તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3 Cows And 3 Goats In A Mud House, Husband Daily Wage Laborer; The BJP Woman Candidate Reached The Assembly, The PM Also Praised

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં સાદગીવાળી જીત:માટીના ઘરમાં 3 ગાય અને 3 બકરી, પતિ રોજમદાર; ભાજપના આ મહિલા ઉમેદવાર વિધાનસભા પહોંચ્યા, PMએ પણ કર્યા હતા વખાણ

બાંકુડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ મહિલા ઉમેદવાર મજૂરી કરીને પોતાનું પરિવાર ચલાવે છે

પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાની સાલતોડા બેઠક. અહીંથી ભાજપના ઉમેદવાર ચંદના બાઉરી પ્રથમ વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેમણે TMCના ઉમેદવાર સંતોષકુમાર મંડળને 4 હજાર કરતાં વધુ મતોથી પરાજિત કર્યા છે. આ બેઠકની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચારમાં આ ક્ષેત્રના ઉમેદવારની ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છે.

જ્યારે ભાજપે તેમને સાલતોડા બેઠક પરથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા ત્યારે તેમને તેની જાણકારી પડોશીઓ પાસેથી મળી. તેઓ ત્યારે ઘરે જ હાજર હતા.

દૈનિક વેતન પર મજૂરી કરીને પોતાનું પરિવાર ચલાવે છે
ઉમેદવારીપત્ર ભરતી વખતે ચંદના બાઉરીએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટ મુજબ, તેમના પોતાના બેન્ક ખાતામાં ફક્ત 6,335 રૂપિયા છે, જ્યારે તેમના પતિના ખાતામાં માત્ર 1561 રૂપિયા જમા છે. પોતાના ચૂંટણીના સોગંદનામામાં ચંદનાએ જણાવ્યું છે કે તેની પાસે રૂ. 31,985, જ્યારે પતિની પાસે 30,311ની સંપત્તિ છે. ભાજપના ઉમેદવાર ચંદના અથવા તેમના પતિ કોઈ પ્રકારની ખેતીની જમીનના માલિક નથી અને તેઓ રોજિંદા વેતન પર મજૂરી કરીને પોતાનું પરિવાર ચલાવે છે. ઘરમાં ત્રણ ગાય અને ત્રણ બકરીઓ પણ છે. ચંદનાને ત્રણ બાળકો છે.

પીએમ આવાસ યોજના દ્વારા બનાવી રહ્યા છે ઘર
ચંદના તેના પતિ કરતા વધુ શિક્ષિત છે, તેના પતિ માત્ર આઠમું પાસ છે જ્યારે ચંદનાએ પોતે 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. પતિ-પત્ની બંને મનરેગા કાર્ડ ધારક છે. ચંદના અને તેના પતિ ગયા વર્ષે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે 60,000 રૂપિયાની પહેલો હપ્તો મળ્યો છે, જેની મદદથી બંનેએ બે રૂમનું પાકું ઘર બનાવ્યું છે.

વડાપ્રધાનની કરી ચૂક્યા છે પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચંદના બાઉરીની ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે. બાંકુરામાં યોજાયેલી ચૂંટણીની જાહેર સભામાં વડાપ્રધાને ચંદનાની ત્રણ વખત પ્રશંસા કરી હતી. સાથે જ તેની પારિવારિક પૃષ્ઠભૂમિની પણ ચર્ચા કરતાં રહ્યા છે.

ચંદનાના પતિ શ્રવણ પહેલા ફોરવર્ડ બ્લોકના સભ્ય હતા, પરંતુ તેમનું કહેવું છે કે જ્યારે 2011માં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની હતી, ત્યારે ટીએમસીના કાર્યકરોએ તેમને પરેશાન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો