• Home
  • National
  • 2800 km away to Assam on a bicycle, covering a distance of 90 km every day, will reach in a month

ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે

લોકોનું આ ગ્રુપ મહારાષ્ટ્રના રાયગઢથી 15મેના નિકળ્યું છે. તેમને અસમ જવાનું છે. કોઇ સાધન ન મળતા તેમણે 5 હજાર રૂપિયામાં સાઇકલ ખરીદી છે અને આગામી 30 દિવસમાં સાઇકલ પર તેઓ તેમના ગામ પહોંચશે.
લોકોનું આ ગ્રુપ મહારાષ્ટ્રના રાયગઢથી 15મેના નિકળ્યું છે. તેમને અસમ જવાનું છે. કોઇ સાધન ન મળતા તેમણે 5 હજાર રૂપિયામાં સાઇકલ ખરીદી છે અને આગામી 30 દિવસમાં સાઇકલ પર તેઓ તેમના ગામ પહોંચશે.
X
લોકોનું આ ગ્રુપ મહારાષ્ટ્રના રાયગઢથી 15મેના નિકળ્યું છે. તેમને અસમ જવાનું છે. કોઇ સાધન ન મળતા તેમણે 5 હજાર રૂપિયામાં સાઇકલ ખરીદી છે અને આગામી 30 દિવસમાં સાઇકલ પર તેઓ તેમના ગામ પહોંચશે.લોકોનું આ ગ્રુપ મહારાષ્ટ્રના રાયગઢથી 15મેના નિકળ્યું છે. તેમને અસમ જવાનું છે. કોઇ સાધન ન મળતા તેમણે 5 હજાર રૂપિયામાં સાઇકલ ખરીદી છે અને આગામી 30 દિવસમાં સાઇકલ પર તેઓ તેમના ગામ પહોંચશે.

  • 50 વર્ષના રૂબી બોસો મુતારીથી સાઇકલ ચાલતી નથી, કહે છે આદત નથી, વારંવાર ચેન ઉતરી જાય છે
  • 20 વર્ષના ધુમનિક કહે ચે કે ક્યારેય મુંબઇ નહીં આવું, કંપનીએ કહ્યું છે કે લોકડાઉન થઇ ગયું છે, કામ ખતમ

દિવ્ય ભાસ્કર

May 17, 2020, 10:53 PM IST

મનીષા ભલ્લા અને વિનોદ યાદવ. ભાસ્કરના પત્રકાર મુંબઇથી બનારસના સફરે નિકળ્યા છે. એ રસ્તાઓ પર મોટી સંખ્યામા લોકો તેમના ઘરે જવા નિકળ્યા છે. ઉઘાડા પગે, સાઇકલ, ટ્રકો અને ગાડીઓમાં નિકળ્યા છે. કોઇ પણ ભોગે તેઓ ઘરે જવા માગે છે. તે રસ્તાઓની કહાણીઓ તમારા સુધી લાવી છે. વાંચતા રહો.

બીજો રિપોર્ટ, નાસિક હાઇવે પર કસારા ગામથી

નાસિક હાઇવે પર એક જગ્યાએ ઝાડના છાંયડા નીચે અમે જોયું કે એક જેવી જ સાઇકલો ઉભી છે અને અમુક લોકો આરામ કરી રહ્યા છે. વાત કરતા માલૂમ પડ્યું કે 15મેના મહારાષ્ટ્રના રાયગઢથી 29 લોકો અસમ જવા રવાના થયા હતા. સૌ પાસે એક જેવી ચમકદાર સાઇકલ જોઇ તો અમને આશ્વર્ય થયું. પહેલા લાગ્યુ કે તેઓ સાઇક્લિસ્ટ છે પણ પછી તેમણે કહ્યું કે ઘરે જવા માટે 5-5 હજાર રૂપિયામાં સાઇકલ ખરીદી છે. આગામી 30 દિવસોમાં તેના પર સફર કરીને પોતાના ગામડે પહોંચવાનું છે. તુલસી બોરો કહે છે કે અમે ખોપોલીથી 15મેની સવારે નિકળ્યા હતા. રાત હાઇવેના ગામડાઓમાં વિતાવીએ છીએ. તુલસી બોરો અનુસાર દરેક લોકો રાયગઢની નેશનલ ડિઝાઇનર ડિસ્પ્લે સિસ્ટમમાં કામ કરતા હતા. આ કંપની એક ફર્નીચરની કંપની છે જે આખા ભારતમાં ફર્નીચર સપ્લાય કરતી હતી. આ લોકો તે ફર્નીચરની લોડિંગ અને પેકિંગનું કામ કરતા હતા. મહિને 14 હજારનો પગાર હતો. તુલસી બોરો કહે છે કે 7 હજાર રૂપિયા રહેવા અને ખાવા પર ખર્ચ કરીને બાકીની બચત ઘરે મોકલતા હતા. આ વખતે જ્યાં રહેતા હતા ત્યાંનું ભાડું આપવાના પૈસા પણ ગામડેથી મંગાવવા પડ્યા. હવે અસમ જઇને ખેતી કરશે. 

કામ બંધ થવાથી આ લોકો પાસે પૈસા ખૂટી ગયા હતા. તેમણે ઘરેથી પૈસા મંગાવી નવી સાઇકલ ખરીદી છે.

રૂબી બોસો મુતારીની ઉંમર 50 ઉપર છે અને તેમની પરેશાની થોડી અલગ છે. તેઓ સાઇકલ ચલાવી નથી શકતા. કહે છે કે આદત નથી. વચ્ચે વચ્ચે સાઇકલની ચેન પણ ઉતરી જાય છે. એક વાર તો પંચર પણ પડ્યું હતું. મુતારી પણ ઘરે જઇને ખેતી કરશે. 

બપોરે કોઇ ઝાડના છાંયડે આવી રીતે 4-5 કલાક આ લોકો આરામ કરી લે છે. 

તેમની સાથે ઘરે જઇ રહેલા 58 વર્ષીય રત્નેશ્વરનું કહેવું છે કે સાઇકલ ચાલે કે ન ચાલે, જવું તો છે જ. રત્નેશ્વરના બે દીકરા અને બે દીકરીઓ છે. તેમના ગ્રુપમાં સૌથી નાની ઉંમરનો ધુમનિક છે જેની 20 વર્ષની ઉંમર છે. તે કહે છે કે મુંબઇ તો હવે ક્યારેય નહીં આવું. કંપનીએ કહ્યું કે લોકડાઉન થયું છે , કામ ખત્મ. બે મહિનાથી અમે લોકો ઘરમાં બેઠા હતા. રાશન ન હતું અને ઘરનું ભાડું આપવા પૈસા પણ ન હતા. કોઇ મદદ માટે આગળ આવ્યું નહીં. તે કહે છે કે કંપનીએ અમને ઘરે જવા માટે ભાડું તો આપવું જોઇતું હતું. અમે તો સાઇકલ પણ ઘરેથી પૈસા મંગાવીને ખરીદી છે. 

બમ્બઇથી બનારસ સુધી મજૂરો સાથે ભાસ્કર રિપોર્ટર્સના આ 1500 કિમીની સફરની બાકીના રિપોર્ટ અહીં વાંચો
પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

એક દિવસમાં આ લોકો 90 કિમી અંતર કાપે છે. તેમને લાગે છે કે એક મહિનામાં અસમ પહોંચી જશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી