંદિરમાં અગાઉ મહિને 3 કરોડનું દાન, હવે 25 હજાર; દેશના પાંચ સૌથી વધુ આવક ધરાવતા મંદિરોનો રિપોર્ટ

નવી દિલ્હી10 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
 • કૉપી લિંક
પદ્મનાભ મંદિરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
પદ્મનાભ મંદિરની ફાઇલ તસવીર.
 • વૈષ્ણોવદેવી મંદિર ઓનલાઈન દાન લેવાના વિકલ્પ અંગે વિચારી રહ્યું છે
 • સાંઈબાબા ટ્રસ્ટ પાસે પોતાની એફડી તોડવા સિવાય વિકલ્પ નથી

22 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉન પછી દેશના તમામ મોટા મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતું દાન લગભગ બંધ છે. એવામાં મંદિરોએ પોતાની મૂડીના સહારે સંચાલન કરવું પડી રહ્યું છે. દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં દર મહિને 3 કરોડ રૂપિયાનું દાન આવતું હતું. પરંતુ લૉકડાઉનમાં માત્ર 25 હજાર રૂપિયાનું જ દાન આવ્યું. વૈષ્ણોવદેવી મંદિર ઓનલાઈન દાન લેવાના વિકલ્પ અંગે વિચારી રહ્યું છે. તો સાંઈબાબા ટ્રસ્ટ પાસે પોતાની એફડી તોડવા સિવાય વિકલ્પ નથી. 
દાન દ્વારા વધુ આવક મેળવતા મંદિરોનો રિપોર્ટ...
જમા રકમના વ્યાજમાંથી વેતન, 6 કરોડનું નુકસાન: પદ્મનાભ સ્વામી, કેરળ

કેરળનું તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતું મંદિર છે. લૉકડાઉનથી મંદિરને લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. મંદિરને મહિને સરેરાશ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય છે. મંદિરના 307 કર્મચારીઓને દર મહિને 1.1 કરોડ રૂપિયા વેતન તરીકે અપાય છે. ગયા મહિને બેન્કમાં ભેગી થયેલી રકમ અને આ મહિને એફડી પર મળનારા વ્યાજમાંથી વેતન અપાયું હતું. ઓનલાઈન દાન દ્વારા રોજના લગભગ 25 હજાર રૂપિયા જ મળે છે.
ઓનલાઈન દાનવાળો વિકલ્પ હોવા છતાં આવક ઘટી: સિદ્ધિવિનાયક, મુંબઈ
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં છેલ્લા બે મહિનામાં દાનની આવક 90 ટકા સુધી ઘટી છે. મંદિરની વેબસાઈટ પર દર્શાવેલા આંકડા અને છેલ્લા વર્ષનું સરવૈયું જોતાં મંદિરમાં 150 કર્મચારી છે. તેમના વેતન અને સારસંભાળ પાછળ લગભગ 6-7 કરોડ રૂપિયાનો માસિક ખર્ચ થાય છે. મંદિરની વાર્ષિક આવક 410 કરોડ રૂપિયા છે. આ એ હિસાબ સરેરાશ 21-22 લાખ શ્રદ્ધાળુ મંદિરમાં આવ્યા નહીં અને મંદિરને લગભગ 60-65 કરોડ રૂપિયાનું દાન મળી શક્યું નહીં.
એફડી તોડી 15 કરોડનું વેતન આપ્યું, મળ્યા માત્ર અઢી કરોડ: સાંઈબાબા ટ્રસ્ટ, શિરડી, મહારાષ્ટ્ર
શિરડીના સાંઈબાબા ટ્રસ્ટની વાર્ષિક આવક લગભગ 700 કરોડ રૂપિયા છે. છેલ્લા બે મહિનામાં લગભગ અઢી કરોડનું ઓનલાઈન દાન મળ્યું. જ્યારે દાનપેટીમાં આ દરમિયાન લગભગ 100 કરોડ રૂપિયા આવ્યા નહીં. મંદિરના 6 હજાર કર્મચારીને એપ્રિલનું વેતન આપવા એફડી તોડાવવી પડી. મંદિર પાસે લગભગ 2500 કરોડ રૂપિયાની એફડી છે. લૉકડાઉન પૂરું થઈ ગયા પછી દર્શનાર્થીઓની સંખ્યા ત્રીજા ભાગની કરાશે.
FD-જમા સોનાના વપરાશના બદલે નવા વિકલ્પ શોધશે: તિરૂપતિ બાલાજી, આંધ્રપ્રદેશ
રોજ સૌથી વધુ દાન મેળવનારા તિરૂપતિના વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. છેલ્લા બે મહિનામાં 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. મંદિરના લગભગ 22 હજાર કર્મચારીઓના વેતન, સારસંભાળ અને સુરક્ષા પાછળ દર મહિને 110 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સમિતિના જણાવ્યા મુજબ મેનું વેતન તો આપીશું પણ જૂનથી નવા સાધનો શોધવા પડશે.
હવે ઓનલાઈન દાન-પ્રસાદનો વિકલ્પ અજમાવવો પડશે: માતા વૈષ્ણોદેવી, કટરા, જમ્મુ
કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર મહિને 25થી 30 કરોડ રૂપિયાનું દાન આવે છે. લૉકડાઉનને કારણે લગભગ 60 કરોડ રૂપિયાની આવક ઘટી છે. મંદિરના 3 હજાર કર્મચારીઓનું વેતન 13 કરોડ જેટલું છે. સારસંભાળ અને અન્ય ખર્ચ પાછળ 4-5 કરોડ ખર્ચાય છે. શ્રાઈન બોર્ડ બે મહિનાથી વેતન અને અન્ય ખર્ચા જમા રકમમાંથી આપી રહ્યું છે પણ હવે રોકડ નહીં હોવાથી મુશ્કેલી આવી શકે છે. આથી ઓનલાઈન દાન-પ્રસાદનો વિકલ્પ અજમાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો