પેગાસશ કાંડ:29 મોબાઇલ ફોનની તપાસ પૂર્ણ, સુપ્રીમકોર્ટે રિપોર્ટ માટે વધુ સમય આપ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 અઠવાડિયા બાદ ઓબ્ઝર્વર કોર્ટ માટે રિપોર્ટ તૈયાર કરશે

સુપ્રીમકોર્ટે શુક્રવારે પેગાસસ જાસૂસી મામલે તપાસ માટે નિયુક્ત ટેક્નિકલ અને ઓબ્ઝર્વર સમિતિઓએ રિપોર્ટ સોંપવાની સમયમર્યાદા 4 અઠવાડિયા માટે લંબાવી દીધી. ઇઝરાયલી સ્પાયવેર મામલે 29 પ્રભાવિત મોબાઇલ ફોન તથા સાક્ષીઓની તપાસ કરાઇ છે.

સીજેઆઇ એન. વી. રમનાના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે ટેક્નિકલ સમિતિ સ્પાયવેર માટે પ્રભાવિત મોબાઇલ ફોનની તપાસ કરી રહી છે. તેમાં પત્રકારો સહિત કેટલાક લોકોના નિવેદન પણ નોંધ્યા છે. કોર્ટે પ્રભાવિત ઉપકરણોની તપાસ માટે એસઓપીને અંતિમ ઓપ આપવા પણ જણાવ્યું. ત્યાર બાદ ઓબ્ઝર્વર કોર્ટની વિચારણા માટે રિપોર્ટ તૈયાર કરશે.

સુપ્રીમકોર્ટે ગત ઓક્ટોબરમાં તપાસનો આદેશ કર્યો હતો
સુપ્રીમકોર્ટે ઇઝરાયલી સ્પાયવેરના કથિત ઉપયોગની તપાસ માટે ઓક્ટોબર, 2021માં આદેશ કર્યો હતો. મીડિયા સંઘે દાવો કર્યો હતો કે પેગાસસ સ્પાયવેરથી 300 ભારતીયોની જાસૂસી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...