તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 29% Of Expatriates Return To Cities, 45% Want To Return, Surveyed 4,835 Households In 48 Districts Of 11 States

સરવેમાં દાવો:29% પરપ્રાંતીયો શહેરોમાં પાછા ફર્યા, 45%ની વાપસી કરવાની ઇચ્છા, 11 રાજ્યોના 48 જિલ્લામાં 4,835 પરિવારો પર સરવે હાથ ધરાયો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

લૉકડાઉન દરમિયાન પોતાનાં ગામ-ઘર તરફ પ્રયાણ કરનારા પરપ્રાંતીયો ફરી એકવાર શહેરોમાં પાછા ફરવા લાગ્યા છે. બે તૃતીયાંશ પરપ્રાંતીયો કાં તો શહેરોમાં પાછા ફરી ચૂક્યા છે કાં પાછા ફરવા ઇચ્છુક છે. 4,835 પરિવારો પર હાથ ધરાયેલા સરવેના રિપોર્ટમાં જાણ થઇ કે 29% પરપ્રાંતીયો શહેરોમાં પાછા ફરી ચૂક્યા છે, જ્યારે 45%ની પરત ફરવાની ઇચ્છા છે. ગામડાના લોકોને સ્કિલ અનુસાર રોજગાર ન મળી શકવો તેનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે. અભ્યાસ અનુસાર ગામડે પાછા ફરેલા પરપ્રાંતીયોમાંથી આશરે 80% લોકો ગામમાં મજૂરી કરી રહ્યા હતા. એક ચતુર્થાંસથી વધુ પરપ્રાંતીયો હજુ પણ ગામડાંમાં રોજગાર શોધી રહ્યા છે.

71 ટકા પરિવારો પાસે એલપીજી હતા
‘દેશના આંતરિક વિસ્તાર કઈ રીતે ખૂલી રહ્યાં છે’ નામનો આ અભ્યાસ 24 જૂનથી 8 જુલાઈ વચ્ચે 11 રાજ્યોના 48 જિલ્લામાં હાથ ધરાયો હતો. આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ(ઈન્ડિયા), એક્શન ફોર સોશિયલ એડવાન્સમેન્ટ, ગ્રામીણ સહારા, આઇ-સક્ષમ, પ્રદાન, સાથી-યુપી વગેરે સંગઠનોએ આ સરવે હાથ ધર્યો હતો. અભ્યાસમાં જાણ થઈ કે જનવિતરણ પ્રણાલીના માધ્યમથી લોકોને સારી એવી મદદ મળી અને તેમને બજારથી ઓછી વસ્તુઓની ખરીદી કરવી પડી. સરવેમાં સામેલ 71 ટકા પરિવારો પાસે એલપીજી સિલિન્ડર હતાં. તેમાંથી 85%ને ઉજ્જ્વલા યોજનાનો લાભ પણ મળી રહ્યો હતો.

24% બાળકોનો અભ્યાસ છોડાવી દેવાના મૂડમાં
સરવેમાં સામેલ ચારમાંથી એક પરિવાર(24%) તેમનાં બાળકોનો અભ્યાસ છોડાવવા વિચારી રહ્યો છે. 43% પરિવારોએ પોતાના ઘરોમાં ભોજન રાંધવા વિશે માહિતી આપી હતી જ્યારે 55%એ કહ્યું કે તેમણે પોતાના ભોજનમાં સામેલ થતી વસ્તુઓ ઘટાડી દીધી છે.

15% લોકોએ પશુ વેચ્યાં, 7%એ શાહૂકાર પાસેથી પૈસા લીધા
સરવેમાં સામેલ 6% પરિવારોએ ઘરેલુ વસ્તુઓ ગિરવે મૂકવી પડી હતી. નાણાકીય સંકટનો સામનો કરવા 15% લોકોએ પશુધન વેચવું પડ્યું. આશરે 2%એ જમીન ગિરવે મૂકવી પડી. સરવેમાં સામેલ એક ટકા પરિવારો તો જમીન વેચવા મજબૂર થયા. આશરે 10% પરિવારોએ પોતાના સંબંધીઓ પાસેથી જ્યારે 7%એ શાહૂકારો પાસેથી ઉધાર પૈસા લેવા પડ્યા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો