• Gujarati News
  • National
  • 3 4 Raphael Jets From France Will Arrive In India In The First Week Of November; The 5 Aircraft Found In July Are Deployed In Ladakh

એરફોર્સમાં રાફેલની સંખ્યા વધશે:ફ્રાન્સથી 3-4 રાફેલ જેટ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત આવશે; જુલાઈમાં મળેલા 5 વિમાન લદ્દાખમાં તૈનાત છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા

લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને 3 - 4 નવા રાફેલ વિમાન નવેમ્બરના પહેલા સપ્તાહમાં મળશે. ફ્રાન્સ સાથેની ફાઇટર જેટ રાફેલના સોદા હેઠળ આ બીજી ડિલિવરી થશે. 5 રાફેલ વિમાનોની પ્રથમ બેંચ 29 જુલાઇના રોજ ભારત પહોંચી હતી, ત્યારબાદ 10 સપ્ટેમ્બરે તેઓને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણાના અંબાલા એરબેઝ પર રાફેલ વિમાનો માટેની તૈયારી ચાલી રહી છે. લડાકુ વિમાનોની બીજી બેચ પ્રાપ્ત થતાં એરફોર્સમાં રાફેલની સંખ્યા 8-9 થઈ જશે. પ્રથમ બેંચમાં આવેલા લડાકુ વિમાનોને લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ફ્રાન્સ સાથે 36 રાફેલની ડીલ
ભારતે ફ્રાન્સ સાથે 2016માં 58 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ જેટની ડીલ કરી હતી. તેમાંથી 18 અંબાલા અને 18 બંગાળના હાસીમારા એરબેઝ પર રાખવામાં આવશે. હાસીમારા એરબેઝ ચીન અને ભૂટાન સરહદની નજીક છે. 2 એન્જિનવાળા રાફેલ ફાઇટર જેટમાં 2 પાયલટ બેસી શકે છે. આ જેટ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ સુધી પહોંચી શકે છે.

રાફેલથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે
રાફેલ ટ્વીન એન્જિન, ડેલ્ટા-વિંગ, સેમી-સ્ટીલ્થ ક્ષમતાઓ સાથે ચોથી જનરેશનના ફાઇટર જેટ છે. તે માત્ર ચપળ જ નહીં, પરંતુ તેનાથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. રાફેલમાં આધુનિક શસ્ત્રો પણ છે. જેમ કે તેમાં 125 રાઉન્ડ સાથે 30 એમએમની કેનન છે. તે એક વારમાં સાડા 9 હજાર કિલોગ્રામ સામાન લઈ જઈ શકે છે.

100 કિ.મી.ના વિસ્તારમાંથી પણ ટાર્ગેટને ડિટેક્ટ કરી લે છે
રાફેલમાં સિન્થેટિક અપરચર રડાર (એસએઆર) પણ છે, જે સરળતાથી જામ થઈ શકતું નથી. તેના પર લાગેલ સ્પેક્ટ્રા પણ લાંબા અંતરના લક્ષ્યને શોધી શકે છે. આ ઉપરાંત કોઈપણ ખતરાની આશંકાની સ્થિતિમાં તેમાં લાગેલું રડાર વોર્નિંગ રિસીવર, લેસર વોર્નિંગ અને મિસાઇલ એપ્રોચ વોર્નિંગ અને રડારને જામ કરવાથી બચાવે છે. આ ઉપરાંત રાફેલની રડાર સિસ્ટમ 100 કિ.મી.ની ત્રિજ્યામાં ટાર્ગેટ પણ શોધી કાઢે છે.

અન્ય સમાચારો પણ છે...