• Gujarati News
  • National
  • 28 Students Of The Same School In Telangana Are Positive In Korona, Machi Doddham In Health System

કોરોના ફરી માથું કાઢી રહ્યો:તેલંગાણામાં એક જ શાળાની 28 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં મચી દોડધામ

તેલંગાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તેલંગાણાના ખમ્મમ જિલ્લાની એક સરકારી શાળાની 28 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. - Divya Bhaskar
તેલંગાણાના ખમ્મમ જિલ્લાની એક સરકારી શાળાની 28 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
  • શાળાની 28 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ થતાં લોકો પણ ભયભીત

દેશે અને દુનિયામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરે ખુબ જ કહેર મચાવ્યો હતો. જો કે હવે કોરોનાના કેસમાં ઘટાડા થતાં રાહત મળી છે. સ્થિતિમાં સુધારો થતાં હવે શાળાઓ અને ઓફિસો પણ ખોલી દેવામાં આવી છે. આ દરમિયાન તેલંગાણાથી ભયભીત કરતાં સમાચાર મળી રહ્યા છે. તેલંગાણામાં ખમ્મમ જિલ્લાની એક રેસિડેન્શિયલ સરકારી શાળાની 28 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

કોરોના સંક્રમિત થયાની જાણકારી વિદ્યાર્થિનીઓના વાલીને થતાં તેઓ શાળાએ પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓને તેમના ઘરે લઈ જવા માટેની વિનંતી કરી હતી. જણાવી કે આ રેસિડેન્શિયલ શાળામાં 575 સ્ટુડન્ટ અભ્યાસ કરે છે.

તેલંગાણાના આરોગ્ય મંત્રી ટી. હરીશ રાવે જિલ્લા આરોગ્ય અધિકારીઓને ફોન કરીને સંક્રમિત વિદ્યાર્થિઓની તબિયત બાબતે માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને તાકીદે સારવાર કરાવવા અને સંક્રમણને અટકાવવા માટેના તમામ જરૂરી પગલાં ભરવા માટે નિર્દેશ આપ્યા હતા. રવિવારે તેલંગાણામાં કોરોનાના 103 નવા કેસ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં જે રીતે વિનાશ સર્જાયો હતો જેનાથી લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે હવે ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવાના સમાચાર મળતા લોકોમાં ફરી અફરાતફરી મચી જવા પામી છે.

રવિવારે તેલંગાણામાં કોરોનાના 103 નવા કેસ સામે આવ્યા હતા.
રવિવારે તેલંગાણામાં કોરોનાના 103 નવા કેસ સામે આવ્યા હતા.

એક જ પરિવારના 8 લોકો સંક્રમિત
આ તરફ ઉત્તરપ્રદેશના નોઇડાથી પણ ભયભીત કરનારા સમાચાર મળી રહ્યા છે. નોઇડામાં પણ કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. એક જ દિવસમાં એક જ પરિવારના 8 સભ્યોને સંક્રમણ લાગ્યું છે. તેમાં બે વર્ષનું એક બાળક પણ સંક્રમિત થયું છે.

દેશભરમાં 8,488 નવા કેસ સામે આવ્યા
જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,488 નવા કેસ નોંધાયા હતા. આ આંકડા છેલ્લા 538 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 12,510 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 249 દર્દીઓના મોત થયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1.18 લાખ છે.

અન્ય સમાચારો પણ છે...