• Gujarati News
  • National
  • 28 Out Of Account Rs. More Than 5 Crores Were Remitted, Now Waris Punjab Deno Chief Was Seen Fleeing In Another Vehicle

અમૃતપાલને 158 વિદેશી ખાતાંમાંથી ફંડિંગ:28 ખાતાંમાંથી રૂ. 5 કરોડથી વધુ મોકલાયા, હવે વારિસ પંજાબ દેનો ચીફ છકડામાં બેસીને ભાગતો જોવા મળ્યો

અમૃતસર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબ પોલીસ હજી સુધી વારિસ પંજાબ દેનો ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી શકી નથી. અમૃતપાલની ધરપકડ કરવા માટે ચાલી રહેલા પંજાબ પોલીસના ઓપરેશનનો આજે છઠ્ઠો દિવસ છે. અમૃતપાલની એક નવી તસવીર સામે આવી છે, જેમાં તે એક વાહનમાં બાઇક મૂકીને ભાગતો જોવા મળી રહ્યો છે.

તપાસ દરમિયાન પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને ખબર પડી કે અમૃતપાલને 158 વિદેશી ખાતાંમાંથી ફંડ મોકલવામાં આવી રહ્યું હતું. એમાં 28 ખાતાંમાંથી રૂ. 5 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હતી. આ ખાતાંનો પંજાબના માઝા અને માલવા સાથે સંબંધ છે. અમૃતસર, તરનતારન, બટાલા, ગુરદાસપુર, જલંધર, નવાશહર, કપૂરથલા અને ફગવાડાના આ ખાતાંનો સંબંધ અમૃતપાલ સાથે જોડાયેલો મળ્યો છે.

પંજાબનાં પાડોશી રાજ્યો ઉપરાંત ઉત્તરાખંડમાં પણ અમૃતપાલ મુદ્દે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુદ્વારામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

વિદેશી ભંડોળમાં એજન્સીઓનું ફોકસ આ પોઈન્ટ પર
1. દેશમાં ખોલવામાં આવેલાં ખાતાંના દસ્તાવેજોની ચકાસણી.
2. ખાતું ક્યારે ખોલવામાં આવ્યું, પહેલું ટ્રાન્ઝેક્શન ક્યારે થયું, વિદેશથી પૈસા ક્યારે આવ્યા.
3. કયા દેશોમાંથી પૈસા આવ્યા? પૈસા આવ્યા પછી આગળનો વ્યવહાર ક્યાં થયો?
4. કોના નામે ખાતાં ખોલવામાં આવ્યાં હતાં, પછી ભલે તે ખાતું ઓપરેટ કરતો હતો કે અમૃતપાલની સંસ્થાનો કોઈ સભ્ય.
5. વારિસ પંજાબ દે અને આનંદપુર ખાલસા ફોર્સના સભ્યોની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે.

એક વાહનમાં બેસીને ભગી રહેલા અમૃતપાલની તસવીર સીસીટીવીમાં કેદ થઈ હતી

અન્ય એક વાહનમાં બાઈક મૂકીને ભાગતો અમૃતપાલ.
અન્ય એક વાહનમાં બાઈક મૂકીને ભાગતો અમૃતપાલ.

અમૃતપાલ સિંહની તસવીર બુધવારે સામે આવી હતી. એમાં તે શાહકોટમાં નજરે પડ્યો હતો. પોલીસ તેનાથી વધુ દૂર નહોતી. આ વીડિયો ત્યારનો છે, જ્યારે શાહકોટમાં પોલીસ અમૃતપાલનો પીછો કરી રહી હતી. પોલીસે 2 ગાડી જપ્ત કરી હતી અને 7 લોકોની ધરપકડ કરી હતી. તેની થોડે જ દૂર અમૃતપાલ મર્સિડીઝમાંથી નીચે ઊતરીને શેરીમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે.

આ સિવાય એક અન્ય ફોટો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં અમૃતપાલ એક વાહનમાં બેઠેલો જોવા મળે છે. તસવીર જલંધરના નંગલ અંબિયા ગામની છે. જ્યાં અમૃતપાલ તેની બ્રેઝા કાર મૂકીને બાઈક પર સવાર થઈને ભાગી ગયો હતો. આ બાઈક બુધવારે શાહકોટની નજીક લગભગ 42 કિ.મી દૂર ફિલૌર-નૂર મહેલ રોડ પર નહેરના કિનારે મળી હતી. આ પછી એક વાહનમાં બેસીને ભાગતા અમૃતપાલની તસવીર જોવા મળી હતી.

6 દિવસથી અમૃતપાલની નજીકનો તૂફાન ગુમ છે
અમૃતપાલના નજીકના વારિસ પંજાબ દેનો લવપ્રીત સિંહ ઉર્ફે તૂફાન સિંહ લગભગ 6 દિવસથી ઘરે આવ્યો નથી અને ન તો પોલીસ હજુ સુધી તેની ધરપકડ કરી શકી છે. પરિવારના જણાવ્યા મુજબ અજનાલા ઘટના બાદથી ઘરે જ રહેતો હતો.

18 ફેબ્રુઆરીના રોજ અજનલા પોલીસે તૂફાન સિંહને બંધક બનાવીને યુવક પર હુમલો કરવાના આરોપમાં તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ પછી અમૃતપાલ તેના સાથીઓ સાથે 23 ફેબ્રુઆરીએ, તેણે અજનાલા પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો અને તૂફાન સિંહને મુક્ત કરાવ્યો હતો.

કિરણદીપ બબ્બર ખાલસાની એક્ટિવ સભ્ય છે

અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર.
અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર.

પોલીસની ટીમ બુધવારે SP રેન્કનાં એક મહિલા અધિકારીને લઈને અમૃતપાલના ઘરે પહોંચી હતી. લગભગ 40 મિનિટ સુધી આ ટીમ અમૃતપાલના ઘરે રોકાઈ હતી. જાણકારી મુજબ પોલીસે અહીં તેની માતા સાથે વાતચીત કરી હતી. પોલીસે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ સિંહની પણ પૂછપરછ કરી છે.

અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરના સંબંધ બબ્બર ખાલાસ ઈન્ટરનેશનલની સાથે હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં, કિરણદીપ કૌરને UKની પોલીસે 2020માં બબ્બર ખાલસા માટે ફંડ ભેગું કરવાના આરોપમાં ધરપકડ પણ કરી હતી.

અમૃતપાલે પોતાનું રૂપ બદલ્યું, પોલીસે તેની તસવીરો જાહેર કરી
મંગળવારે અમૃતપાલની એક તસવીર સામે આવી છે, જેમાં તેનું રૂપ બદલાઈ ગયું છે. તેણે દાઢી કઢાવી નાખી છે અને ગુલાબી રંગની પાઘડી પહેરી છે. તે પહેલા નાંગલ અંબિયા ગામમાં ગુરુદ્વારામાં રોકાયો હતો, જ્યાં તેણે ગુરુદ્વારાના ગ્રંથી રણજિત સિંહ અને પરિવારને એક કલાક સુધી કેદ કરી રાખ્યા હતા. અહીં જ અમૃતપાલે પોતાનું રૂપ બદલ્યું હતું.

બદલાયેલા રૂપ સાથે અમૃતપાલ સિંહ.
બદલાયેલા રૂપ સાથે અમૃતપાલ સિંહ.
બદલાયેલા રૂપ સાથે અમૃતપાલ સિંહના ફોટા પોલીસે જાહેર કર્યા હતા.
બદલાયેલા રૂપ સાથે અમૃતપાલ સિંહના ફોટા પોલીસે જાહેર કર્યા હતા.

લગભગ 500 જેટલા લોકો રડાર પર
NIAની ટીમ હથિયારો, વિદેશોની લિંક, ફંડિંગ અને ISIની કડી બાબતે તપાસ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના નજીકના 458 લોકોની ઓળખ કરીને તેની યાદી NIAને સોંપી છે, જેમને A, B અને C કેટેગરીમાં વિભાજન કરીને તપાસ કરવામાં આવી રહ્યા છે. A કેટેગરીમાં 142 લોકો એવા છે, જેઓ 24 કલાક અમૃતપાલ સાથે રહેતા હતા. B કેટેગરીમાં 213 લોકો છે, જેઓ ફાઈનાન્સ અને સંગઠનનું કામ સંભાળે છે. NIAની આઠ ટીમ પંજાબ પહોંચી છે અને આ ટીમો દ્વારા અમૃતસર, તરનતારન, જલંધર, ગુરદાસપુર અને જલંધર જિલ્લામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પત્ની કિરણદીપ કૌર પણ આ યાદીમાં છે.